ફ્લૂની રસી અપાવતા પહેલા ખાસ વાંચી લો આ માહિતી, નહિં તો અંતે બહુ પસ્તાશો

ફ્લુ વિરોધી રસી વિશેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. શિયાળાની શરૂઆત એટલે ફ્લૂની પણ શરૂઆત.બદલાતી જતી ઋતુ, વધતી જતી ઠંડી, મચ્છરોનો ઉપદ્રવ કફ શરદી અને તાવની સમસ્યા ઉભી કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાસ બાળકો,ગર્ભવતી મહિલાઓ,અને વૃદ્ધો માટે પ્રતિવર્ષ ફ્લૂ વેક્સિનની ભલામણ કરવામાં આવે છે.

image source

ખાસ મહત્વની વાત થશે કે ફ્લૂની રસી પ્રતિવર્ષ મુકાવવી જોઈએ કારણ ફ્લૂ વેક્સિનની અસરકારકતા પ્રતિવર્ષ જુદી જુદી હોય છે.ફ્લૂના વિષાણુ અને રસી વચ્ચેના અનુરૂપ તત્વોને આધારે પ્રતિવર્ષ નવી રસી મુકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભલામણ કરવામાં આવે છે.

બધા ફ્લુ વાઇરસ અને વિષાણુ દર વર્ષે વધુ માત્રામાં શક્તિશાળી અને સતત બદલાતા રહેતા હોવાથી વિષાણુને આધારે પ્રતિવર્ષ તેની રસીમાં પણ ફેરફાર કરવામાં આવે છે.વિષાણુઓના અભ્યાસને આધારે રસીને પ્રતિવર્ષ આગળથી જ તૈયાર કરવામાં આવે છે એનો અર્થ એ થયો કે બાળકને દર વર્ષે નવા ફ્લૂ વેક્સિનેશનની જરૂર પડે છે.

image source

ફ્લુ અને શરદીના લક્ષણો મોટેભાગે સરખા હોય છે .તેથી રોગના લક્ષણો ઉપર માત્ર આધાર રાખીને કહેવું મુશ્કેલ બને છે કે સામાન્ય શરદી છે કે ફ્લૂની અસર છે .વાસ્તવિક રીતે ફ્લુ જુદા જુદા વાયરસને કારણે થાય છે. તેની તીવ્રતા પણ સામાન્ય શરદી કરતા વધુ હોય છે.

સીઝનલ ઇન્ફ્લુએન્ઝા મોટેભાગે સામાન્ય રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, જેમાં શરદી, સ્નાયુઓનો દુખાવો, ગળામાં બળતરા, માથાનો દુખાવો, નાકનું ગળતર અને તીવ્ર માત્રામાં તાવ આવે છે.

image source

જો સમયસર સારવાર આપવામાં ન આવે તો દર્દીની પરિસ્થિતિ વણસી શકે છે એટલું જ નહિ એને શ્વાસની જોખમી સમસ્યા પણ ઊભી થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કરેલા સર્વે મુજબ પ્રતિવર્ષ ત્રણથી પાંચ મિલિયન લોકો ફ્લૂનો શિકાર બને છે અને પ્રતિવર્ષ આશરે ત્રણ લાખથી સાડા છ લાખ લોકો ફ્લૂને કારણે મૃત્યુ પામે છે.

image source

ફ્લૂના વાયરસ ને તેની તીવ્રતા મુજબ ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એ ,બી, સી અને ડી. આ 4 પ્રકારના ફ્લુ માં થી influenza a અને b વધુ જોખમી માનવામાં આવે છે. પ્રતિવર્ષ ફ્લૂની રસી આ બંને પ્રકારના વાયરસને ખાસ ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવે છે.

ફ્લૂ એચવનએનવન અને એચ 3 એન વન પ્રકારના વાયરસ ધરાવે છે. ફ્લૂ બી બે લાઇનએજ અને જુદા પ્રકારનું molecular structure ધરાવે છે. પ્રતિવર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇન્ફ્લુએંજા એ અને બીના વાઈરસનુ નિરીક્ષણ કરી એને અનુરૂપ રસી તૈયાર કરે છે.

image source

હાલ મોટાભાગના દેશમાં ત્રણ પ્રકારના વાયરસ ની સામે રક્ષણ આપતી રસી ઉપયોગમાં લેવામાં આવે છે જે ફ્લૂ એ તથા તેના બંને subtypes અને ઈંફ્લુએંઝા-બી અને તેના બંને પ્રકારની સામે રક્ષણ આપે છે.

જ્યારે કેટલાક દેશમાં ઈંફ્લુએંઝા-બીના ચાર પ્રકારના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈંફ્લુએન્ઝાની રસી બે રીતે આપવામાં આવે છે .એક તો nasal spray ના ઉપયોગથી અને બીજું ઇન્જેક્શન દ્વારા પણ ઇન્ફ્લુએન્ઝા ની રસી આપવામાં આવે છે.

image source

બે વર્ષથી લઈને ૪૯ વર્ષ સુધીના સ્વસ્થ વ્યક્તિને nasal spray દ્વારા રસી આપી શકાય છે જ્યારે ક્રોનિક ડિસીઝ ધરાવતા દર્દી અને ગર્ભવતી મહિલા માટે nasal spray નો ઉપયોગ હિતાવહ નથી

2019 માં બ્રિજબેન, કેન્સાસ અને કોલોરાડોમાં ત્રણ પ્રકારના વાયરસ સામે રક્ષણ આપતી રસી‌ જ્યારે ફુકેટમા ચાર પ્રકારના વાઈરસ સામે રક્ષણ આપી ઇન્ફ્લુએન્ઝા ની રસી પ્રચલિત છે.

image source

ફ્લુની સિઝન શરૂ થયાના બે અઠવાડિયા અગાઉ ઈંફ્લુએન્ઝાની રસી લેવા સૂચન કરવામાં આવે છે. જેથી ફ્લુના વાયરસ ડેવલપ થાય તે પહેલા જ રસી દ્વારા શરીરને સુરક્ષા કવચ પુરુ પડે છે પરંતુ જો તેનાથી પણ વહેલી આ રસી લેવામાં આવે તો ધીરે ધીરે તેની અસર પૂરી થઈ જાય છે.

ફ્લૂની રસીની આડઅસર.

અન્ય રાશિની જેમ ઇન્ફ્લુએન્ઝા ની રસી ની પણ કેટલીક આડઅસરો છે તેના વિશે પણ જાણકારી મેળવી લઇએ.

image source

રસી લીધા બાદ થોડા સમય માટે સ્નાયુઓનો દુખાવો રહે છે. ઉપરાંત રસીના કારણે માથાનો દુખાવો નોશિયા તેમજ તાવ પણ આવી શકવાની શક્યતાઓ છે. બાળકો રસી ની આડઅસર નો ભોગ વધુ માત્રામાં બને છે.

ફ્લૂની રસી બાદ તેનું રિએક્શન આવવાની શક્યતા પણ છે. રસી મુકાયા બાદ થોડી જ મિનિટની અંદર હોઠ તથા આંખની આસપાસ સોજો આવે છે.

image source

શ્વાસમાં પણ તકલીફ થઈ શકે છે તેમજ હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ પણ જોવા મળતી હોય છે.વધુ માત્રામાં રિએક્શન આવેલું જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ