લેધરના સોફાને ચમકાવવા ફોલો કરો આ 5 ટિપ્સ, નહિં થાય કોઇ નુકસાન…

આજકાલ દરેક લોકોના ઘરમાં જો તમે નજર કરશો તો તમને સોફા જોવા મળશે. કારણકે આજના આ સમયમાં લોકો ઘરમાં પલંગ વસાવવાનું ઓછુ પસંદ કરે છે જ્યારે સોફાને વધુ મહત્વ આપે છે. આમ, સોફા ઘરને એક મોર્ડન લુક પણ આપે છે. જો કે બેસવા માટે સોફા એકદમ કમ્ફર્ટ હોય છે. પરંતુ સોફાની જો તમે સમયસર કાળજી નથી રાખતા તો તે સમય કરતા જલદી ખરાબ થઇ જાય છે. માટે જરૂરી છે કે, સોફાની સમયસર કેર કરવી. સોફામાં પણ અનેક પ્રકારની નવી વેરાયટી આવતી હોય છે. લેધર સોફા, રજવાડી સોફા જેવા અનેક. આજના આ આધુનિક યુગમાં સોફા ક્લિન કરનારા લોકો પણ આસાનીથી મળી રહી છે, પરંતુ તેની કોસ્ટ દરેક લોકોને પોસાતી નથી. હાલમાં માર્કેટમાં લેધરના સોફાની ખૂબ જ ડિમાન્ડ છે. મોટાભાગના લોકો લેધરના સોફા વસાવવાનો આગ્રહ રાખતા હોય છે. જો તમે પણ લેધરના સોફા લાવવાનું વિચારી રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન તમારે એ રાખવુ પડશે કે, બીજા બધા સોફા કરતા લેધરના સોફાની કેર સમયસર કરવી ખૂબ જ જરૂરી છે. આ સાથે જ લેધરના સોફાની સાફ સફાઇ કરવી થોડી મુશ્કેલ છે કારણકે મોટાભાગના લોકોને એ વિશેની જાણ નથી હોતી કે, કયા ક્લીનરનો ઉપયોગ કરીનેસોફા સાફ કરવા. આમ, જો તમે પણ આ મુંઝવણમાં હોવ તો હવે તમારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે લેધરના સોફાની સફાઈ કરવી. જો તમે આ ટિપ્સ ફોલો કરીને લેધરના સોફાની સફાઇ કરશો તો તે લોન્ગ ટાઇમ સુધી એવા જ રહેશે.

આ રીતે કરો લેધરના સોફાને ક્લિન

સોફ્ટ બ્રશનો ઉપયોગ કરોજ્યારે પણ તમે સોફાને ક્લિન કરો છો ત્યારે સૌ પ્રથમ સોફાની ગાદીને સાફ કરો. તેના પછી વેક્યૂમ કરવા માટે સોફ્ટ બ્રશવાળા ક્લીનરથી સોફાની ઉપર જમા થયેલ માટીને બરાબર સાફ કરો. જો તમે કડક બ્રશનો ઉપયોગ કરશો તો સોફાનું લેધર ઉખડવા લાગશે અને તેનો દેખાવ પણ બગડી જશે.

પાણી અને ગ્લિસરીન લેધરનાં સોફાને સાફ કરવા માટે પાણી અને ગ્લિસરીન બેસ્ટ છે. આ માટે પાણી અને ગ્લિસરીનને સરખા પ્રમાણમાં લો અને એક મિશ્રણ તૈયાર કરો. હવે સોફા પર જ્યાં ડાઘ પડ્યા હોય ત્યાં આ મિશ્રણથી હળવા હાથે સાફ કરી દો. આ મિશ્રણ ડાઘા તો દૂર કરશે જ સાથે-સાથે એક નવી ચમક પણ લાવશે.

મુલાયમ કપડાથી સફાઈ કરોસોફાની સફાઈ કરવા માટે હમેશાં સોફ્ટકપડાનો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી સોફાને કપડાની મદદથી સાફ કરવાનો આગ્રહ રાખો. પણ જો તમારા સોફા વધુ પ્રમાણમાં ખરાબ થયા હોય તો મુલાયમ કપડાને ક્લીનિંગ સોલ્યૂશનમાંપલાળીને પછી સાફ કરો. આ રીતે સોફાની સાફ-સફાઇ કરવાથી લેધરની ચળકાટ જળવાઇ રહે છે.

ટૂથપેસ્ટસોફાના ડાઘને દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો. ઘરમાં પડેલા સોફ્ટ બ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને હળવા હાથે સોફા પર પડેલા ડાઘાને દૂર કરો. આમ, જ્યારે ડાઘા દૂર થઇ જાય ત્યારે તેને પાણીથી ધોઇ લો.

ક્લીનર લેધરની સફાઈ કરવા માટે સેન્ડલ સાબુ અથવાએવા ક્લીનરનો ઉપયોગ કરવો જેમાં પ્રાકૃતિક મીણ હોય.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, શેર કરવાનું ભૂલતા નહિ દરેક મિત્રને કામ લાગશે આ ટીપ્સ..

ટીપ્પણી