જલ્સા કરોને જેંતીલાલ

5 ડોરવાળી મહિન્દ્રા થાર માટે ચાહકોમાં ઉત્સુકતા, જાણો આ વૈભવી એસયુવી કાર વિશે

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ન્યુ જનરેશન મહિન્દ્રા થાર ઓફ રોડર એસયુવી લોન્ચ કરી હતી. લોન્ચિંગ દરમિયાન એવી એટકળોએ પણ જોર પકડ્યું હતું કે નવી થારનું 5 ડોર વર્ઝન પણ લોન્ચ થઈ શકશે. હવે મહિન્દ્રાના કાર પ્રેમીઓ માટે ખુશખબર છે. કંપનીએ સત્તાવાર રીતે એ વાતને સમર્થન આપ્યું છે કે બહુચર્ચિત 5 ડોર થાર એસયુવી પાઈપલાઈનમાં છે અને કંપની તેને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરશે. આ સાથે જ મહિન્દ્રાએ પોતાની રણનીતિ બદલી છે અને ભારતીય બજારમાં પોતાની સફળ એવી એસયુવી થારનું 5 ડોર વર્ઝન લાવી રહી છે.

કંપની 9 નવા મોડલ કરશે લોન્ચ

image source

મહિન્દ્રાએ તાજેતરમાં જ એક ઓનલાઇન મીડિયા બ્રિફિંગમાં નાણાકીય વરસજ 2021 માટે કંપનીના ચોથી તિમાહીના પરિણામો જાહેર કર્યા. આ બ્રિફિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તે 5 ડોર થારને 2023 – 2026 સુધીમાં લાવશે. એ સિવાય મહિન્દ્રાએ જણાવ્યું કે કંપની વર્ષ 2026 સુધી 9 નવા મોડલ રજૂ કરશે. આ નવા મોડલ્સમાં એક ઓલ ન્યુ બોલેરો એસયુવી પણ હશે. જેને 2023 – 2026 ની સમાન અવધિ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. અહીં નોંધનીય બાબત એ છે કે કંપનીએ હજુ સુધી બન્ને મોડલોની લોન્ચિંગની તારીખ વિશે નથી જણાવ્યું.

આ નવી ગાડીઓ પણ આવી રહી છે

image source

આ બંને યુએસવી સિવાય મહિન્દ્રાની લાઈનઅપમાં Born EV પ્લેટફોર્મ પર આધારિત અનેક ઇલેક્ટ્રિક વાહનો પણ લોન્ચ કરશે. એ સિવાય ન્યુ જનરેશન XUV300 એસયુવી અને W620 અને V201 કોડનેમ ધરાવતા બે અન્ય મોડલ પણ લોન્ચ કરવામાં આવશે. એ ઉપરાંત કંપનીએ XUV700 ની લોન્ચિંગ 2021 માં થશે એ પહેલાં જ નક્કી કરી નાખ્યું છે. ત્યારબાદ 2022 સુધી નવી સ્કોર્પિયો લોન્ચ કરવામાં આવશે.

શા માટે મહિન્દ્રા લાવી રહી છે 5 ડોર થાર

image source

ભારતીય બજારમાં જે રીતે ન્યુ જનરેશન થાર ના 3 ડોર વરઝનનું વેંચાણ થઈ રહ્યું છે તેનાથી એ અંદાજ લગાવી શકાય કે જો મહિન્દ્રા 5 ડોર થાર ભારતીય બજારમાં લાવે તો તેને સારી એવી સફળતા મળી શકે. સાથે જ તેની ઓફ રોડિંગ કેપેબિલિટીમાં પણ વધારો થશે. અને બીજી રો માં સીટ હોવાથી તે આકારમાં પણ મોટી થઈ જશે અને ફૂટ સ્પેસની જગ્યા પણ વધી જશે. સાથે જ તેમાં રેગ્યુલર થારની સરખામણીએ લાંબા વહીલબેસ અને રિડીઝાઇન બોડી મળી શકે છે. એવી આશા છે કે 5 ડોર વર્ઝનમાં હાર્ડટોપ સ્ટાન્ડર્ડ મળશે. જો કે અત્યારે તેની ડિટેલ વિશે ચર્ચા કરવી ઉતાવળ ગણાશે.

5 ડોરમાં શું ફાયદો થશે

image source

5 ડોર થારમાં વધારાના દરવાજાઓ અને વધુ કેબીન સ્પેસ સિવાય બાકી બધું મહિન્દ્રા થાર 3 ડોર વર્ઝન જેમ જ હશે. જો કે તેમાં હાલના મોડલમાં આપવામાં આવતા ફીચર્સ કરતા વધુ ફીચર્સ હશે. અત્યારે થાર 4 સીટર છે, અને એડવેન્ચર લવર જ તેને વધુ પસંદ કરે છે. અને થારના ગ્રાહકો પણ તેઓ જ છે જેની પાસે પહેલાથી જ એક કાર છે. 3 ડોર વર્ઝનમાં પાછળની બાજુએ બેસવા માટે આગળની તરફની સીટ નમાવવી પડે છે થારમાં બુટ સ્પેસની જગ્યામાં ભારે ઉણપ વર્તાય છે. 5 ડોર થાર મોટી હશે અને તેમાં એક આરામદાયક યાત્રાનો અનુભવ મળશે.

એન્જીન

image source

મિકેનિકલ સ્પેશિફિકેશનની વાત કરીએ તો તેમાં હાલના મોડલમાં આપવામાં આવતું એન્જીન મળી શકે છે. 3 ડોર થારમાં 2.0 લિટરનું T-GDi mStallion ટર્બો પેટ્રોલ એન્જીન મળે છે જે 152 bhp નો પાવર અને 320 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 2.2 લીટર mHawk ડીઝલ એન્જીન 132 bhp નો પાવર અને 300 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પની વાત કરીએ તો તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગેઅરબોક્સ અને 6 સ્પીડ ઓટોમેટિક ગેઅરબોક્સ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version