ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ ડીલ….2 BHK ફ્લેટથી શરૂ થઈ હતી ફ્લિપકાર્ટ, હવે 19000 કરોડનું ટર્નઓવર છે…

દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને અમેરિકાની વોલમાર્ટે ખરીદી લીધી છે. અમેરિકાની કંપની વોલમાર્ટે તેમાં 75 ટકા ભાગીદારી 1500 કરોડ ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયામાં ખરીદી છે. જો કે, સચિન બંસલ અને બિન્ની બંસલે કંપનીને આટલી ઉંચાઈ સુધી પહોંચાડવા માટે બહુ મહેનત કરી છે. તેમણે કંપનીને 11 વર્ષ પહેલાં માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરી હતી. બંને સરનમે સરખી છે પણ તેઓ સંબધી નથી. આજે અમે તમને જણાવીશું કે ફ્લિપકાર્ટની શરૂઆત કેવી રીતે થઈ હતી.

ઈન્ડિયન ઈન્સિસ્ટિટ્યૂટ ઓઉ ટેકનોલોજી દિલ્હી સ્થિત ગ્રેજયુએશન કરનાર બે વિદ્યાર્થી સચિન અને બિન્નીએ ફ્લિપકાર્ટની શરૂઆત ઓક્ટોબર 2007માં કરી હતી. શરૂઆતમાં તેનું નામ ફ્લિપકાર્ટ ઓનલાઈન સર્વિસેસ પ્રાઈવેટ લિમિટેડ હતુ. એટલું જ નહીં તેઓ બુક્સ સેલિંગનું કામ કરતા હતા. બંને આ કંપનીને શરૂ કરતા પહેલાં એમેઝોન ડોટ કોમની સાથે કામ કર્યુ હતું. સચિન અને બિન્નીએ જણાવ્યું કે, બંનેએ માત્ર 10 હજાર રૂપિયામાં પોતાની કંપનીની શરૂઆત કરી હતી. જે આજે 2000 કરોડ ડોલર એટલે કે 1.32 કરોડ રૂપિયા કંપનીના થઈ ગયા છે.

શરૂઆતના દશ દિવસમાં કઈ વેચાણ નહતું થયું-

સચિન અને બિન્નીએ પોતાની કંપનીની શરૂઆત બેંગ્લોરથી કરી હતી. બંનેએ 2.2 લાખ ભેગા કરીને એક એપાર્ટમેન્ટમાં બે બેડરૂમ વાળા ફ્લેટમાં કરી હતી અને બે કોમ્પયુટરની સાથે કંપનીની શરૂઆત કરી હતી. જો કે, કંપનીની શરૂઆતના 10 દિવસમાં કઈ સેલ નહતું થયું.

તેના પછી આંધપ્રદેશના એક કસ્ટમરે પહેલો ઓડર બુક કરાવ્યો હતો જે એક બુક હતી જેનું નામ ‘Leaving Microsoft to Change the World’અને રાઈટર જોન વુડ હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ફ્લિપકાર્ટ ટોચ પર પહોંચી હતી. 2008માં દિલ્હીમાં ઓફિસ ખોલવામાં આવી હતી અને 2009માં મુંબઈમાં કંપનીની ઓફિસ ખોલવામાં આવી હતી. હાલમાં ફ્લિપકાર્ટમે બેંગ્લોરની બધી ઓફિસને એકજ કેમપ્સમાં શિફ્ટ કરવામાં આવી છે. આ ઓફિસ 8.3 લાખ સ્કેવર ફૂટમાં બનાવામાં આવી છે.

સરનેમ એક છે-

પરંતુ સચિન બંસલ અને બિન્ની બંસલ બનેનું નામ સાંભળીને એવું લાગે છે કે તેઓ બંને ભાઈ હશે પણ તેવું નથી. બંનેની સરનેમ ભલે એક છે, પરંતુ તેઓ માત્ર બિઝમેલ પાર્ટનર છે. આ બંનેનાં કેટલીક સમાનતા પણ છે,જેમ કે, ચંડીગઢમાં રહેતા આ બંનેનું સ્કુલિંગ સેન્ટ એની કોન્વેટ સ્કૂલમાં થયું હતું.

એટલું જ નહીં બંનેએ ઈન્ડિયન ઈન્સિસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે. સચિને વર્ષ 2005માં આઈઆઈટી કર્યા પછી એક કંપનીમાં ટેકસ્પેન જોઈન કરી લીધું હતું. જ્યાં માત્ર થોડાક જ મહિના કામ કર્યુ હતું.

તેના પછી તેમણે એમેઝોનમાં સીનિયર સોફ્ટવેર એન્જનિયર તરીકે કામ કર્યુ હતું. વર્ષ 2007માં બનેએ કંપની ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી. ગયા વર્ષે ક્લયાણ કૃષ્ણમૃર્તિએ સીઈઓ તરીકે પદ સભાંળ્યુ હતું અને બિન્ની બંસલે સમગ્ર ગ્રુપના સીઈઓ બની ગયા જેમાં અન્ય મિત્રો પણ સામેલ હતા.

ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ ગેજેટ્સની સાથે ઈલેક્ટ્રોનિક, હોમ અપ્લાયંસ, ક્લોથ, કિચનની વસ્તુઓ, ઓટો એન્ડ સ્પોર્ટ્સ એક્સેસરીજ, બુક્સ એન્ડ મીડિયા, જવેલરીની સાથે અન્ય પ્રોટક્ટનું પણ સેલ કરતા હતા. આ સાઈટની ખાસ વાત એ છે તે મોટાભાગે બધી પ્રોડ્કટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. તેમજ યૂઝર્સની પાસે શોપિંગ માટે કેશ ઓન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ, ઈ-ગિફ્ટ વાઉચર, કૂપન કોડ જેવા ઓપ્શન પણ હતા. વર્ષ 2017માં કંપનીએ 19,855 કરોડનો કારોબાર કર્યો હતો.

ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ ડીલ, વોલમાર્ટે 1 લાખ કરોડમાં ખરીદી ફ્લિપકાર્ટ, સચિન બંસલ આપશે રાજીનામું

રેવન્યૂના આધાર પર વિશ્વની સૌથી મોટી કંપની વોલમાર્ટને ભારતીય ઈ-રિટેલ દિગ્ગજ ફ્લિપકાર્ટને ખરીદી લીધી છે. આ ડીલ ને બંને કંપનીઓએ 16 બિલિયન ડોલરમાં (1,07200 करोड़) નક્કી કરી છે. ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલએ કંપનીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વોલમાર્ટએ ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. ભારતના ઈ-કોમર્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ડીલ છે. આ ડીલ કર્યા પછી વોલમાર્ટ ભારતમાં કામ કરનારી સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની બની જશે.

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના કરાર પછી ભારતમાં વોલમાર્ટનો કારોબાર લગભગ 10 બિલિયન ડોલરનો થઈ જશે. તમને જણાવી દઈએ કે, વોલમાર્ટના સીઈઓ ડગ મૈકમિલન મંગળવારે આ ડિલ માટે ભારત પહોંચી ગયા હતા અને બુધવારે આ ડીલની સત્તાવાર રીતે જાહેરાત કરી.

ભારતમાં વોલમાર્ટના વર્તમાન કાર્ય વિશે કોઈ આંકડા જાહેર નથી કરવામાં આવ્યા. જો કે, ભારતમાં વોલમાર્ટનો બેસ્ટ પ્રાઈસ-કેશ એન્ડ કેરી કારોબાર લગભગ 500 મિલિયન ડોલરનો છે. તો બીજી તરફ પોતાના ઈન્ટરનેશનલ સ્ટોર્સ માટે અત્યારના સમયમાં વોલમાર્ટ લગભગ 3 બિલિયન ડોલર ઉત્પાદનોની વસ્તુ ભારતીય કંપનીઓ પાસેથી ખરીદે છે.

તે સિવાય વોલમાર્ટ લગભગ 3 બિલિયન ડોલસ સુધી જેનેરિક દવાઓની ખરીદી પણ ભારતીય ફાર્મા કંપનીઓ પાસેથી કરે છે જે સમગ્ર વિશ્વમાં સપ્લાય કરે છે.

વોલમાર્ટ બનશે દેશની સૌથી મોટી મલ્ટી નેશનલ કંપની-

એક અંદાજ મુબજ, વોલમાર્ટ લગભગ 43,700 કરોડ રૂપિયાનો વેપાર ભારતમાં ફ્લિપકાર્ટની ડીલ પહેલા કરતી હતી. તો બીજી તરફ આ ડીલ પછી ફ્લિપકાર્ટ-મિન્ત્રા-ઈબે- જબોંગની 22,911 કરોડ રૂપિયાની કુલ રેવન્યુ પછી એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, વોલમાર્ટનો ભારતમાં કુલ વેપાર લગભગ 67,00 કરોડ સુધી પહોંચી શકે છે.

જો કે, ભારતમાં બીજી સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની રોસનેફ્ટ એસ્સાર ઓયલે ગત વર્ષે 2016-17માં 63,722 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. તો બીજી તરફ દેશની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની મારુતિ સુઝુકીએ આ દરમિયાન કુલ 70,418 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. તે જોતા વોલમાર્ટ દેશમાં સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની તો બની જશે અને તે પહેલા નંબર પર મારુતિ સૂઝુકીને બહુ જલ્દી ટક્કર આપશે અને નંબર વનની પોઝીશન હાંસિલ કરશે.

સાઉથ આફ્રિકાની નેસપર્સએ પણ વહેચી વોલમાર્ટમાં ભાગીદારી-

સાઉથ આફ્રિકાની ઈન્ટરનેટ અને એન્ટરટેઈનમેન્ટ કંપની નૈસપર્સએ પણ ફ્લિપકાર્ટમાં પોતાની કુલ 11.18 ટકા ભાગીદારી વોલમાર્ટને વહેંચી દીધી છે. નૈસપર્સે આ ડીલ 14,740 કરોડ રૂપિયામાં નક્કી કરી છે. નૈસપર્સએ ઓગ્સટ 2012માં ફ્લિપકાર્ટમાં રોકાણ કર્યુ હતું અને હવે પોતાની બધી ભાગીદારી વહેચ્યા પછી નૈસપર્સની કોશિશ પોતાની બેલેંસશીટને મજબૂત કરીને નવા ક્ષેત્રમાં વેપારને આગળ વધારવા માંગે છે.

આ ડીલ સાથે સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો-

-બંને કંપનીઓની વચ્ચે થયેલા આ કરાર લગભગ 1600 કરોડ ડોલરનો છે. વોલમાર્ટ ભારતીય ઈ-કોમર્સ કંપનીમાં લગભગ 77 ટકા ભાગીદારી ખરીદશે. આ ડીલ ડિસેમ્બર સુધીમાં પૂરી થશે.

– વોલમાર્ટની ડીલ પછી હવે ફ્લિપકાર્ટની બાકીની ભાગીદાકી માત્ર બિન્ની બંસલના નેતૃત્વમાં ચાલશે.

– ફ્લિપકાર્ટનાં બીજા ફાઉન્ડર સચિન બંસલે કંપનીમાં પોતાની પૂરી 5.5 ટકાની હિસ્સેદારી વહેચીને કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.

– ફ્લિપકાર્ટના 20 ટકા શેરધારકો જાપાનની સોફ્ટબેંક પણ વોલમાર્ટને પોતાના શરે વહેચીને કંપનીમાંથી નીકળી જશે.

– આ ડીલ પછી હવે ફ્લિપકાર્ટને કેપિટલ ગેન ટેક્સની પણ ચૂકવણી કરવી પડી શકે છે.

– ટાઈગર ગ્લોબલ અને અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફંડ એસેલ પાર્ટનર્સ પણ પોતાની હિસ્સેદારી વહેચશે.

– એમેઝોને પણ ફ્લિપકાર્ટમાં 60 ટકા હિસ્સેદારી ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વોલમાર્ટની ઓફરનો સ્વીકાર કર્યો.

– સૂત્રોના જણાવ્યા અુસાર, નૈસ્પર્સ લિમિટેડ. ચીની ટેંસેંટ હોલ્ડિંગ લિમિટેડ, ઈબે ઈંર અને માઈક્રોસોફ્ટ, ફ્લિપકાર્ટમાં જોડયલ રહેશે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી