5 વાસ્તુ ટીપ્સ છે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી, પહેલા ક્યારેય ટ્રાય નહીં કરી હોય તમે

નમસ્તે મિત્રો આજે આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર લોકોની તંદુરસ્તી ટકાવી રાખવા વિશેની ચર્ચા કરીશું. જો તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ છે તો તમે તમારું દરેક સ્વપ્ન સાકાર કરી શકો છો. બીજી તરફ, જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા ઘણાં સરળ ઉપાયો આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. કેટલીકવાર આપણી નાની ભૂલોને લીધે ઘરમાં વાસ્તુ ખામી સર્જાય છે.

image socure

જે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જે ઘરમાં લોકો વારંવાર બીમાર રહે છે, તેઓએ તેમના ઘરની વાસ્તુ ખામી જોવી જોઇએ. માંદગીને લીધે, આપણું સ્વાસ્થ્ય તો બગડે જ છે. ઉપરાંત, તેમાં પૈસા અને સમય બંનેનો ખર્ચ થાય છે. તેનાથી આર્થિક અને માનસિક સમસ્યાઓ પણ થાય છે. આજે અમે તમને એવી પાંચ વાસ્તુ ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવામાં સફળ થઈ શકો, આ ઉપાય નીચે મુજબ છે.

જૂની તેમજ નકામી ચીજવસ્તુઓ :

image socure

વાસ્તુ અનુસાર, ક્યારેય તમારા બેડરૂમમાં જૂની અને નકામી ચીજોનો સંગ્રહ ન કરો, કારણ કે આ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવશે. જેના કારણે વાયરસ અથવા બેક્ટેરિયાથી થતા રોગો ઊભા થાય છે. જે તમારા માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

અરીસો :

image soucre

આ ઉપરાંત બેડરૂમ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ નહીં. બેડરૂમમાં બેડની સામે એક અરીસો હોવો જોઈએ નહીં. આને કારણે વ્યક્તિની તબિયત ખરાબ રહી શકે છે. માનસિક મુશ્કેલીઓથી દૂર રહેવા માટે, વ્યક્તિએ ક્યારેય બીમની નીચે ણ સૂવું જોઈએ અને ભગવાનની તસવીરને બેડરૂમમાં ન મૂકવી જોઈએ.

ઘરની આગળ ગંદકી :

image socure

જો ઘરના મુખ્ય દરવાજાની આગળ ખાડો અથવા કાદવ હોય તો પરિવારને માનસિક બીમારી અથવા તાણ આવે છે. તે ખાડાને માટીથી ભરો. આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા સામે ગંદકી ના રાખવી જોઈએ.

જમતી વખતે :

image socure

જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. જે પાચનની સમસ્યા દૂર કરી પાચનમાં સુધારો કરે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સ્વસ્તિક :

image socure

જો ઘરની આગળ કોઈ મોટું વૃક્ષ અથવા આધારસ્તંભ હોય અને જેની છાયા ઘર પર પડે છે, તો આ વાસ્તુ ખામીને દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક નિશાની બનાવો.

દિશા :

image source

દરરોજ ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ રંગના બલ્બ અથવા લાલ રંગની મીણબત્તી પ્રગટાવવાથી, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.આમ આવી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર અનેક ઉપાયો કરી શકાય છે.જેના દ્વારા આપણાં જીવનમાં આવેલી તમામ મુશકેલીઓ થી છુટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong