વાળને સજાવો આ રીતે ફ્લાવર્સથી, મળશે એકદમ હટકે લુક…

આજકાલ ફંક્શનમાં અનેક લોકો નવી-નવી હેર સ્ટાઇલ લેવાનું વિચારતા હોય છે. જો કે આજકાલ માથામાં ગજરા તેમજ ફ્લાવર જ્વેલરીની ખૂબ જ ફેશન ચાલી રહી છે. જો કે આજકાલ કેટરિનાથી લઇને અનેક બોલીવૂડ એક્ટ્રેસની પહેલી પસંદ ફ્લાવર જ્વેલરી તેમજ ગજરા પસંદરગી બન્યા છે. તો આજે અમે તમને જણાવીશું કે, ફૂલો અને કેવી હેર સ્ટાઇલ તમને એકદમ મસ્ત લાગશે

જો તમારે ફેસ્ટિવલ સિઝનમાં ફ્રેશ રહેવું હોય અને અલગ લુક મેળવવો હોય તો ફ્લાવર જ્વેલરી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે. ફેસ્ટિવલ સિઝન માટે ફ્લાવર જ્વેલરીની સાથે સાથે નિયોન જ્વેલરી પણ ઇન છે પણ એ હવે એક કોમન ઓપ્શન છે. આ જ્વેલરી એક ખાસ રીતથી ડિઝાઇન કરવામાં આવે છે. જેમાં મોગરા જેવા કોમન ફ્લાવર્સનો નહિં પણ વેરાઇટીઝ ઓફ ફ્લાવર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ્વેલરીની વિશેષતા એ છે કે એને ઓર્ડર આપીને ડિઝાઇન કરાવી શકાય છે. આ માટે તમારે તમારા ડ્રેસને સાથે લઇ જવો જરૂરી છે જેથી મેચિંગ જ્વેલરી બની શકે. ફેસ્ટિવલ સિઝનની સાથે સાથે હવે બ્રાઇડલ જ્વેલરીમાં પણ ધીમે ધીમે આ ટ્રેન્ડ ઇન્ટ્રોડયુસ થઇ રહ્યો છે.

સિંગલ ફ્લાવરચોટલામાં, અંબોડાની સાઇડમાં કે સ્ટાઇલિશ રીતે વાળેલા બનમાં કાન પાસે એક મોટું ફૂલ લગાવી શકાય. મોટું લિલી, ઝરબેરા, ગુલાબ કે કોઈ પણ સાઇઝમાં ફેલાયેલું મોટું એવું ફૂલ લગાવી શકાય છે.આવાં મોટાં ફૂલ ફક્ત સિંગલ જ સારાં લાગશે. જો વધારે લગાવશો તો વાળ ઓછા અને ફૂલો વધારે દેખાશે. ફૂલો હંમેશાં સફેદ કે ઘેરા લાલ રંગનાં જ લગાવવાં. આવું સિંગલ ફૂલ યંગ છોકરીઓને વધુ સારું લાગે છે.

ગજરા અને લડી સરસ રીતે ગૂંથેલાં સફેદ ફૂલોના ગજરા કે લડી ફક્ત અંબોડામાં જ સારી લાગશે. હાઇબન કે લો-બનને ફરતે વીંટેલી વેણી કે ગજરો સાડી કે ઘાઘરાચોલી સાથે એક પર્કેક્ટ ટ્રેડિશનલ લુક આપે છે.
જો કે ગજરા 30 વટાવી ચૂકેલી સ્ત્રીઓ માટે વધુ શોભનીય છે, પણ જો શોખ હોય તો ઉંમરની સીમા ક્યાંય નથી નડતી.

ઓર્કિડ્સવાળમાં ઓર્કિડની એક સિંગલ દાંડી સારી લાગે છે. ઓર્કિડ પર્પલ, વાઇટ, બ્લુજેવા કલર્સમાં મળી રહે છે. આ ઉપરાંત ટાઇગર ઓર્કિડ પણ ઓર્કિડનો એક પ્રકારછે. આ ફૂલોદેખાવમાં ખૂબ સુંદર હોય છે અને જો આઉટફિટ સાથે મેચ કરવા હોય તો બેસ્ટ ઓપ્શન બને છે. ઓર્કિડ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિસ સાથે સૂટ થશે.

આર્ટિફિશ્યલ પણ હરોળમાંફક્ત ફ્રેશ ફ્લાવર્સ જ નહીં, પણ આર્ટિફિશ્યલ ફૂલો પણ વાળમાં સજાવા માટે ખૂબ સારો ઓપ્શન છે. આર્ટિફિશ્યલમાં ફ્લાવર્સમાં ગોલ્ડન અને સિલ્વર કલરનાં ફ્લાવર્સ બ્રાઇડલ વેઅરમાં ખૂબ સારાં લાગે છે. હેવી ઘાઘરાચોલી પર આવાં ફૂલોની હેરસ્ટાઇલ ટ્રેડિશનલ છતાં મોડર્ન લુક આપે છે.

કોલેજ ગર્લ્સ માટે પણ લેટેસ્ટ ફેશનફ્લાવર્સ કોલેજ ગર્લ્સ માટે પણ લેટેસ્ટ ફેશન એસેસરીઝ છે. હેર બેન્ડ અને હેરક્લિપમાં મોટાં ફેધરવાળાં ફ્લાવર્સ આજકાલ ટીનેજ છોકરીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે. પોનિટેલમાં નાખવા માટેના રબરબેન્ડ પણ મોટાં ફૂલવાળાં મળી રહે છે તેમજ નાની હેર ક્લિપ પણ સુંદર લુક આપે છે. આવી ફ્લાવરી એસેસરીઝ ગર્લિશ લુક આપે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ફેશન ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી