સેલીનાથી લઈને આ અભિનેત્રીઓ ફિલ્મી કારકિર્દી ફ્લોપ હોવા છતાં પણ જીવે છે આવું આલીશાન જીવન

મિત્રો, ફિલ્મજગતના કલાકારો પોતાની ફિલ્મ કરતા પણ વધુ મોંઘી જીવનશૈલીને લીધે ચર્ચામા રહે છે. ત્યારે આજે આ લેખમા અમે તમને અમુક એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેની બોલીવૂડ કારકિર્દી એટલી સફળ તો ના રહી પરંતુ, તેમછતા પણ તે આજે એક ભવ્ય જીવન જીવી રહ્યા છે, તો ચાલો જાણીએ ક્યા છે આ કલાકારો?

સેલીના જેટલી :

image source

વર્ષો પછી અભિનય ક્ષેત્રે ફરી પગ મૂકનારી આ અભિનેત્રી ઘણી બધી બ્રાંડ એન્ડોર્સમેન્ટનો ભાગ બનેલી છે. આ સિવાય તેના ભાડે આપેલા ઘરમાથી પણ તે વર્ષે લાખો રૂપિયાની આવક મેળવે છે.

મયુરી કાંગો :

image source

આ અભિનેત્રી “હોગી પ્યાર કી જીત”, “બેતાબી” અને “પાપા કહતે હૈ” જેવી ફિલ્મમા દેખાઈ ચુકી છે. તેમની ફિલ્મી કારકિર્દી ખુબ જ નાની રહી છે. બોલિવૂડ ફિલ્મજગત છોડ્યા પછી તેણીએ એમ.બી.એ. કર્યુ. હાલ તે ગુરુગ્રામની એક ખુબ જ મોટી કંપનીમા ચીફ કન્વર્ઝન ઓફિસર તરીકે કાર્ય કરી રહી છે અને એક ખુબ જ ભવ્ય જીવનશૈલી જીવી રહી છે.

અમૃતા અરોરા :

image source

આ અભિનેત્રીએ “ધ કોન ઈઝ ઓન”, “કમબખ્ત ઈશ્ક” અને “ટીમ” જેવી ફ્લોપ ફિલ્મનો ભાગ રહી ચૂકેલી છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમા અનેકવિધ હિટ ફિલ્મ કરી છે. તે પોતાની ગર્લ ગેંગ સાથે અવાર-નવાર પાર્ટી કરતી દેખાય છે. આ અભિનેત્રીએ બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા હતા, જે તેની ભવ્ય જીવનશૈલી પાછળનુ એક કારણ છે.

આયેશા ટાકિયા :

image soucre

આ અભિનેત્રીએ “સોચા ના થા”, “શાદી નંબર-૧”, “દોર” અને વોન્ટેડ જેવી ફિલ્મો કરેલી છે. ઘણા વર્ષો પહેલા જ તે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકી છે. તેણે પોતાના બોલિવૂડ કરિયરમાં હિટથી વધારે ફ્લોપ ફિલ્મ આપી છે. ફ્લોપ કારકિર્દી હોવા છતા તે આજે લક્ઝરી જીવન જીવી રહી છે, તેનુ કારણ તેનો પતિ ફરહાન આઝમી છે. તે દેશના સૌથી મોટા હોટેલ ચેઈનના માલિક છે અને તે સિવાય તે પોલિટિશિયન અબુ આઝમીનો પુત્ર પણ છે.

મનીષા કોઈરાલા :

image source

ઘણા વર્ષો પહેલાં બોલિવૂડ કરિયરથી દૂર થઈ ગયેલી આ અભિનેત્રી પણ હાલ લક્ઝરી જિંદગી જીવી રહી છે. આ અભિનેત્રિએ આશરે ૫૦ જેટલી બોલિવૂડ ફિલ્મ કરી છે. તેણીની પાસે ભારત અને નેપાળમાં ઘણી બધી પ્રોપર્ટી છે.

શમિતા શેટ્ટી :

image source

મોહબ્બતે ફિલ્મથી ડેબ્યુ કરનારી આ અભિનેત્રીની ફિલ્મી કરિયર પણ ફ્લોપ ફિલ્મ રહી છે. આ અભિનેત્રી ઘણીવાર દેશના સૌથી મોંઘા હોલિડે ડેસ્ટીનેશનમાં ફરતી દેખાય છે અને તેનું કારણ બહેન શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!