ફક્ત 90 દિવસ અને બની જશો કરોડપતિ… આજથી જ અપનાવી જુઓ…

ભગવાન કુબેર ધનના દેવતા છે. પૃથ્વીલોક પરની સમસ્ત સંપત્તિના એકમાત્ર સ્વામી ભગવાન કુબેર છે. કુબેર ભગવાન શિવજીના પ્રિય ભક્ત પણ છે. ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની આરાધના જેટલી જરૂરી છે તેટલા જ આવશ્યક છે ભગવાન કુબેરને ભજવા. જો ભગવાન કુબેરના આશીર્વાદ ન મળે તો વ્યક્તિ ક્યારેય ધનવાન બની શકતો નથી. ધન અધિપતિ દેવતાને મંત્ર સાધના કરીને પણ પ્રસન્ન કરી શકાય છે.


ભગવાન કુબેર વિશે અનેક કથાઓ પ્રચલિત છે જેમાંથી એક અનુસાર કુબેર ભગવાને એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું. આ વરદાન હતું અમરત્વનું અને સંસારનાં તમામ ઐશ્વર્યનાં ખજાનચી બનવાનું. સાથે જ બ્રહ્માજીએ તેમને જેમનાં ભાગ્યમાં હોય તેમને ધનવાન બનાવી શકવાની સત્તા પણ સોંપી.

વ્યક્તિને ધનવાન બનાવી શકવાની સત્તા ધરાવતાં કુબેર દેવને મંત્ર સાધનાથી પ્રસન્ન કરી શકાય છે. જેના પર ભગવાન કુબેર પ્રસન્ન થાય છે તેના જીવનમાં ધન-વૈભવની કોઈ ખામી રહેતી નથી. આમ તો તમે અનેક કુબેર મંત્ર વિશે સાંભળ્યું હશે પરંતુ આજે જે મંત્ર વિશે તમે જાણશો તે રોડપતિને પણ કરોડપતિ બનાવી શકવાની શક્તિ ધરાવે છે. આ મંત્રનો જાપ સ્પષ્ટ ઉચ્ચારણ અને વિધિપૂર્વક કરવામાં આવે તો વ્યક્તિ અચૂક ધનવાન બને છે. આ કુબેર મંત્રનો જાપ દક્ષિણ દિશા તરફ મુખ રહે તેવી રીતે કરવો.

કુબેર મંત્ર

ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये

धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥


કુબેર ભગવાનને પ્રસન્ન કરતો આ ચમત્કારી મંત્ર છે. માન્યતા છે કે આ મંત્રની એક માળા એટલે કે 108 જાપ સતત 90 દિવસ સુધી કરવામાં આવે તો વ્યક્તિ અપાર ધન-વૈભવનો માલિક બને છે. તો જો તમારા જીવનમાં પણ હોય ધનની ખામી તો આ ઉપાય અજમાવી બદલી દો તમારી કિસ્મત.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અનેક માહિતી માટે અને ઉપયોગી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ