સોનાની ખરીદી કરતા પહેલા જો ફોલો કરશો આ ટિપ્સ, તો થશે અદ્ભુત ફાયદાઓ…

સ્ત્રીઓ હંમેશા શોપિંગ કરવા માટે ઉત્સાહિત હોય છે. જો તમે કોઇ પણ સ્ત્રીની સામે શોપિંગની વાત કરો છો તો તે ખૂબ જ ખુશ થઇ જાય છે. કહેવાય છે કે, સ્ત્રીઓને ગોલ્ડ જ્વેલરીની શોપિંગ કરવી ખૂબ જ ગમતી હોય છે. જો તમે કોઇ સ્ત્રીની સાથે ગોલ્ડ જ્વેલરીની વાત કરો છો તો તે ખુશ-ખુશ થઇ જાય છે અને તમે જો જ્વેલરી લાવ્યા હોય તો તેને જોવા માટે તે હંમેશા તત્પર હોય છે. આમ, જો ગોલ્ડની વાત કરીએ તો માત્ર સ્ત્રીઓ જ નહિં પરંતુ અનેક પુરુષો પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય છે. ઘણા લોકો ગોલ્ડમાં ભરપૂર ઇન્વેસ્ટ પણ કરતા હોય છે. આમ, જો તમે પણ ટૂંક સમયમાં ગોલ્ડના દાગીના લેવાનુ વિચારી રહ્યા છો અથવા તેમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારે એકવાર જરૂરથી ફોલો કરવી જોઇએ. તો આજે અમે તમને જણાવીશું કે, ગોલ્ડ ખરીદતી વખતે કઇ-કઇ બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ. જો તમે ગોલ્ડ લેતા સમયે આ મહત્વની બાબતો પર ધ્યાન નથી આપતા તો તમે ક્યારેક છેતરાઇ પણ જાઓ છો. – ગોલ્ડ ખરીદતી વખતે ખૂબ જ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. આ માટે તમારે પહેલા એ તપાસ કરી લેવી જોઇએ કે, તમે જે ગોલ્ડની વસ્તુ ખરીદી રહ્યા છો તેની રીસેલ વેલ્યૂ કેટલી છે. સોનાની વસ્તુઓ ખરીદતી વખતે ઘણી વખતે ડિઝાઇનના ચક્કરમાં તેની રિસેલ વેલ્યૂ કેટલી થશે તે જોવાનુ અનેક લોકોભૂલી જતા હોય છે. રિસેલ વેલ્યૂ એ માટે જાણવી જરૂરી છે કે, ક્યારે પણ લાઇફમાં પૈસાનો પ્રોબ્લેમ થાય તો તમે એને વહેંચો ત્યારે તમને એક સહારો મળી શકે.

– જો તમે સોનાનો સિક્કો ખરીદી રહ્યા છો તો એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે, સિક્કો હંમેશા 24 કેરેટનો જ હોય. જો કે આમાં તમે સારા એવા પ્રમાણમાં ઇન્વેસ્ટ તો કરી શકો છો પણ તેમાંથી તમે ઘરેણાં નથી બનાવી શકતા. ઘરેણાં 22 અથવા 18 કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. ઘરેણાં બનાવવા માટે આટલુ શુધ્ધ સોનાની જરૂર નથી હોતી. આ માટે હંમેશા સોનાના ઘરેણાં ખરીદતા પહેલા જ્વેલરની સાથે સોનાની શુધ્ધતા જરૂર જાણી લો જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ ના થાય.

– સોનાના ઘરેણાં ખરીદવા માટે સૌથી પહેલા હોલમાર્કની તપાસ જરૂરથી કરો. આ માટે થોડી વધારે કિંમત જો તમારે ચુકવવી પડે તો જરા પણ ખચકાટ અનુભવશો નહિં. હોલમાર્ક માટે જો તમારે પૈસા થોડા વધારે ખર્ચવા પડે તો ખર્ચી લો કારણકે એ સોનાની શુધ્ધતાની નિશાની છે.

– ઘરેણાં ખરીદી લીધા પછી સૌ પ્રથમ જ્વેલરની પાસેથી પાક્કી રસીદ લેવાનુ ભુલશો નહિં. જો તમારે દુકાનદારની સાથે સારી મિત્રતા હોય તો પણ તમારે રસીદ ચોક્કસથી લેવી જોઇએ તેમાં કોઇ પણ પ્રકારની શરમ રાખવી જોઇએ નહિં.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી