જો તમને પણ સ્પોર્ટ્સમાં રુચિ છે તો તમારી પાસે કેશ પ્રાઇઝ જીતવાનો સરસ મોકો છે. વાત જાણે એમ છે કે મોદી સરકાર દેશભરની શાળાના વિદ્યાર્થીઓ માટે વિશ્વ સ્તરીય ઓનલાઇન અને બ્રોડકાસ્ટ પ્રોગ્રામ ફિટ ઇન્ડિયા કવિઝ કરાવવા જઈ રહી છે. જેના માટે રજિસ્ટ્રેશન આવતા મહિને શરૂ થશે. આ કવિઝ કોમ્પિટિશનમાં સ્પોર્ટ્સ અને ફિટનેસ સંબંધિત સવાલોના જવાબ આપીને તમે આ કોમ્પિટિશન જીતી શકો છો.

ફિટ ઇન્ડિયા કવિઝના છેલ્લા વિજેતાઓ માટે કેશ પ્રાઇઝની યોજના સીબે. આ સ્ટેટ રાઉન્ડ કસ્ટમાઇઝડ ડીઝીટલ પ્લેટફોર્મ પર ચાલશે અને સોશિયલ મીડિયા પર વેબકસ્ટ કરવામાં આવશે. ચાલો જાણી લઈએ આ કવિઝમાં કોણ અને કઈ રીતે ભાગ લઈ શકશે.
આ કવિઝમાં દેશની દરેક સ્કૂલને બેથી વધુ વિદ્યાર્થીઓને નોમિનેટ કરવા માટે કહેવામાં આવશે જે પહેલા રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના એક ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રતિસ્પર્ધા કરશે. પછી દરેક એક રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની 32 સ્કૂલને સ્ટેટ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે, જેમાં પ્રોફેશનલ કવિઝ માસ્ટર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેબકાસ્ટ થનારી કવીઝ દ્વારા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક ચેમ્પિયન સિલેક્ટ કરશે..

એ પછી વિજેતા સ્કૂલ ટીમ નેશનલ રાઉન્ડમાં પહોંચશે, જેમાં કવોટર ફાઈનલ, સેમિફાઇનલ અને ફાઈનલ રાઉન્ડ સામેલ હશે જેનું પ્રસારણ એક મુખ્ય અંગત ખેલ ચેનલ અને એક રાષ્ટ્રીય ટીવી ચેનલની સાથે સાથે ભારતીય ખેલ પ્રાધિકારણ, યુવા અને ખેલ મંત્રાલય, સ્ટાર સ્પોર્ટ્સ અને ફિટ ઇન્ડિયાની સાથે સોશિયલ મીડિયા ચેનલો પર પણ વેબકાસ્ટ કરવામાં આવશે.
કવિઝના સ્ટેટ રાઉન્ડમાં ઇનોવેટિવ કોન્સેપટ હશે જેમ કે સ્કૂલના શિક્ષક કે માતા પિતાને ફોન કરવો વગેરે જેથી એને દર્શકો માટે મજેદાર, સંવાદાત્મક અને આકર્ષક બનાવી શકાય. આ કવિઝમાં બઝર રાઉન્ડ, ઓડિયો કે વિડીયો રેકગ્નેશન રાઉન્ડ, ટોપિકલ રાઉન્ડર વગેરેની ખાસિયત વાળા મલ્ટી ફોર્મેટ પણ હશે.
આ ટોપીક્સ પર પૂછવામાં આવશે સવાલ.

ભારતીય ખેલના ઇતિહાસ, પારંપરિક રમત, યોગ પર્સનાલિટી,ફિટનેસ ટોપીક્સ, ઓલમ્પિકસ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ખેલો ઇન્ડિયા ગેમ્સ તેમજ અન્ય લોકપ્રિય રમત વગેરે.
કવિઝના હશે કુલ 180 રાઉન્ડ.

કવિઝ એપિસોડના લગભગ 180 રાઉન્ડ આયોજિત કરવામાં આવી શકે છે અને એ માટે તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન પ્લેટફોર્મમાં કવિઝમાં યુઝર્સન અનુભવને વધારવા અને બઝર રાઉન્ડ અને રેપીડ ફાયર જેવા ઇંટ્રેકટિવ રાઉન્ડને સામેલ કરવાની ક્ષમતાને વધારવા માટે ટાઇમર અને સ્કોર કાર્ડ જેવા વિજેટ હશે.
સરકાર ફિટ ઇન્ડિયા કવિઝના સ્ટેટ રાઉન્ડને ચલાવવા માટે એક કંપનીને હાયર કરશે જેમાં ભારતીય ખેલ પ્રાધીકરણ દ્વારા દરેક રાજ્ય માટે બે કવિઝ માસ્ટર્સની સિલેક્શન કરવામાં આવશે. 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સ્ટેટ રાઉન્ડ 30 દિવસે પૂરો થશે અને એક કંપની 10 સેકન્ડના 500થી વધુ મલ્ટીમીડિયા પ્રશ્નો આપશે જેનો ઉપયોગ કવિઝ રાઉન્ડમાં કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે પ્રશ્નોત્તરીને એક સમાવેશી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં દેશભરના વિદ્યાર્થીઓને પોતાના સાથીઓ વિરુદ્ધ પોતાની ફિટનેસ અને ખેલ જ્ઞાનનું પરીક્ષણ કરવાનો મોકો મળશે. એમાં બધી ઉંમરમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સરકારનું કહેવું છે કે કોમ્પિટિશનમાં પ્રશ્નોને એ રીતે તૈયાર કરવામાં આવશે કે ધોરણ 8 અને એની ઉપરના વિદ્યાર્થીઓ દ્વારા સરળતાથી ઉત્તર આપી શકાય.
ફિટ ઇન્ડિયા કવિઝમાં ભાગ લેવા માટે તમારે તમારી સ્કૂલનો સંપર્ક કરવો પડશે. રજિસ્ટ્રેશન સ્કૂલ દ્વારા જ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong