આ પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો બદલતી ઋતુમાં પણ તમારી ત્વચા સુંદર અને કોમળ રહેશે…

આજકાલ વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. બપોરના સમયે સૂર્યનારાયણ કોપાયમાન હોય છે તો વળી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં થતાં આવા ફેરફારની અસર આપણી દિનચર્યા ઉપરાંત આપણાં શરીર પર પણ પડે છે. તેમાં પણ સૌથી વધારે અસર આપણી ત્વચા અને વાળ પર થતી હોય છે.
વાતાવરણમાં જ્યારે ગરમી અને ઠંડી એમ ફેરફાર થાય ત્યારે ત્વચાનું કુદરતી મોઈશ્ચર લુપ્ત થઈ જાય છે. આવામાં ત્વચામાં ખંજવાળ આવવી, બળતરા થવી, ત્વચા ફાટી જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી હાલતમાં શું કરવું જોઈએ આજે તમે પણ જાણી લો અને શરૂ કરી દો ત્વચાની માવજત કરવાનું કામ.

 ત્વચા રૂક્ષ થઈ ગઈ હોય તો તેને કોમળ બનાવવા માટે જૈતુન કે પછી નાળિયેરના તેલથી માલિશ કરવી. માલિશ કરવાથી લાભ થાય છે. જો તમારી ત્વચા તૈલીય હોય તો માલિશ માટે મસાજ ક્રિમનો ઉપયોગ પણ કરી શકો છો.

મિશ્ર ઋતુ ચાલતી હોય ત્યારે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તે પણ જરૂરી છે.શરીરમાં પાણી ઘટી જાય ત્યારે પણ ત્વચા રૂક્ષ થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવા જોઈએ. જો તમારું વજન વધારે હોય તો હુંફાળુ પાણી પીવાની ટેવ પાડો તેનાથી વજન પણ ઘટે છે.

જો ખરતાં વાળનું પ્રમાણ આવા સમયમાં વધી ગયું હોય તો નિયમિત રીતે વાળમાં તેલ માલિશ શરૂ કરો. ઘણા લોકોને આદત હોય છે કે એકવાર તેલ માલિશ કરે પછી વાળમાં તેલ 2,3 દિવસ રાખે છે અને પછી તેને ધોવે છે. પરંતુ આમ ક્યારેય ન કરવું જોઈએ. તેલવાળા વાળમાં ધૂળ ઝડપથી લાગે છે. આ સમસ્યા માટે આદર્શ સ્થિતી એ છે કે રાત્રે વાળમાં તેલ માલિશ કરવી અને સવારે વાળને સારી રીતે ધોઈ લેવા.

આવા વાતાવરણમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું. ખોરાકમાં પૌષ્ટિક આહારનું પ્રમાણ વધારવું. ફાસ્ટફુડ અને તીખા-તળેલા ખોરાકનું સેવન ન કરવું. અંકુરિત કઠોળ અને ફળનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી લાભ થાશે.ગરમીની શરૂઆત થવાની સાથે જ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ પણ શરૂ કરી દેવો. તડકામાં નીકળવાનું હોય તેની થોડી મિનિટો પહેલા સનસ્ક્રીન લોશન લગાવી લેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર તો રાહ કોની જુઓ છો અત્યારે જ લાઇક કરો.

ટીપ્પણી