દર વખતે પેડિક્યોર કરાવો છો પણ પૈસા માથે પડે છે? હવે જયારે કરાવો ત્યારે આ ટીપ્સ જરૂર ફોલો કરજો..

લાંબા સમય સુધી પેડિક્યોરની અસર રાખવા ફોલો કરો આ ટિપ્સ, બચી જશે પાર્લરનો ખર્ચો

છોકરીઓ પગની સુંદરતા વધારવા માટે અનેક બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. આમ,પગની સુંદરતા વધારવા માટે તેઓ પેડિક્યોરનો સહારો લેતી હોય છે. પેડિક્યોર કરાવવાથી પગની ગંદકી દૂર થાય છે અને આખા દિવસમાં લાગેલો થાક પણ ઉતરી જાય છે. આ સાથે જ તમે રિલેક્સફિલ પણ કરો છો. જો કે પેડિક્યોરની અસરને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે અનેક ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે પણ આજથી આ રીતે ધ્યાન રાખશો તો તમારે વારંવાર પેડિક્યોર કરવાની જરૂર નહિં પડે.  

  • પેડિક્યોરની અસરને લાંબા સમય સુધી રાખવા માટે રાત્રે તમે જ્યારે સુઇ જાઓ તે પહેલા પગ પર ક્રીમ અથવા ઓઇલ જરૂર લગાવો. પગમાં ક્રીમ અને ઓઇલ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમારા પગ સુંવાળા રહે છે અને પગમાં ચીરા તેમજ વાઢિયા પણ પડતા નથી.
  • પેડિક્યોર કરાવ્યા પછી ટોવેલથી પગને ક્લિન કરી દો. ખાસ કરીને આંગળીઓની વચ્ચેની જગ્યા પર સાફ-સફાઇ કરો જેથી કરીને પગમાં કોઇ ઇન્ફેક્શન પણ ના લાગે અને પગની સ્કિન એકદમ મુલાયમ રહે. ત્યારબાદ પગમાં ટેલકમ પાઉડર લગાવાની આદત રાખો જેથી કરીને પગની સ્કિનડ્રાય ના થઇ જાય અને સોફ્ટ બની રહે.
  • પગના નખને સાફ રાખવા માટે નેઇલપેન્ટને બે અઠવાડિયાથી વધારે વાર ના લગાવી રાખો. કારણકે જો તમે નેઇલપેન્ટને વધુ સમય સુધી રાખો છો તો પગના નખ પીળા પડી જાય છે અને તમારી સ્કિનને નુકસાન થાય છે. નેઇલ પેન્ટને રિમૂવ કરી લીધા પછી એક અઠવાડિયા સુધી નેઇલપેન્ટલ ગાવશો નહિં. આમ, જો તમને નેઇલપેન્ટ કરવાનો શોખ નથી તો તે તમારા માટે એક ખૂબ જ સારી બાબત છે.
  • ખુલ્લા પગે એટલે કે ચંપલ પહેર્યા વગર ચાલવાનો આગ્રહ રાખશો નહિં. જો તમે ખુલ્લા પગે ચાલવાની બાધા લો છો તો તેનાથી તમારા પગની સ્કિનને અનેક ઘણું નુકસાન થઇ શકે છે.
  • નેઇલ પેઇન્ટને રિમૂવ કરવા માટે એસિટોનવાળુ રિમૂવર યુઝ કરો જેથી કરીને તમારા નખને કોઇ નુકશાન ના થાય.
  • પેડિક્યોર કરાવ્યા પછી પગને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. જો તમે અત્યાર સુધી ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોવ તો હવે ના કરતા કારણકે તેનાથી પગની સ્કિન સુંવાળી નથી થતી.
  • પેડિક્યોર કરાવ્યા પછી એક અઠવાડિયા સુધી તમે જ્યારે પણ પગને ધોવો છો ત્યારે એન્ટી બેક્ટેરિઅલ સોલ્યુશનનો ઉપયોગ કરો જેથી કરીને પગ સુંવાળા રહે અને પગમાં વાઢિયા પણ ના પડે.
  • પેડિક્યોર કરાવ્યા પછી પગને ફૂટ ક્રીમથી મસાજ કરો. મસાજ કરો ત્યારે એક્યૂપ્રેશરપામ બોલ અને રોલરને ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ ફેરવો. ત્યારબાદ નખ પર ફ્રેંચ નેઈલ ઈનેમલ લગાવો.
  • પેડિક્યોર કરાવ્યા પછી બે અઠવાડિયે એકવાર સ્ક્રબ જરૂરથી કરો. ત્યારબાદ કોઇ પણ ઓઇલથી10 મિનિટ માટે મસાજ કરો. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારે વારંવાર પાર્લરમાં પેડિક્યોર કરાવવા નહિં જવુ પડે અને સાથે-સાથે તમારા પૈસાની બચત પણ થશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચો આપણા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ?

ટીપ્પણી