તમારી પહેલી ડેટને રો..રો..રોમેન્ટિક બનાવવા વાંચી લો એકવાર આ ટિપ્સ

શું તમે પ્રથમવાર ડેટ પર જઈ રહ્યા છો ? આ ટીપ્સ કરશો ફોલો તો તમારી ડેટ બની રહેશે ઓર રોમેન્ટિક

image source

પ્રથમ આકર્ષણ, પ્રથમ પ્રેમ અને પ્રથમ ડેટ માટે યુવાન હૈયામાં એક અલગ જ ઉત્સુકતા, ઉત્સાહ અને છૂપી નર્વસનેસ રહેલી હોય છે. અને જે વ્યક્તિ પ્રથવાર ડેટ પર જઈ રહી હોય તેના માટે આ વસ્તુ સાવ જ સ્વાભાવિક છે. કારણ કે તેમના સંબંધનું ભવિષ્ય તે એક ડેટ પર રહેલું હોય છે.

અથવા કહો કે ત્યાર પછીની ડેટ્સનું ભવિષ્ય પણ તેના પર ટકેલું છે. માટે તમારે ડેટ માટે સ્પેશિયલ જગ્યાની પસંદગીથી માંડીને ખાસ વસ્ત્રોની પસંદગી બધું જ ઘણું મહત્ત્વનું બની જાય છે.

image source

તેમ છતાં બધું જ પર્ફેક્ટ કર્યા છતાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે ડેટ ફેઈલ જાય છે અથવા તો વાત ત્યાર બાદ આગળ નથી વધી શકતી. જો કે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે માટે તેનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોઈ શકે. પણ પ્રથમ ડેટ સફળ બને અને બન્ને વ્યક્તિને તેનો સુખદ તેમજ રોમેન્ટિક અનુભવ મળી રહે તે માટે અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છે તેને એકવાર ફોલો કરી જુઓ.

પંકચ્યુઅલ એટલે કે સમયસર રહો

image source

પ્રથમ ડેટ કે પછી ત્યાર બાદની દરેક ડેટમાં આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે દરેક વખતે પંકચ્યુઅલ રહેવાનું છે. તમારે ક્યારેય બીજી વ્યક્તિને રાહ જોવડાવાની નથી કે મોડા પડવાનું નથી; તમારે તમારી ખાસ ડેટને ક્યારેય રાહ ન જોવડાવી જોઈએ.

જો તમે ડેટ પર મોડા જશો તો શક્યતા છે કે ત્યાર પછી બધું જ બગડતું જાય. બીજી બાજુ જ્યારે તમે કોઈને રાહ જોવડાવો છો ત્યારે તમારે સમજી લેવું કે તેને તમે ગુસ્સો જ નથી અપાવી રહ્યા પણ સાથે સાથે તમે તેમનું સમ્માન નથી કરતાં તેવું પણ માનવામાં આવે છે.

પ્રસંગ પ્રમાણે અને તમારી પર્સનાલીટી પ્રમાણે જે યોગ્ય હોય તે જ પહેરો

image source

જો તમે તમારી ડેટ પર શું પહેરશો તેના પર જ બધું ધ્યાન કેન્દ્રીત કરશો તો તેમાં કશું જ ખોટું નથી. તેમ છતાં પણ તમારે તે બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે તમારી પર્સનાલીટી તેમજ પ્રસંગ – જગ્યા – માહોલ પ્રમાણે વસ્ત્રોની પસંદગી કરવી જોઈએ. કંઈક વધારે પડતું ભડકીલું કે પછી સાવ જ સાદું ન પહેરો પણ હળવું પણ તમને સુંદર બનાવે તેવું કંઈક પહેરો.

ડેટનો અંતને હળવો બનાવો

image source

બની શકે કે તમે જેવું ઇચ્છ્યું હોય તે રીતે તમારી ડેટ ન પસાર થઈ હોય. પણ તેનો અર્થ એ નથી થતો કે તમારે તેનો અંત અવિચારી કે પછી નિરસ લીતે લાવવો જોઈએ. તમે સામે વાળી વ્યક્તિને માત્ર થોડી મિનિટો વાત કરીને પણ ન છોડી શકો તે પણ સાવ જ વાહિયાત કારણસર. એક વાત ખાસ યાદ રાખો કે ડેટમાં બન્ને વ્યક્તિનું સરખું જ મહત્ત્વ હોય છે.

જો તમે ડેટ તમારી રીતે નહીં થઈ હોવાથી નિરાશ હોવ, તો તેનો અર્થ એ બીલકુલ નથી થતો કે તમે સામેવાળી વ્યક્તિને તેના માટે સોરી ફીલ કરાવો. હંમેશા ડેટને એક હળવી – પ્રસન્ન રીતે પૂરી કરો, પછી ભલે તમે તે વ્યક્તિ સાથે બીજી વાર ડેટ પર ન જવા માગતા હોવ.

image source

અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે જો તમને સામેવાળી વ્યક્તિ પસંદ ન આવી હોય, અને તમે તેની સાથે ફરી ડેટ પર જવા ન માગતા હોવ તો, તેને સારું લગાડવા માટે તમારે તેને ખોટા વાયદા નથી કરવાના કે, ‘હું પછી કોલ કરીશ’, ‘આપણે ફરી મળીશું’ વિગેરે.

સામેવાળી વ્યક્તિને દીલથી સાંભળો

image source

ઘણા બધા લોકો ઘણા અધિરિયા હોય છે તેમને કોઈની વાત સાંભળવી તો ગમતી જ નથી હોતી. અને જ્યારે કોઈ વાત કરી રહ્યું હોય તો સામેવાળી વ્યક્તિની આંખમાં આંખ નાખવાની તો વાત દૂર રહી તેમની સામે પણ નથી જોતાં પણ આજુબાજુ ડાફોળિયા માર્યા કરે છે. અથવા તો પોતાની જ વાતો ચાલુ કરી દે છે અને સામેવાળી વ્યક્તિને બોલવાનો અવસર જ નથી આપતા.

image source

તો આવી ભૂલ તમારે જરા પણ ન કરવી. સામેવાળી વ્યક્તિને પણ અભિવ્યક્તિનો અવસર આપવો જોઈએ. સાથે સાથે તમારે માત્ર સાંભળાનું જ નથી પણ તે જે કંઈ કહે તેનો પ્રતિભાવ પણ આપવાનો છે, તમે તેમને પ્રશ્ન પુછી શકો છો તમારો પોતાના અભિપ્રાય આપી શકો છો. તમારો આ વ્યવહાર દર્શાવશે કે તમે એક સજ્જન વ્યક્તિ છો અને તમે તેમના પર ધ્યાન આપો છો.

તમારી ડેટના વખાણ કરો

image source

જ્યારે તમે ડેટ પર કોઈને પહેલીવાર મળી રહ્યા હોવ ત્યારે તમારે તેમને તેમના દેખાવ વિષે કોમ્પ્લીમેન્ટ તો આપવું જ જોઈએ. એટલે કે તેમના વખાણ કરવા જોઈએ. જો કે તમારે તમારા શબ્દો પ્રત્યે થોડું ધ્યાન રાખવું કારણ કે તમે વધારે પડતાં વખાણ કરી દો તે પણ યોગ્ય નહીં રહે. તેવું કરશો તો તમારી ઇમ્પ્રેશન કંઈક જુદી જ પડશે જે તમને નુકસાન કરશે. માટે કોમ્પ્લીમેન્ટ આપતી વખતે થોડા પ્રામાણિક રહો . ખાસ કરીને સામેવાળી વ્યક્તિને કોઈ વ્યક્તિગત કમેન્ટ તો કરો જ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ