જલ્સા કરોને જેંતીલાલ

ફ્લાઈંગ શીખ’ના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહના પત્નીનું કોરોનાથી નિધન

મહિલા વોલીબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અને સુપ્રસિદ્ધ દોડવીર મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું મોહાલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાથી મોત નીપજ્યું. તે 85 વર્ષના હતા. તેમના મૃત્યુ પર પરિવારે કહ્યું કે, કોવિડ સામે બહાદુરીથી લડતા નિર્મલ મિલ્ખા સિંહનું નિધન થયું છે તેની માહિતી આપીને અમને ખૂબ દુખ થાય છે.

મિલ્ખા સિંહ તેમના અંતિમ સંસ્કારમાં ભાગ ન લઈ શક્યા

image source

આ દુ:ખની વાત છે કે ‘ફ્લાઈંગ શીખ’ મિલ્ખા સિંહ આજે સાંજે તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા ન હતા કારણ કે તે હજી પણ આઈસીયુમાં છે. પરિવારે આ લડાઈ દરમિયાન એકતા અને પ્રાર્થના માટે સૌનો આભાર વ્યક્ત કર્યો છે, જેણે તેમને બહાદુરીથી સામનો કરવાની શક્તિ આપી છે.

image source

આપને જણાવી દઇએ કે થોડા સમયથી મિલ્ખા સિંહ અને તેની પત્ની બંનેને કોરોના ચેપ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. 5 જૂને જાહેર કરેલા હેલ્થ અપડેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મિલ્ખા સિંહની હાલત સ્થિર છે, પરંતુ તેમની પત્ની નિર્મલ મિલ્ખા સિંહની હાલત કથળી હોવાનું જાણવા મળ્યું છે. તેને લગભગ ત્રણ અઠવાડિયા પહેલા કોરોનાથી ચેપ લાગ્યો હતો.

નિર્મલ મિલ્ખાનો જન્મ 8 ઓક્ટોબર 1938માં થયો હતો

image source

મિલ્ખા સિંહના પત્ની નિર્મલ મિલ્ખાનો જન્મ 8 ઓક્ટોબર 1938ના રોજ પાકિસ્તાનના શેખપુરામાં થયો હતો. તે ત્રણ અલગ અલગ પ્રસંગોએ પંજાબ વોલીબોલ ટીમની કેપ્ટન રહ્યા હતા. તેમણે 1955માં ભારત વોલીબોલ ટીમના ભાગરૂપે શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જ્યાં તે મિલ્ખા સિંહને મળ્યા હતા. ત્યારબાદ બંનેના લગ્ન 1962 માં થયા. તેમના પરિવારમાં એક પુત્ર જીવ મિલ્ખા અને એક પુત્રી છે. પુત્રી મોના મિલ્ખા સિંહ ન્યુ યોર્કના મેટ્રોપોલિટન હોસ્પિટલ સેન્ટરમાં ડોક્ટર છે.

મિલ્ખા સિંહની હાલત સ્થિર

image source

રવિવારે રાત્રે, ચંદીગઢના પીજીઆઈએમઈઆરના ડિરેક્ટર જગત રામે મિલ્ખા સિંહની તબિયત વિશે માહિતી આપી હતી. મિલ્ખા સિંહના ઓક્સિજન સૈચુરેશનમાં સુધારો થયો છે. તેમની સ્થિતિ સ્થિર છે.” આપણે જણાવી દઈએ કે કોરોના ચેપગ્રસ્ત મિલ્ખા સિંહને ચંદીગઢની PGIMER માં દાખલ કરવામાં આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે મિલ્ખા સિંહને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી તે ઘરમાં ઓક્સિજન પર હતા. 20 મેના રોજ મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 31 મેના રોજ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં મિલ્ખા સિંહને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ચંદીગઢની PGIMER હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version