આ મહિલાએ બાળકને જન્મ આપવામાં 5G કરતાં પણ વધારે સ્પીડ પકડી, 15 મિનીટમાં જ થયો બાળકનો જન્મ

હાલમાં એક અજીબો ગરીબ મામલો સામે આવી રહ્યો છે. આ ઘટના છે ઈન્ડોનેશિયાની. અહીં એક મહિલાએ ખુબ જ આશ્ચર્યજનક અને વિચિત્ર દાવો કર્યો છે. આ મહિલાનાં કહ્યાં પ્રમાણે, તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. તાજેતરમાં સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં આ મહિલાએ કહ્યું હતુ કે, તેણે કોઈ પણ પુરુષ સાથે આ પ્રકારે કોઈ સંબંધ રાખ્યો જ નથી .આ મહિલાની ઓળખ 25 વર્ષીય સીતી તરીકે થઈ છે. મહિલાએ છૂટાછેડા લીધેલા છે અને તે એક બાળકની માતા પણ છે. તેણી કહે છે કે તે અચાનક જ તે સુતા સુતા જ ગર્ભવતી થઈ ગઈ છે. સાંભળતાં જ મહિલાનો આ દાવો ખુબ જ આશ્ચર્યજનક પમાડનાર લાગે છે.

image source

મહિલા આખી વાત વિગતવાર કરતાં જણાવે છે કે, તેણે બપોરે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ મહિલા તેના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. આ દરમિયાન જ તેને અચાનક લાગ્યું કે તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે. જે અનુભવ તેને પણ ખુબ જ ચોંકાવનારો લાગ્યો.

image source

આ ઘટનાના લગભગ 15 મિનિટ પછી જ તેને પેટમાં ખુબ જ દુખાવો થવા લાગ્યો હતો. તેનું પેટ પણ મોટું થવા લાગ્યું. આવી વિચિત્ર ઘટના જોતાં મહિલા તરત જ નજીકની હોસ્પિટલમાં દોડી ગઈ હતી, વાત માત્ર અહી જ પૂર્ણ નથી થતી, હોસ્પિટલમાં જઈને તરત જ આ મહિલા ત્યાં એક સ્વસ્થ બાળકીને જન્મ આપે છે.

image source

હાલમાં આ મહિલા સાથે બનેલી આવી વિચિત્ર ઘટના ચારે તરફ ચર્ચાઈ રહી છે. આ અનોખી વાર્તા વાયરલ ખુબ વાઇરલ થઈ રહી છે. આ બાબતે ત્યાંના સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના વડા ઘટનાની જાણકારી મેળવવા મહિલા પાસે પહોંચ્યા હતાં. તેમણે આ મહિલા સાથે કરેલી પૂછપરછમાં ખુલાસો થયો કે મહિલા પરિણીત હતી, પરંતુ તે તેના પતિથી અલગ રહે છે અને તેની પાસે પહેલેથી જ એક બાળકી છે.

image source

વધારે માહિતી આપતાં કોમ્યુનિટી ક્લિનિકના વડા ઇમાન સુલેમેને કહે છે કે, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માતા અને બાળક સ્વસ્થ છે અને સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન પણ 2.9 કિલો જેટલું નોધાયું છે.

image source

ઇમાન સુલેમાનના મતે, આ ‘ગુપ્ત ગર્ભાવસ્થા’ નો કેસ લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થા પણ નથી થતી. જો કે, વહીવટી તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલાના અગાઉના લગ્ન સહિતના તમામ પાસાઓની હવે તપાસ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ