આ અભિનેેત્રીઓ પર અનેક લોકો હતા ફિદા, જ્યારે હાલમાં નથી કોઇ તેમની સામે જોવા તૈયાર, તસવીરો જોઇને તમે કહેશો સાચી વાત!

વિતેલા જમાનાની આ અભિનેત્રીઓ હવે લાગી રહી છે કંઈક આવી

image source

મનોરંજન જગત એક એવું ક્ષેત્ર છે જ્યાં તમે કેટલોક સમય જ કામ કરી શકો છો. જો તમે પરદા પાછળ કામ કરતા હોવ જેમ કે ડીરેક્શન, ડાયલોગ રાઇટીંગ, મ્યુઝિક, સ્ટોરી રાઇટીંગ વિગેરે કરતાં હોવ તો તમે હજુ તેમાં લાંબો સમય ટકી શકો છો પણ જો તમે અભિનેતા અભિનેત્રી હોવ તો તો તમારે અમુક સમય બાદ તમારી કારકીર્દીને વિદાય આપી જ દેવી પડે છે.

અભિનેતાઓનો કાર્યકાળ અભિનેત્રીઓના પ્રમાણમાં ઘણા લાંબો હોય છે.

image source

જેમ જેમ અભિનેત્રીઓની ઉંમર વધવા લાગે અને તેની ઝાંખી તેમના ચહેરા પર થવા લાગે તેમ તેમ તેમની પાસે આવતી ઓફર્સ ઓછી થઈ જાય છે અને છેવટે તેમણે ના છૂટકે પણ કેરિયરને પડતી મુકવી જ પડે છે.

આવી જ કેટલીક અભિનેત્રીઓ તેમની ફિલ્મ કેરિયર દરમિયાન અને હાલ કેવી લાગી રહી છે તેની જાણકારી અમે તમારી માટે લાવ્યા છે તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિષે.

મીનાક્ષી શેષાદ્રિ

image source

80-90ના દાયકામાં મીનાક્ષી શેષાદ્રિ એક સફળ અભનેત્રી હતી. તેણીના અભિનય અને નૃત્ય લોકોને ખુબ પસંદ આવ્યા હતા. ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ તેણી પોતાની કારકીર્દીની પીક પર હોવા છતાં અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેણે બાયબાય કહી દીધું.

હાલ તેણી 55 વર્ષની થઈ ગઈ છે. આજે તેણી અમેરિકાના ટેક્સસમાં પતિ અને બાળકો સાથે સુખી સંસારી જીવન પસાર કરી રહી છે. તેણીના દેખાવમાં પણ ઘણો ફેરફાર જોઈ શકાય છે.

ફરાહ ખાન

image source

ફરાહ ખાન 80ના દાયકાની સુપર હિટ અભિનેત્રી રહી ચૂકી છે. તેણી આજની અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી તબ્બુની બહેન છે. તબ્બુએ જો કે હજુ સુધી લગ્ન નથી કર્યા પણ તેણીની મોટી બહેન ફરાહે અભિનેતા સુમીત સહગલ સાથે લગ્ન કરી લીધા છે.

તેણી એંશીના દાયકામાં ગોવિંદા, ચંકી પાંડે, રિશિ કપૂર વિગેરે અભિનેતાઓ સામે જોવા મળી છે.

તેણીના પ્રથમ લગ્ન વિંદૂ દારા સિંહ સાથે થયા હતા જે સફળ નહીં રહેતાં તેણીએ બીજા લગ્ન સુમીત સહગલ સાથે કર્યા હતા. હાલ તેણી પોતાના પતિ અને દીકરા સાથે મુંબઈમાં જ રહે છે. તેણીનો દેખાવ અત્યારે ઘણો બધો અલગ થઈ ગયો છે.

રીના રૉય

image source

રીના રૉયે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 70-80ના દાયકામાં રાજ કર્યું છે. તેણીએ ફિલ્મોમાં લીડ એક્ટ્રેસથી માંડીને ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી છે. તેણીના સૌંદર્યના તે જમાનામાં ખૂબ વખાણ કરવામાં આવતા.

તેણી તે જમાનાની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસોમાંની એક હતી. રીના રૉયે તે જમાનામાં એ લિસ્ટર અભિનેતાઓ સાથે કામ કર્યું છે. હાલ તેણી 62 વર્ષની છે અને તેણીના લૂકમાં પરિવર્તન આવે તે સ્વાભાવિક છે. તેણી છેલ્લા 18 વર્ષથી ફિલ્મોથી દૂર છે.

સલમા આગા

image source

સલમા આગા વન ફિલ્મ વન્ડર છે અને તેમ છતાં તેણી અત્યંત લોકપ્રિય થઈ હતી. તેણીએ સુપર-ડુપર હિટ ફિલ્મ ‘નિકાહ’માં મુખ્ય ભૂમિકા નીભાવી હતી. તેણીએ પોતાની ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતા અને તેનો અવાજ પણ પ્રભાવશાળી અને અનોખો હતો.

સલમા આગા મૂળે એક પાકિસ્તાની અભિનેત્રી છે હાલ તેણીનો દેખાવ ઘણો બદલાઈ ગયો છે. તેણીએ નિકાહ બાદ ઘણી હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું પણ નિકાહ જેવી સફળતા તેણીને ક્યારેય ન મળી.

જયા પ્રદા

image source

જયા પ્રદાની ફિલ્મી કેરિયર ખુબ જ સફળ રહી છે. તેણી એક ક્લાસિક નૃત્યાંગના પણ છે. હાલ તેણી ભારતીય જનતા પાર્ટીની નેતા છે. એક જમાનામાં તેણીના લાખો ફેન્સ હતાં પણ તેણીએ અચાનક જ ફિલ્મ ઇડસ્ટ્રી છોડી દીધી અને તેના ચાહકોના દીલ તોડી દીધા હતા.

તેણીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘ભૂમિકોસમ’થી કરી હતી. તેણીએ પોતાની કેરિયરની ઉંચાઈ પર નિર્માતા શ્રીકાંત નાહટા સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ પણ જયા પ્રદા એકલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ