આમ તો ભૂતો અને આત્માઓ સાથે જોડાયેલ ઘણી વાતોને આપણે બકવાસ માનીને નકારી કાઢીએ છીએ આમ છતા વિશ્વમાં ભાગ્યે જ કોઈ એ વો વિસ્તાર હશે જ્યાં તમને ભૂત-પ્રેત સાથે જોડાયેલ કોઈને કોઈ વાર સાંભળવા મળી ન હોય. હવે જ્યારે ધરતી પરનાં સ્વર્ગ કહેવાતા કાશ્મીરની વાત કરીએ તો સ્વર્ગ માત્ર આપણને જ નહિં પણ પ્રેતઆત્માઓ નું પણ ફેવરિટ સ્થળ હોય તેવું લાગી રહ્યુ છે.અહીં કાશ્મીરનિુ વાદીઓ માં જિન્ન અને ભૂતપ્રેતની ઘણી વાતો જાણીતી છે.હવે તેમાં કેટલું સાચું અને કેટલું ખોટું તે તો સમય જ જણાવશે પણ અમુક જાણીતી ભૂતપ્રેતની ઘટનાઓ જાણીને તમારા રુંવાડા જરૂરથી ઉભા થઈ જશે.
કુનન અને પોશપારા બે શાપિત ગામ : કાશ્મીરનાં કુંપવાડા જિલ્લાનાં કુનન અને પોશપારા નામક બે ગામ છે. આ બન્ને ગામની કહાની વધારે પડતી બિહામણી છે.અહી ગામની અંદર બે સ્ત્રીઓ નો આત્મા જોવા મળે છે.સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર ૧૯૯૧ ની સાલમાં અહી અનેક મહિલાઓ નો સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.જેમાં શામેલ બે સ્ત્રીઓ નો આત્મા આજપણ અહી પ્રેતનાં રૂપે ભટકતો રહે છે.આ કારણે જ ઘણા પરિવારો પણ ગામ છોડી ચૂક્યા છે.
ખૂની નાળું અને કાળી સાડીમાં મહિલા : આ જગ્યાનું તો નામ જ બિહામણું છે અને અહી ઘટતી ઘટના પણ તેટલી જ બિહામણી છે.જમ્મૂ કાશ્મીર રાજમાર્ગ પર બનિહાલ સુરંગ અંદરથી પસાર થતા પહેલા જ એક વળાંક આવે છે.જેને ખૂની નાળા તરીકે ઓ ળખવામાં આવે છે.આ જગ્યાને ઘણા રોડ અકસ્માતનાં કારણે આ નામ મળ્યું છે.આ સ્થળ ખૂબ જ ગમખ્વાર એ ક્સિડેન્ટ માટે જાણીતી છે.અમુક લોકો માને છે કે અહી તીવ્ર વળાંક હોવાનાં કારણે અકસ્માત થાય છે.જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે અહી વળાંક પાસે જ કાળા રંગની સાડી પહેરેલી એ ક મહિલા હાથમાં બાળકને તેડીની રસ્તા વચ્ચે ઉભેલી જોવા મળે છે.આ ડરામણી મહિલા આવતા-જતા વાહનો પાસે લિફ્ટ માગે છે અને જે તેની ઉપેક્ષા કરે છે તેમનો અકસ્માત થઈ જાય છે.