એક વાર જો ફોલો કરશો દિપીકાનો આ ડાયટ પ્લાન, તો થઇ જશો એકદમ સ્લિમ

દિપીકા જેવુ ડાયટ ફોલો કરો અને બની જાઓ દિપીકા જેવા સ્લીમ અને ફિટ

image source

અભિનેત્રી દિપીકા પાદુકોણ બોલિવૂડની સૌથી સ્લીમ અને ફિટ અભિનેત્રી માની એક છે,જે સ્લીમ ફિટ ની સાથે ફ્લેક્સિબલ પણ એટલી જ છે. તે પોતાના કામની સાથે સાથે ફિટનેસનું પણ એટલુ જ ધ્યાન રાખે છે. હમણાં જ સોશિયલ મીડિયામાં એનો ફિટનેસનો વિડીયો ખૂબ વાયરલ થયો છે જેમાં એ ફ્લેક્સિબિલિટીથી વર્ક આઉટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1) on

એના આ વિડિયોને જોઈને તમે અંદાજ તો લગાવી જ શકો છો કે એ કેટલી ફિટ છે. આ વિડિયોમાં એ એક મશીન પર લેગ પુલ કસરત કરે છે,જેનાથી માત્ર વજન જ કંટ્રોલમાં નથી રહેતું પણ આ કસરત ઘણી બધી બીમારીઓ પણ દૂર રહે છે.

આમતો દિપીકા ફિટ રહેવા માટે નવા-નવા વર્ક આઉટ ટ્રાય કરતી રહે છે. ચાલો જાણીએ દીપિકાનો ફિટનેસ ફંડા જેનાથી આપણે પણ પ્રેરણા લઈ બની શકીએ સ્લીમ ફિટ…

image source

દિવસની શરૂઆત યોગ સાથે

દિપીકા સવારે વહેલા ઊઠીને સૌથી પહેલા યોગ કરે છે,જે એને ફિટ રાખવાની સાથે તનાવથી પણ દૂર રાખે છે. સાથે જ યોગ કરવાથી એ રિલેક્સ અને હળવાશનો અનુભવ કરે છે.

કસરત અને વર્કઆઉટ

image source

એના ડેઇલી રૂટિનમાં કાર્ડિઓ કસરતની સાથે વેટ ટ્રેનીંગ,પ્લેનક (Plank)અને પીલેટ્સ (Pilates)કસરત પણ સામેલ થાય છે. શૂટિંગ દરમિયાન પણ એ એના ફિટનેસ રૂટિનને ભૂલથી નથી.

ડાન્સ

image source

ડાન્સ સિવાય પણ એ રોજ ઓછામાં ઓછું અધધો કલાક કસરત જરૂરથી કરે છે

બેડમિન્ટન અને ડાન્સ

image source

બેડમિન્ટન પ્લેયર રહી ચૂકેલી દીપિકાનું માનવું છે કે ગેમ શરીરને ફિટ રાખવા માટેનો એક શ્રેષ્ટ વિકલ્પ છે. સાથે જ એ આનાથી સ્ટ્રેસ ફ્રી પણ રહે છે.

ચાલો હવે જાણીએ દીપિકાના ડાયટ પ્લાન વિષે….

દિવસમાં એક વાર ખાવાનું ખાય છે દિપીકા

image source

એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યા પ્રમાણે એ દિવસમાં 6 નાના-નાના મિલ્સ લે છે. જેનાથી એનું પેટ ભરેલું લાગે અને એનર્જિ મળી રહે છે. આમતો દિપીકા એની ફિલ્મો પ્રમાણે એના ડાયટમાં ફેરફાર કરતી રહે છે.

હૂંફાળા ગરમ પાણીથી કરે છે દિવસની શરૂવાત

દિપીકા રોજ સવારે હૂંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવે છે. આનાથી એ માત્ર ફિટ જ નથી રહેતી પણ એની સ્કીન પણ ગ્લોઇંગ કરે છે.

image source

દીપિકાનો ડાયટ ચાર્ટ

-બ્રેકફાસ્ટ =2 ઈંડા,2 બદામ,1 કપ લો ફેટ દૂધ,2 ઇડલી,અથવા પ્લેન ઢોસા કે ઉપમા

-લંચની પહેલા = ફ્રેશ ફ્રૂટ

-લંચ= ઘરનું બનાવેલું ભોજન જેમ કે દાળ,રોટલી,સલાડ,અને દહી.પ્રોટીન માટે ગ્રીલ્ડ ફિશ(માછલી)

-સાંજનો નાસ્તો=ફિલ્ટર કોફી,નટ્સ ,ફ્રૂટ્સ

-ડિનર=લીલા શાકભાજી,રોટલી,ફ્રેશ ગ્રીન સલાડ,ફ્રૂટ્સ

-ડેજ્ટ્ર=ડાર્ક ચોકલેટ

image source

આના સિવાય દિપીકા જંક ફૂડ અને ગળપણ (મીઠી વાનગી)થી દૂર રહે છે.

માનસિક તંદુરસ્તી(મેન્ટલ હેલ્થ) માટે રહે છે સજાગ

દિપીકા એક સમયે ડિપ્રેસનનો ભોગ બની ચૂકેલી છે માટે જ એ એના મેન્ટલ હેલ્થને લઈને બહુ સજાગ રહે છે. એને એનો લાંબો સમય ડિપ્રેસનમાં વિતાવ્યો છે આવા સમયે સારી લાઇફ સ્ટાઇલ અને ડાયટથી જ આ સમસ્યા માથી બહાર નીકળી છે. એટલુ જ નહીં આનો શિકાર બનતા લોકોને આમાંથી બહાર નિકાળવા એને એક ફાઉન્ડેસન પણ બનાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ