કાશ્મીર ફક્ત આપણને જ પસંદ આવે છે એવું નથી, ભૂતોની પણ મનપસંદ જગ્યા છે…

આમ તો ભૂતો અને આત્માઓ સાથે જોડાયેલ ઘણી વાતોને આપણે બકવાસ માનીને નકારી કાઢીએ છીએ આમ છતા વિશ્વમાં ભાગ્યે જ કોઈ એ વો વિસ્તાર હશે જ્યાં તમને ભૂત-પ્રેત સાથે જોડાયેલ કોઈને કોઈ વાર સાંભળવા મળી ન હોય. હવે જ્યારે ધરતી પરનાં સ્વર્ગ કહેવાતા કાશ્મીરની વાત કરીએ તો સ્વર્ગ માત્ર આપણને જ નહિં પણ પ્રેતઆત્માઓ નું પણ ફેવરિટ સ્થળ હોય તેવું લાગી રહ્યુ છે.અહીં કાશ્મીરનિુ વાદીઓ માં જિન્ન અને ભૂતપ્રેતની ઘણી વાતો જાણીતી છે.હવે તેમાં કેટલું સાચું અને કેટલું ખોટું તે તો સમય જ જણાવશે પણ અમુક જાણીતી ભૂતપ્રેતની ઘટનાઓ જાણીને તમારા રુંવાડા જરૂરથી ઉભા થઈ જશે.માત્ર કાનોકાન સંભળાતી વાતો : ઘણી વાતોની વચ્ચે કાશ્મીરમાં ભૂતો સાથે જોડાયેલી પ્રસિદ્ધ વાતો છે તેમાં અબ્દુલ્લાનું ભૂત પણ શામેલ છે તો ઉધમપુર આર્મી ક્વાર્ટરની આજુબાજુ પણ ભૂતનો પરચો મળ્યાની વાતો પ્રખ્યાત છે.આ સિવાય ખૂની નાળું,ગવક્કલ બ્રિજ એ વી જગ્યાઓ છે જ્યાં જતા તમામ કાશ્મીરી ભયની લાગણી અનુભવે છે.આ ભૂતોની વાતો વાંચીને તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે.ઉધમપુર આર્મી ક્વાર્ટર અને તે પ્રકાશ : કહેવાય છે કે શ્રીનગર આર્મી ક્વાર્ટરમાં આત્માઓ નો વાસ છે.આ જગ્યા પ્રેતબાધા માટે ઘણી પ્રખ્યાત છે.અહી ઘણા માણસોએ અનુભવ્યું છે કે કોઈ ઓ ચિંતી બિહામણી એ ક ઝલક આપીને ગાયબ થઈ જાય છે.અહી આસપાસનાં તમામ લોકોનો દાવો છે કે રાત્રીનાં ૧-૩ વાગ્યાની વચ્ચે ભૂત જેવા અનેક પારદર્શી પડછાયા જોવા મળે છે અને પછી તે અજાયબ અને બિહામણી વસ્તુ પ્રકાશીત હોવા સાથે અવાજ કરતી આકાશમાં ઉડી જાય છે.સ્થાનિક લોકોનું માનવું છે કે આ પીશાચોની આત્મા છે.ગવક્કલ બ્રિજ અને અવાજ : કાશ્મીર વેલીમાં આવેલો ગવક્કલ બ્રિજ પણ એ ક ભૂતિયા સ્થળ હોવાનું માનવામાં આવે છે.એ મ પણ માનવામાં આવે છે મે આ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં માણસો માર્યા ગયા છે.જ્યાર બાદ આ જગ્યામાં ભૂતપ્રેત હોવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે.અચાનક જ પૂલ પર કેટલાક ચહેરાઓ દેખાય છે અને અવાજો સંભળાય છે.લોકો માને છે કે તે અતૃપ્ત આત્માઓ છે જે અહી મૃત્યુ પામ્યા હતા.જોકે,વિજ્ઞાનનાં મતાનુસાર આત્મા અને ભૂતપ્રેત જેવું કશું જ નથી.અબ્દુલ્લાનું ભૂત અને ઉડતા પગરખા : શ્રીનગરનાં એ ક ઘરની અંદર લોકોએ હકીકતમાં એ ક જિન્ન હોવાની વાત કહી છે.આ ઘટનાઓ ને નજરો નજર જોનાર એ ક માણસે જણાવ્યુ કે,આજ સુધી જે પણ તે ઘરની અંદર ગયું છે તેના પગરખા થોડીવારની અંદર ઘરમાંથી બહારની બાજુ ઘા થઈ જાય છે અને ત્યાર પછી અંદરથી બિહામણા અવાજ આવે છે.બસ ત્યારપછી અંદર ગયેલા વ્યકિતઓ નો કોઈ અતોપતો મળતો નથી.તેમણે જણાવ્યું કે હું આવી વાતો પર ભરોસો કરતો નહોતો પણ જ્યારે મેં મારી સગી આંખે આ ઘટના જોઈ પછી હું પણ કંઈક હોવાનું માનવા લાગ્યો છું.અહી એ વું માનવામાં આવે છે કે આ પ્રેતબાધિત ઘરની અંદર જનાર જો કોઈ વ્યકિત પરત બહાર આવે તો કોઈને કોઈ પ્રકારની ગંભીર બિમારીથી ગ્રસ્ત થઈ જાય છે.
કુનન અને પોશપારા બે શાપિત ગામ : કાશ્મીરનાં કુંપવાડા જિલ્લાનાં કુનન અને પોશપારા નામક બે ગામ છે. આ બન્ને ગામની કહાની વધારે પડતી બિહામણી છે.અહી ગામની અંદર બે સ્ત્રીઓ નો આત્મા જોવા મળે છે.સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર ૧૯૯૧ ની સાલમાં અહી અનેક મહિલાઓ નો સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.જેમાં શામેલ બે સ્ત્રીઓ નો આત્મા આજપણ અહી પ્રેતનાં રૂપે ભટકતો રહે છે.આ કારણે જ ઘણા પરિવારો પણ ગામ છોડી ચૂક્યા છે.ભૂતિયા ઝાડ અને અમાસની રાત : શ્રીનગરથી ગુરેજ જવાના રસ્તા પર એ ક વિચિત્ર પ્રકારનું ઝાડ જોવા મળશે.આ ઝાડ પર પ્રેતોનો વાસ હોવાનું કહેવાય છે.અહી આસપાસનાં વિસ્તારનાં લોકો જણાવે છે કે અમાસની રાત્રે આ ઝાડની આજુબાજુમાં અનેક વિચિત્ર ઘટનાઓ ઘટે છે.જે પણ વ્યકિત આ ઝાડની નજીક જાય છે.તેના પર ખરાબ પ્રતાત્માનો પડછાયો પડી જાય છે અને બાદમાં તે વ્યકિત તેમની જાળમાં ફસાય જાય છે.
ખૂની નાળું અને કાળી સાડીમાં મહિલા : આ જગ્યાનું તો નામ જ બિહામણું છે અને અહી ઘટતી ઘટના પણ તેટલી જ બિહામણી છે.જમ્મૂ કાશ્મીર રાજમાર્ગ પર બનિહાલ સુરંગ અંદરથી પસાર થતા પહેલા જ એક વળાંક આવે છે.જેને ખૂની નાળા તરીકે ઓ ળખવામાં આવે છે.આ જગ્યાને ઘણા રોડ અકસ્માતનાં કારણે આ નામ મળ્યું છે.આ સ્થળ ખૂબ જ ગમખ્વાર એ ક્સિડેન્ટ માટે જાણીતી છે.અમુક લોકો માને છે કે અહી તીવ્ર વળાંક હોવાનાં કારણે અકસ્માત થાય છે.જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે અહી વળાંક પાસે જ કાળા રંગની સાડી પહેરેલી એ ક મહિલા હાથમાં બાળકને તેડીની રસ્તા વચ્ચે ઉભેલી જોવા મળે છે.આ ડરામણી મહિલા આવતા-જતા વાહનો પાસે લિફ્ટ માગે છે અને જે તેની ઉપેક્ષા કરે છે તેમનો અકસ્માત થઈ જાય છે.