ડેટ પર જતા પહેલા ફોલો કરો આ ટિપ્સ, પૂરી રીતે એન્જોય કરી શકશો…

ડેટ પર જતા પહેલા અમુક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે દરેક વસ્તુ તેમજ કોઇ પણ નોર્મલ વાત પરપ્રોપર ધ્યાન આપો છો તો કોઇ જ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ જો તમે ધ્યાન નથી આપતા અને દરેક વખતે પોતાની મરજીનું જ ચલાવો છો તો તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે આજકાલ ડેટ પર જવાનુ ચલણ ખૂબ જ વધી ગયુ છે. તો આજે અમે તમને જણાવીશું કે, જ્યારે તમે તમારા બોયફ્રેન્ડ સાથે ડેટ પર જાઓ છો તો તમારે કઇ-કઇ બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ જેથી કરીને તમે દરેક પળને એન્જોય કરી શકો અને કોઇ પ્રોબ્લેમ્સ પણ ના થાય.

આઈ કોન્ટેક્ટ રાખોતમે જ્યારે પણ ડેટ પર જાઓ ત્યારે એક વાતનુ ખાસ ધ્યાન આઇ કોન્ટેક્ટનુ રાખો. કારણકે આંખ શરીરનું એક એવુ અંગ છે જે અનેક રીતે વ્યક્તિનુ દિલ જીતી શકે છે. આ સાથે જો તમે આઈ કોન્ટેક્ટ રાખીને વાતકરશો તો તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને સંબંધો પણ વધુ મજબૂત અને ગાઢબનશે.

પેમેન્ટ માટે પૂછોજો કે ઘણી છોકરીઓના મનમાં એવુ જ હોય છે કે, કોઇ પણ વસ્તુનુ પેમેન્ટ છોકરો જ કરે. જો કે આ વાત તદન ખોટી છે. કારણકે ક્યારેક-ક્યારેક પેમેન્ટ છોકરીઓએ પણ કરવુ જોઇએ. જો તમે એકવાર પેમેન્ટ કરો છો તો તેનાથી તમારી ટ્રિપ વધુ રોમેન્ટિક બની જાય છે.

બદલવાની કોશિશ ન કરોછોકરાઓને બદલાવ જરા પણ પસંદ નથી હોતો. ખાસ કરીને જો એ બદલાવ તેમને લઈનેહોય. તેઓ ભલે તમારી પાસેથી એવી અપેક્ષા રાખે કે તમે તેમના મુજબ વ્યવહારકરો, પરંતુ જ્યારે વાત તેમના ઉપર આવે ત્યારે તેઓ આટલા બધા ઉદાર નથી હોતા.જો તમે એવું ઇચ્છતા હોવ કે તમારો બોયફ્રેન્ડ તમારાથી નારાજ ન થાય તોવાતે-વાતે તેમને ટોકવાનું બંધ કરી દો. ડેટ રોમેન્ટિક હોવી જોઈએ તેમાં ટીચરબનવાની કોશિશ ન કરો. છોકરાઓ એવું ઇચ્છતા હોય છે કે એ જેવા છે તમે તેમને એવીજ રીતે સ્વીકાર કરો.

નોર્મલ બિહેવ કરોજ્યારે પણ તમે તમારા બોયફ્રેન્ડની સાથે ડેટ પર જાઓ છો તો સૌ પ્રથમ જરૂરી છે કે, તમે તમારો મુડ એકદમ રોમેન્ટિક રાખો, જેથી કરીને કોઇ પણ વાત પર બોલાચાલી ના થઇ જાય. આમ, જો તમે કોઇ પણ વ્યક્તિ સાથે નોર્મલ બિહેવ કરો છો તો તેનાથી તમારી ઇમ્પ્રેસન આખી અલગ જ પડે છે. આ સાથે એકવાતનુ હંમેશા ધ્યાન રાખો કે, જો તમે તમારા બોયફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે ખોટુ બોલો છો તો આ આદત બદલી નાખો કારણકે ખોટુ બોલવાથી સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી અને સાચી વાત આજે નહિં તો કાલે ખબર તો પડી જ જાય છે.

સારી વાતો રિપિટ કરો

જ્યારે તમે એકબીજાને મળો છો ત્યારે સામેની વ્યક્તિની કોઈ વાત જો તમને સારી લાગી હોય તો જતા પહેલાં તેમને ચોક્કસ કહો.ઘણા લોકો બીજાની સારી વાત વિશે કંઈ નથી કહેતા, પરંતુ જો તમે સંબંધોને સહજબનાવી રાખવા ઇચ્છતા હોવ તો પ્રશંસા ચોક્કસપણે કરો. જો તમે સારી વાતો એકબીજા સાથે શેર કરવાની આદત પાડશો તો તમારી લાઇફમાં તમે-તમે ધીરે-ધીરે અનેક પ્રકારના ચેન્જીસ જોઇ શકશો.

લેખન સંકલન : નિયતી મોદી

માહિતી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો, દરરોજ આવી અનેક માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી