ક્રિમ કે અન્ય વસ્તુ વિના ચહેરો ચમકશે નેચરલ ગ્લોથી જો ફોલો કરશો આ ખાસ ચાર્ટ…..

ક્રિમ કે અન્ય વસ્તુ વિના ચહેરો ચમકશે નેચરલ ગ્લોથી જો ફોલો કરશો આ ખાસ ચાર્ટ

યુવક હોય કે યુવતી આજના સમયમાં દરેક સુંદર દેખાવું ગમે છે. ફેશનેબલ કપડા પહેરવાથી લઈ મેકઅપ અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ પણ લોકો હોંશે હોંશે કરાવતાં હોય છે. પરંતુ આ તમામ વસ્તુઓની અસર થોડા સમય માટે જ રહે છે. થોડા સમય બાદ ત્વચા પરથી તેની અસર દૂર થઈ જાય છે. પરંતુ જો તમને એવો ઉપાય મળે જેની અસર કાયમ માટે તમારી ત્વચા પર રહે તો ? તો ચોક્કસથી તમે આ ઉપાય એકવાર અજમાવશો તો ખરાં જ.

ત્વચાને કાયમ માટે યુવાન અને ચમકદાર બનાવી રાખવા માટે સૌંદર્ય પ્રસાધનો પર જ ભરોસો ન રાખવો જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે શરીરને અંદરની સુંદરતાને બહાર લાવવી જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે તમારે નીચે આપેલા ચાર્ટને ફોલો કરવાનો છે.

– સવારે છ વાગ્યે ગરમ પાણીમાં અડધુ લીંબુ ઉમેરીને પીવું. જો લીંબુ માફક ન આવતું હોય તો 1 કપ પાણીમાં 2 ચમચી એલોવેરા જ્યૂસ ઉમેરીને પી લેવું.– સવારે 6:45 થી 7 કલાક સુધીમાં નાસ્તો કરી લેવો. નાસ્તામાં 1 કપ દૂધ સાથે 1 કપ પાકુ પપૈયુ ખાવું. આ ઉપરાંત 4 પલાળેલી બદામ પણ ભુલ્યા વિના ખાઈ લેવી. આ નાસ્તાના વિકલ્પમાં 1 રોટલી, 1 કપ ગ્રીન ટી પણ લઈ શકાય છે. – સવારના નાસ્તા બાદ 9:30થી 10 વાગ્યા સુધીમાં 1 કાકડી અને એક ગ્લાસ કોઈપણ ફળનો જ્યૂસ પીવો.

– નાસ્તો કર્યા બાદ બપોરનું ભોજન 12:30 થી 1 કલાક સુધીમાં કરી લેવું. બપોરના ભોજનમાં 4 રોટલી, શાક, 1 વાટકી દાળ, 1 નાની વાટકી ભાત અને 1 ગ્લાસ છાશ પીવી.

– ચા સાથે મોટાભાગના લોકોને સાંજે નાસ્તો કરવાની આદત હોય છે. બપોરના સમયે દૂધવાળી ચા પીવાને બદલે 1 કપ ગ્રીન ટી અથવા ફ્રૂટ જ્યૂસ પીવાની આદત રાખવી. આ સમયે નાસ્તો કરવાનું ટાળવું

– રાતનું ભોજન નિયમિત રીતે 7 કલાકથી 7:30 સુધીમાં કરી લેવું જોઈએ. રાતના ભોજનમાં 1 ભાખરી, શાક, ખીચડી જેવો હળવો ખોરાક લેવો. – જમ્યા બાદ રાતે 10 વાગ્યા સુધી પથારીમાં આડા ન પડવું જેથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ આવી અવનવી અને હેલ્થ ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી