પાંચ નાની નાની વાર્તાઓ મને તો પાંચમી વાર્તા ખુબ ગમી અને તમને???

(૧) કમીટમેન્ટ

માર્ચની છેલ્લી રાતે મોડેથી પ્રફુલ કમીટમેન્ટ ફૂલો લઈને આવ્યો.

આવીને સીધા જ નિયતિના હાથમાં આપતા બોલ્યો “ભૂલ્યા વગર તું આને ફ્લાવરવાઝમાં ગોઠવી દે જે” નિયતિએ પૂછ્યું

“પ્રફુલ પહેલા કમીટમેન્ટ ફૂલોની જેમ આ પણ કરમાઈ તો નહી જાયને ?”
અરે હોતું હશે ગાંડી ! “બિલકુલ નહી” આ વખતે તો દરેક કમીટમેન્ટમાં બહુ જ કાળજી લીધી છે. એકદમ તાજા જ રહેશે એટલું કહી એ સુઈ ગયો.

નિયતિએ સવારે જોયું તો બધા જ કમીટમેન્ટ ફૂલો કરમાઈ ગયા હતા!

પ્રફુલ નામે એક ફૂલ હતું એ પણ ગાયબ હતું. પેહલાની જેમ જ !

નિયતિ નિસાસા સાથે મનોમન બોલી “કદાચ આ જ ફૂલોને ‘એપ્રિલ ફૂલ’ કહેતા હશે ?”

નરેન કે સોનાર ‘પંખી’

(૨) સત્યનું મુખ

પહેલી એપ્રિલની સવારે સવારે ચાલતા જતા નિલયને એક વડીલ મળ્યા.

વડીલને જોઈ નિલય એમને માન આપી ઉભો રહ્યો

વડીલે પૂછ્યું “તું કિશનનો જ દીકરોને ?”

“હા” …નિલયે કહ્યું

“બહુ ભલો માણસ હતો તારો બાપ !.અમારી બહુ જૂની ભાઈબંધી.”
વડીલે નિલયના માથે હાથ ફેરવ્યો અને ચાલતા થયા.

વડીલને નમસ્કાર કરી એ પણ ચાલતો થયો.

ચાલતા ચાલતા મંદ મંદ હસતો નિલય મનોમન ગર્વ અનુભવતો હતો કે :

“ખરેખર પપ્પા બહુ જ ભલા હતા. “

બધી જ ખબર કઈ થોડી એપ્રિલ ફૂલ હોય !

એક પ્રચલિત સંસ્કૃત ઉક્તિને પોતાની રીતે બદલતા નિલય મનોમન બબડ્યો “સત્યનું મુખ હમેશા એપ્રિલના ફૂલોથી ઢંકાયેલુ હોય છે”

નરેન કે સોનાર ‘પંખી’

(૩) અસમંજસ

માર્ચ એન્ડીંગના દિવસની સવારે પ્રશાંતે સાદગીને પ્રપોઝ કર્યું

પણ સાદગી કશું બોલી નહી. નામ એવા જ ગુણ ચુપચાપ ત્યાંથી ચાલી ગઈ.
ત્યાર પછી બહુ વિચારીને સાદગીએ પ્રશાંતની પ્રપોઝલ સ્વીકારવાનું નક્કી કર્યું.

એ જ સાંજે એ એની ઓફીસ પહોંચી ગઈ.

પણ માર્ચ એન્ડીંગ હોવાથી એ વ્યસ્ત હતો.
સાદગીએ ઈશારાથી પ્રશાંતને જણાવ્યું કે વોટ્સએપ કરશે. કાલે જોઈ લેજે.

પણ હિસાબોની પતાવટમાં ૧લી એપ્રિલની સવારે એ મેસેજ જોવાનું ભૂલી ગયો.

૧લી એપ્રિલની રાતે સાદગીનો હકાર વાચી પ્રશાંત અસમંજસમાં પડ્યો

એ મનોમન વિચારતો રહ્યો આને શું માનવું સત્ય કે પછી એપ્રિલ ફૂલ ?

નરેન કે સોનાર ‘પંખી’

(૪) ધ્રુવનો તારો

ધ્રુવે મોટર બાઈકને કિક મારી, એક્સીલેટર રેઝ કર્યું ને હીરોની સ્ટાઈલમાં નીકળી પડ્યો. ફૂલ સ્પીડે ભાગતી બાઈક સાથે હાઈવેને ટચ કરી ચુક્યો હતો. રસ્તામાં જ ચાલુ બાઈકે એને કોઈ કામ યાદ આવતા એક હાથે સ્ટીયરીંગ પકડી ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને નંબર ડાયલ કર્યો…….
પંદર વીસ મિનીટ પછી…કોઈકે એના માટે ૧૦૮ તાત્કાલિક સારવારને ડાયલ કરે છે …સારવાર કેન્દ્ર પહોચતા પહોચતા જ ધ્રુવનો તારો જીવના કાશમાંથી ખરી પડ્યો.

જ્યાં એ ખરી પડ્યો હતો એ રસ્તાની બાજુ પર હોર્ડિંગ પર લખેલું હતું. વાહન હાંકતી વખતે વાહન જ હાંકો …”

નરેન કે સોનાર ‘પંખી’

(૫) વુમન્સ ડે

“ક્યોરે નટુ આજ સવેરે સવેરે ??

બીવીને ધક્કેમારકે ખદેડ દિયા ક્યાં ?”નુક્કડ પર ઘરાકની શોધમાં ઉભેલી બરખા નટુને ટોકતા બોલી’

“નહી વો વોટ્સએપપે મેસેજ આઈલાકી કી આજ મૌનીબાઈકે કોઠે પે….વો ક્યાં બોલતે ?…હા વુમન્સ ડે કુછ ઐસા જ લિખેલા !

હા યાદ આયા ! વુમન્સ ડે પર ૫૦ % ડિસ્કાઉન્ટ હૈ!
તો બસ ઇસ લિયે!….

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

તમને કઈ વાર્તા વધુ ગમી કોમેન્ટમાં જરૂર જણાવજો.

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી