ફક્ત ત્રણ વસ્તુના સમન્વયથી બનાવો આ હેલ્ધી ચૂરણ, ઘણા બધા ફાયદા છે…

રસોડાની બરણીમાં રહેલ આ ઔષધી, જે એક, બે નહિ, પણ સત્યાવીશ બીમારીને કરશે દૂર.

કહેવામાં આવે છે કે , ક્યારેક અમુક રોગ મોટા મોટા સર્જનો પાસે સર્જરી કરાવીને, ઓપરેશનો કરાવીને લાખો રૂપિયાનું પાણી કરવા છતાં પણ, જે રિજલ્ટ નથી મળતું તે રિજલ્ટ આપણને વનસ્પતિમાંથી બનેલી ઔષધિઓનો યોગ્ય પદ્ધતિથી ઉપચાર કરવામાં આવે તો આરામથી મોટી બીમારીને પણ મટાડી શકાય છે.


રસોડું એટલે દેશી ઉપચારનું ઘર. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારે છે.જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે. એવી ઘણી ઔષધિઓ છે, જે અપચાની તકલીફ સરળતાથી દૂર કરીને ચેતાતંત્રને સામાન્ય બનાવે છે, જેના હિસાબે આપણા શરીરમાં રહેલ ગ્રંથિઓને બરાબર કામ કરી શકે છે.


એવું પણ નથી કે આ ઔષધિઓનાં સેવનથી ખાલી બીમારી ને જ મટાડી શકાય છે. એના સેવનથી એમાં અમુક પ્રકારના જે તત્વો રહેલા છે એ આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન્સ જેવા ઘણાં પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. દાખલા તરીકે જોઈએ તો, અજમાનો છોડ. અજમાંના છોડમાં પોટેશિયમ ખુબ વધારે પ્રમાણમાં હોવાથી પેશાબને લગતા રોગમાં તે રાહત આપે છે.

ઔષધિઓમાંથી બનેલી દેશી દવા ઘણી રીતોએ લઈ શકાય છે. જેમ કે, ફાકી દ્વારા, ઉકાળો બનાવીને અથવા મલમ રૂપે પણ એ લઈ શકાય છે. પરંતુ આપણે જે રીતે ચૂર્ણ બનાવવાનું છે. તેની યોગ્ય રીત ચાલો સમજીએ.

બનાવવામાં સાવ સરળ રીત છે. આપણા જ રસોડાની બરણીમાં ભરેલી છે આ ઔષધિ. એ જ ઔષધીઓને લઈને તમે આસાનીથી ચૂર્ણ બનાવી શકો છે. મેથી, કાળી જીરી અને અજમાનાં જ ઉપયોગ વડે બનશે આ ચૂર્ણ. જે શરીર માટે ખૂબ લાભદાયી છે, તેમજ આ ચૂર્ણ તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકાય છે. છે ને તમારા રસોડાની બરણીમાં આ ઔષધી ?

ચૂર્ણ બનાવવાની રીત :

50 ગ્રામ મેથીના દાણા, 20 ગ્રામ અજમો અને 10 ગ્રામ કાળી જીરીને લઈ, ત્રણેયને દસેક મિનીટ શેકી લેવા. શેખી ગયાં બાદ આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ક્રશ કરીને પાઉડર બનાવવો. ત્યારબાદ, એ પાઉડર ને એક એર ટાઈટ બોટલમાં ભરી લેવો.

(નોંધ : જો વધૂ માત્રામાં એકસાથે ચૂર્ણ બનાવવું હોય તો ૨૫૦ ગ્રામ મેથીના દાણા, ૧૦૦ ગ્રામ અજમો અને ૫૦ ગ્રામ કાળી જીરીને લઈ શકાય છે. પણ માપની માત્રા તો આ મુજબ જ રાખવી.)

આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ નવશેકા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પી લેવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, અને એક ચમચીથી વધારે ન લેવું. ૩ મહિના સુધી નિયમિત રીતે આ ચૂર્ણનું સેવન કરવું.

આ ચૂર્ણનું સેવન શરીરની ચરબીમાં ઘટાડો કરે છે, તેમ જ તમારા લોહીની શુદ્ધિ કરે છે અને શરીરમાં રહેલી ગંદકી અને હાનીકારક તત્વો દુર થાય છે. જેનાથી આપણું શરીર અંદરથી જ સ્વચ્છ બને છે.

એક નજર કરીએ ચૂર્ણના ફાયદા ઉપર.

૧) હઠીલા વા કાયમને માટે નાબુદ થશે.

૨) હાડકાઓ મજબુત બનાવશે.

૩) કામ કરવાની કાર્યશક્તી સ્ફુર્તિદાયક બનાવશે.

૪) આંખોનું તેજ વધશે.

૫) વાળનો ગ્રોથ(વિકાસ)થશે.

૬) શરીરમાંથી કફ કાયમને માટે નાબુદ કરશે.

૭) શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગવંતુ બનાવશે.

૮) શરીરમાં રહેલા લોહીની નલીકાઓનું શુદ્દીકરણ કરશે.

૯) લોહીમાં રહેલ ગુણધમ જાળવશે.

૧૦) યાદશકિતમાં વધારો કરશે.

૧૧) કાનમાં રહેલ બહેરાશ દુર કરશે.

૧૨) મોટાપો જેમ કે, ચરબીને દૂર કરી શરીર સુડોળ બનાવશે.

૧૩) સ્ત્રીઓને જુવાનીમાં અને લગ્નતર જીવન બાદ થતી તકલીફોમાં રાહત અપાવશે.

૧૪) દાંતના રોગમાં કરશે રાહત..

૧૫) નપુંસક્તા દૂર કરશે.

૧૬) હદયનું વ્રકીગ કાર્યક્ષમ એટલે કે વેગવંતુ બનાવશે.

૧૭) ઘોડાની જેમ દોડતા કરશે.

૧૮) મેલેરીયા, કમળો, ટાઈફોઈડ, કૉલેરા, તાવ વિગેરે રોગો સામે પ્રતિકારક શકિત વધારશે.

૧૯) ભુતકાળમાં લીધેલ એલોપેથી દવાઓ તથા ભવિષ્યમાં લેવાની થાય તેવી એલોપેથી દવાની આડ અસર માંથી મુકતી અપાવશે.

૨૦) શરીરમાં પાણી દ્દારા ,હવા દ્દારા ,તાપમાન દ્દારા કે ઋતુઓ બદલાતા થતા રોગોમાંથી કાયમને માટે મુકિત અપાવશે.

૨૧)જુના કબજિયાત રોગોમાંથી મુકિત અપાવશે.

૨૨) બી.પીની તકલીફ તથા કોલેસ્ટ્રોલ કરશે દૂર.

૨૩) ચેહરા પર થતાં ખીલમાંથી મુકિત અપાવશે.

૨૪) શરીરમાં નવચેતન ભરશે, સાથે આયુષ્ય લાંબુ વધશે.

૨૫ )પાચનશક્તિ વધારશે, અપચાની તકલીફ કરશે દૂર.

૨૬) વ્યસન જેવાકે ગુટખા , પણ મસાલામાંથી મુકતી અપાવશે.

૨૭ ) મેલેરિયા, કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવા રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ પ્રયોગો પ્રથમ નજરે સામાન્ય લાગશે, પણ તેના નિયમિત લાંબાગાળાના સેવનથી શરીરને જળોની જેમ વળગી પડેલાં અનેક દર્દો ચોક્કસપણે નાબૂદ થશે. એમાં કોઈ શંકા નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ અગત્યની માહિતી તમારા દરેક મિત્ર સાથે..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ