Flower show 2020 ઘરે બેઠા જોઇ લો આ તસવીરો, અને જાણી લો ત્યાંની સુવિધાઓ વિશે..

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પર 8માં ફ્લાવર શોનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.

image source

રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો શરૂ થતા અમદાવાદીઓ શનિ અને રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં જતા હોય છે.

પરંતુ ત્યાં પાર્કિંગને લઈને મુશ્કેલીઓ થતી હોય છે ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

જો કે આ વખતે ફ્લાવર શો માટે મુલાકાતીઓએ હવે પાર્કિંગની જગ્યા માટે દૂર વાહન મુકવા જવું પડતું હતું, પરંતુ આ વખતે તેવું નહીં થાય. આ વખતે તમને પાર્કિંગની સમસ્યા નડશે નહીં. તમે ઘરેથી જ પાર્કિંગ સ્પેસ બુક કરાવી શકો છો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં 11 પાર્કિંગ લોકેશન પર 6 હજાર કાર અને 15 હજાર ટૂવ્હીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ મોબાઈલ એપ ખાનગી કંપનીએ બનાવી છે.

image source

જ્યારે ફ્લાવર શોના બીજા દિવસે અને પ્રથમ રવિવારે 50 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. મહત્ત્વની વાત એ છે કે, 50 રૂપિયા ફી હોવા છતાં પણ અમદાવાદીઓએ ઉલ્લાસભેર ફ્લાવર શો નિહાળ્યો હતો.

પ્રથમ રવિવારે જ મ્યુનિ.ને રૂ. 25 લાખની આવક થઇ હતી ત્યારે પાર્કિંગમાં પણ 10 હજારથી વધારે વાહનો પાર્ક થયાં હતાં. 40 હજાર લોકોએ ત્યાં સ્થળ પરથી ટિકિટ લીધી હતી જ્યારે 10 હજાર લોકોએ ઓનલાઇન ટિકિટ લીધી હોવાનું મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

image source

નોંધનીય છે કે, સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોની પ્રવેશ ટિકિટ રૂ. 20 છે અને શનિવાર અને રવિવારે રૂ. 50 રાખવામાં આવી છે. શનિવારે 30 હજાર લોકોએ ફ્લાવર શો નિહાળ્યા બાદ રવિવારે 50 હજારથી વધારે નાગરિકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

image source

આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના 10 લાખ જેટલા રંગબેરંગી ફુલોની વેરાઈટી રાખવામાં આવી છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

image source

સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ફ્લાવર શોમાં અલગ-અલગ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી, સ્વચ્છતા, પર્યાવરણનો કોન્સેપ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સિટી સિવીક સેન્ટરો પરથી ફ્લવાર શોની પ્રવેશ ટિકિટી મેળવી શકાશે. અમદાવાદ ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી રૂ. 20 રહેશે.

image source

જ્યારે સિનિયર સિટીઝનને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના રોજ તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ ફી રૂ.50 રાખવામાં આવી છે.

image source

અમદાવાદનો સાબરમતીનો પશ્ચિમ કિનારો દર વર્ષની જેમ તા. 4થી 19મી જાન્યુઆરી દરમ્યાન રંગબેરંગી દેશી- વિદેશી ફૂલોના શોથી મહેંકી ઉઠશે. અગાઉ 78000 ચો.મીટરમાં યોજાતો ફ્લવર શૉ યોજાતો હતો તે આ વખતે 86500 ચો. મીટરની વિશાળ જગ્યામાં યોજાશે.

image source

ઉપરાંત આગળના વર્ષોમાં 9 કે 11 દિવસ ચાલતો ફ્લાવર-શો આ વર્ષે 16 દિવસ ચાલશે. ફ્લાવર શોમાં 40 ફૂડકોટ, 30 દવા, બિયારણ, ખાતર, બગીચાના સાધનોની દુકાનો અને 8 નર્સરીઓના સ્ટોલ્સ હશે.

image source

પ્રવેશ દ્વારા બન્ને તરફ મોરના બે સ્કલ્પચર ‘વેલકમ’ કરશે. 150 ફૂટ જેટલી લાંબી ગ્રીનવોલ પણ ઉભી કરાઈ છે. આ ઉપરાંત ફ્લાવર શોમાં આઠ જુદી જુદી થીમ પરનાર પેવેલિયન બનાવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ