થોડા જ દિવસમાં સ્ટ્રેચ માર્ક દૂર કરવા જલદી અજમાવો આ ઘરેલુ ઉપાયો

આ ઘરગથ્તુ ઉપચારથી થોડા જ સમયમાં કમર પરના સ્ટ્રેચમાર્ક થઈ જશે દૂર

image source

પ્રેગ્નન્સી પછીના સ્ટ્રેચમાર્ક દૂર કરવા આ ઘરગથ્થુ ઉપચાર અજમાવો

પ્રેગ્નન્સી બાદ બાળકને જન્મ આપ્યા બાદ માતાને બાળકના સ્વાસ્થ્યની ચિંતા તો ચોક્કસ રહેતી જ હોય છે પણ તેની સાથે સાથે પોતાના વધી ગયેલા વજન અને ખાસ કરીને કમર પર પડેલા સ્ટ્રેચમાર્કની ચિંતા પણ સતાવતી રહેતી હોય છે.

image source

સ્ટ્રેચમાર્ક સ્ત્રીઓને સામાન્ય રીતે તે જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે અને ગર્ભવતિ થાય ત્યારે થતા હોય છે. પણ સારી વાત એ છે કે મોટા ભાગના સ્ટ્રેચ માર્ક ઝાંખા પડી જાય છે અથવા તો શાઈની બની જાય છે. જો કે સાવજ સ્ટ્રેચમાર્ક જતા રહે તેવું તો શક્ય નથી. પણ કેટલાક ઘરગથ્થુ ઉપાયો તમારા આ સ્ટ્રેચમાર્ક્સને ઝાંખા ચોક્કસ પાડી શકે છે તે પણ ઘણા ઝડપથી. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

ખાંડ

image source

ખાંડ આમ તો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પણ અહીં ખાંડ તમારા માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે. અહીં તમારે ખાંડનું એક્સફોલીએશન એટલે કે સ્ક્રબર તરીકે ઉપોયગ કરવાનો છે. તેના માટે તમારે એક કપ ખાંડ લેવી તેમાં તમારે પા કપ કોપરેલ તેલ અથવા તો બદામનું તેલ ઉમેરવું.

હવે તેને બરાબર મિક્સ કરવું. અને ભીની રેતી જેવી તેની કન્સીસ્ટન્સી થાય ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરવો અને સ્ક્રબ તૈયાર કરવું. હવે તે મિશ્રણને સ્ટ્રેચમાર્કવાળા હિસ્સા પર લગાવવું. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં કેટલીક વાર કરવી. આમ કરવાથી ઘણા ઓછા સમયમાં તમારા સ્ટ્રેચમાર્ક્સ ઝાંખા પડી જશે.

એલો વેરા

image source

એલો વેરા તો જાણે તમારા સ્ટ્રેચ માર્ક્સ પર જાદૂ જ કરી મુકે છે. જો કે તેની કોઈ સાબીતી નથી પણ. શરીર પરના વિવિધ દાગ ધબ્બાને ઝાંખા પાડવા કે પછી દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ થતો આવ્યો છે.

તેના માટે તમારે ફ્રેશ એલોવેરા જેલ લેવી તેને તમારે તમારા સ્ટ્રેચ માર્ક્સ પર લગાવ્યા બાદ ત્રીસ મીનીટ તેમ જ રાખવી. ત્યાર બાદ તેને ધોઈ લેવું.

વિટામીન એ

image source

વિટામીન એ તમારી ત્વાચાને સુંદર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તે ત્વચાને યુવાન રાખવામાં પણ મદદ કરે છે. વિટામીન એનો ઉપયોગ લગભગ મોટા ભાગની કોસ્મેટિક ક્રીમોમાં કરવામાં આવે છે.

સ્ટ્રેચ માર્કને ઝાંખા પાડવા માટે તમારે વિટામીન એથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. વિટામીન એ તમને ઇંડા, ફોર્ટીફાઇડ સિરિયલ્સ, સ્કીમ્ડ મિલ્ક, સંતરા તેમજ પીળા શાકભાજી તેમજ ફળોમાંથી પણ મળી રહે છે. આ ઉપરાંત તમે બ્રોકોલી, પાલક તેમજ ઘેલા લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી પણ તમે વિટામીન એ મેળવી શકો છો. તે તમારા સ્ટ્રેચમાર્ક્સને તો ઝાંખા પાડશે જ પણ સાથે સાથે તમારી ત્વચાને સુંદર બનાવશે અને તમારા સ્વાસ્થ્યને પણ સુધારશે.

image source

આ ઉપરાંત તમે વિટામીન એ એક્સટ્રેક્ટને પણ સીધું જ તમારા સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી શકો છો. 1996માં થયેલા એક સંશોધન પ્રમણે વિટામીન એમાંનું રેટીનોઇડ્સ એજન્ટ તમારા સ્ટ્રેચમાર્કને ઝાંખા પાડે છે.

હાયલ્યુરોનિક એસિડ

image source

તમારા શરીરમાંનું કોલેજન કે જે એક પ્રકારનું પ્રોટીન છે જે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકીલી બનાવે છે. ઉંમર વધતાં શરીરમાંથી કોલેજનનું પ્રમાણ ઘટવા લાગે છે અને ચહેરો તેમજ શરીરની ચમક ઓછી થવા લાગે છે. પણ આ કોલેજનના ઉત્પાદનને તમે હાયલ્યુરોનિક એસિડથી વધારી શકો છો, જેની કેપ્સુલ ગળીને તમે તેનો લાભ મેળવ શકો છો.

કોપરેલ તેલ

image source

કોપરેલ તેલ હળદર જેવી કુદરતી સામગ્રી છે તે લગભગ દરેક સમસ્યામાં તમારી મદદ કરે છે. કોપરેલ તેલના માલિશથી તમારો ઘા ઝાંખો પડી જાય છે અને રુઝ પણ જલદી આવે છે. તેવી જ રીતે તેને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવાથી તમારા સ્ટ્રેચમાર્ક્સ પણ ઝાંખા પડશે.

તેના માટે તમારે પ્રોસેસ થયા વગરનું શુદ્ધ કોપરેલ તેલ લેવું. આ તેલનું તમારે રોજ તમારા સ્ટ્રેચમાર્ક પર મસાજ કરવું. ધીમે ધીમે સ્ટ્રેચ માર્ક્સ ઝાંખા પડી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ