દુનિયાના 5 સૌથી જુના શહેરો, જેમાં કોણ છે પહેલા નંબર પર જાણો તમે પણ

દુનિયાભરમાં એવા કેટલાય શહેરો છે જેનું અસ્તિત્વ સેંકડો નહિ પણ હજારો વર્ષ પહેલાનું છે એટલે એ શહેરોમાં આજથી હજારો વર્ષ પહેલા પણ માનવ વસ્તી વસવાટ કરતી હતી.

image source

આવા શહેરો પૈકી અમુક શહેર 5000 વર્ષ પહેલાના જયારે અમુક તો 11000 વર્ષ પહેલાના છે અને એ જેટલા જુના એટલા જ સુંદર પણ છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ સૌથી જુના પાંચ શહેરો વિષે માહિતી આપવાના છીએ જે કદાચ તમે પહેલી જ વાર વાંચશો.

જેરીકો, પેલેસ્ટાઇન

image source

પેલેસ્ટાઇનનું શહેર જેરીકો વિશ્વના સૌથી જુના શહેરો પૈકી એક માનવામાં આવે છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર આ શહેર આજથી લગભગ 11000 વર્ષ પહેલાનું છે અને ત્યારથી અહીં માનવ વસ્તી વસવાટ કરી રહી છે. જો કે હાલમાં અહીં પ્રાચીન જેરીકો શહેરના નામ પર એક મોટો વિસ્તાર છે જ્યાં લગભગ 20000 જેટલા લોકો રહે છે.

બાઈબ્લોસ, લેબેનોન

image source

લેબેનોનનું બાઈબ્લોસ શહેર પણ વિશ્વના સૌથી જુના શહેર પૈકી એક છે. આ શહેર વિષે એવું માનવામાં આવે છે કે બાઈબ્લોસ લગભગ 7000 વર્ષ જૂનું છે. અંદાજિત 12 મી સદીમાં વસેલા આ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો અને કિલ્લાઓ છે જેને જોવા માટે અહીં વિશ્વભરના પર્યટકો આવતા રહે છે. એ સિવાય આ શહેરનો લેબેનોનના ખાસ ડેસ્ટિનેશન પોઇન્ટમાં સમાવેશ થાય છે.

એલેપ્પો, સીરિયા

image source

એલેપ્પો નામ ભલે તમને વિચિત્ર લાગે પણ સીરિયાનું આ શહેર પણ વિશ્વના સૌથી પ્રાચીન શહેરો પૈકી એક ગણાય છે. આ શહેર લગભગ 6300 વર્ષ જૂનું હોવાનું મનાય છે. એલેપ્પો વિષે એવું કહેવાય છે તે પ્રાચીન સમયથી જ એશિયા અને યુરોપ વચ્ચે વ્યાપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

દમિશ્ક, સીરિયા

image source

એલેપ્પો સિવાય સીરિયાનું દમિશ્ક શહેર પણ સૌથી જુના શહેરોમાંથી એક શહેર છે. અનેક ધાર્મિક પુસ્તકોમાં પણ આ શહેરનો ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસકારોના મંતવ્ય પ્રમાણે આ શહેર પણ એલેપ્પો શહેરની જેમ 6300 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. અને અહીં પણ અનેક એવા સ્થળો છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

વારાણસી, ભારત

image source

ભારતના વારાણસી શહેરનું નામ તો તમે ચોક્કસ સાંભળ્યું જ હશે. આ શહેરને કાશી અને બનારસ એમ અન્ય બે અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન હિન્દૂ ધર્મગ્રન્થો અનુસાર આ શહેર લખો વર્ષ જૂનું છે પરંતુ ઇતિહાસકારો આ શહેરને લગભગ 5000 વર્ષ જૂનું શહેર માને છે. આ શહેરને ભારતના અગ્રણી ધાર્મિક શહેરો પૈકી પણ એક ગણવામાં આવે છે જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ