વધતી ઉંમરને અટકાવવા અને હંમેશા સ્માર્ટ દેખાવા આજથી જ ફોલો કરો આ ડાયટ ચાર્ટ…

કોઇ પણ વ્યક્તિને પોતાની વધતી ઉંમર દેખાડવી ગમતી હોતી નથી. દરેક લોકો તેમની વધતી ઉંમરને છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે ઘણા લોકો પોતાની ઉંમર કરતા વહેલા જ ઘરડા દેખાતા હોય છે. ઘણા લોકોને ઉંમર પહેલા જ સફેદ વાળ, ડાર્ક સર્કલ, રિંકલ તેમજ બીજી અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આમ, આજકાલ લોકો સ્માર્ટ દેખાવવા માટે અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે.

આ સાથે જ સ્માર્ટ દેખાવાના ચક્કરમાં લોકો બહારની અનેક ઘણી બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે, જો તમે પણ વારંવાર આ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તેનાથી તમારી સ્કિનને લાંબા ગાળે અનેક ઘણું નુકસાન થાય છે. જો કે આ પ્રકારની પ્રોડક્ટ્સથી તમારી સ્કિન પર કોઇ પણ પ્રકારનો ફાયદો થતો નથી. આમ જો તમે કોઇ પણ પ્રકારના નુકસાન વગર તમારી ઉંમરને નાની દેખાડવા તેમજ તમારી સ્માર્ટનેસમાં વધારો કરવા ઇચ્છો છો તો આ ઘરેલુ ઉપાયો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ઘરેલુ ઉપાયોથી તમારી વધતી ઉંમર દેખાશે નહિં.

દાડમ

ઉંમરને નાની દેખાડવા માટે દાડમ એક બેસ્ટ ઓપ્શન છે. દાડમ વધતી ઉંમરને રોકવાનું કામ કરે છે. આ સાથે જ જો તમે તમારા ચહેરા પર ગ્લો લાવવા ઇચ્છો છો તો તમારે રોજ એક દાડમનું સેવન કરવું જોઇએ. દાડમમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે વધતી ઉંમરને સ્માર્ટ દેખાડે છે જેથી કરીને તમારી ઉંમર નાની લાગે છે. જો તમે આ બધા જ ફાયદાઓનો લાભ ઉઠાવવા ઇચ્છો છો તો રોજ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ દાડમનો જ્યૂસ પણ પી શકો છો.

કેળા

કેળામાં વિટામીન એ,સી અને બી1ની સાથે-સાથે આયરન, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા તત્વો અધિક માત્રામાં હોય છે. આ બધા તત્વો વ્યક્તિની ઉંમરને છુપાવવાનું કામ કરે છે. આ સાથે જ સેક્સ હોર્મોન્સમાં પણ વધારો કરે છે. કેળાના થડનો રસ પથરીમાં ખૂબ જ કારગર હોય છે. એક શોધ પ્રમાણે કેળાના થડનો રસ કિડનીમાં થતી પથરી, ખાસ કરીને ઓક્સાલેટની બનેલી પથરીને તોડીને પેશાબમાર્ગથી બહાર કાઢી દે છે. દર્દીઓ આ પ્રકારની પથરીમાંથી મુક્તિ અપાવવા માટે કેળાનો રસ ખૂબ જ ફાયદો આપે છે. આ સાથે જ કેળાના અન્ય તત્વોથી પ્રાપ્ત થતા ગુણોનો પણ ફાયદો થાય છે. તેથી નિયમિત રીતે દર્દીઓને આપવામાં આવે તો ઝડપથી પથરી ઓગળીને બહાર નિકળી શકે છે અને વ્યક્તિ દર્દમુક્ત થઈ શકે છે.

દહીં

દહીં કેલ્શિયમ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. દહીંમાં કેલ્શિયમની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી તે હેલ્થ તેમજ સ્કિનને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથે જો તમે દિવસમાં એકવાર દહીંનું સેવન કરો છો તો તેનાથી સ્કિન પર કરચલીઓ પડવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે. આમ, જો તમારી સ્કિન પર કરચલીઓ પડતી નથી તો તમારી વધતી ઉંમર દેખાતી નથી.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં પ્રોટીનની અને અનેક પ્રકારના વિટામીન્સની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે તમારી વધતી ઉંમરને અટકાવવાનું કામ કરે છે. જો તમે વધુ પ્રમાણમાં ડાર્ક ચોકલેટનું સેવન કરો છો તો તે તમારી સ્કિનને નુકશાન કરે છે પરંતુ જો તમે દિવસમાં માત્ર એક જ ચોકલેટ ખાઓ છો તો તેનાથી તમારી સ્કિન હેલ્ધી રહે છે. તમને જણાવી દઇએ કે, જો તમે રોજ માત્ર એક ડાર્ક ચોકલેટનુ સેવન કરો છો તો વાળનો ગ્રોથ વધે છે અને વાળ સિલ્કી પણ થાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ટીપ્સ અને માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી