શું તમને ફિશ સ્પા કરાવવો ખુબ ગમે છે ? તો જરા ચેતી જજો ! તેનાથી આંગળા કપાવવાની પણ નોબત આવી શકે છે !

ફિશ મસાજ કરાવવી જોખમી ! યુવતિએ કપાવવા પડ્યાં પોતાના પગના આંગળા !

આજે લોકોના મન અને શરીરને રીલેક્શ કરવા માટે બજારમાં ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે. લોકો પોતાના મનને ફ્રેશ કરવા માટે એક બે દિવસની પિકનીક અથવા તો લાંબો પ્રવાસ કરી લેતા હોય છે અને ત્યાં જાત-જાતની સેવાઓનો લાભ લેતા હોય છે તો વળી કેટલાક લોકો શરીરનો થાક ઉતારવા માટે વિવિધ જાતના મસાજ કરાવતા હોય છે.


આજે સમગ્ર દુનિયામાં મસાજનું એ મોટું માર્કેટ છે જેના માટે મોટા મોટા શહેરોમાં અત્યાધુનિક સ્પા પણ ખોલવામા આવ્યા છે. આવા જ એક મસાજમાં માછલીનો મસાજ પણ બજારમાં ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે. આ માછલીઓ તમારા પગની નીર્જીવ ચામડીને કોતરી ખાઈને તમારા પગની ત્વચાને સ્વચ્છ બનાવે છે.


થાઇલેન્ડમાં આ ફીશ સ્પા એક મોટું ટુરિસ્ટ આકર્ષણ છે. અહીંની માર્કેટોમાં અહીં આ ફિશ સ્પાની ઘણી બધી હાટડીઓ છે અહીં ટુરિસ્ટને ખુલ્લામાં જ બેસાડીને આ સ્પા કરાવવામાં આવે છે. આપણે અહીં ભારતમાં પણ ઘણી જગ્યાએ આ ફીશ સ્પા ઉપલબ્ધ છે.

પણ આ ઓસ્ટ્રેલિયાની આ યુવતિને આ ફિશ સ્પા કરાવવું ખુબ ભારે પડ્યું છે. તેણીને આ સ્પાથી એટલી હદે નુકસાન થયું છે કે તેણીને તેના પગના અંગુઠા કપાવવા સુધીની નોબત આવી ગઈ છે.


2010માં વિક્યોરિયા નામની આ યુવતી થાઈલેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યાં તેણીએ ફીશ સ્પા કરાવવાનું નક્કી કર્યું હતું. છેલ્લા એક દાયકાથી આ ફીશ સ્પા ખુબ જ લોકપ્રિય બન્યું છે. આ સ્પામાં તમારા પગને પાણી ભરેલા એક ટેંકમાં મુકવામાં આવે છે અને તેમાં એક સાથે સેંકડો ગારા રુફા માછલીઓ હોય છે જે પશ્ચિમ એશિયાની નદીઓ, તળાવો તેમજ ઝરળાઓમાંથી પકડવામાં આવી હોય છે.


આ ફિશ પેડીક્યોર જો તમે ક્યારેય ન કરાવ્યું હોય તો તમને જણાવી દીએ કે કે એકવાર આ માછલી ભરેલા પાણીમાં તમારા પગ મુકવામાં આવે કે તરત જ તેમાંની સેંકડો માછલીઓ તમારા પગ પર ટૂટી પડે છે અને પગના તળિયાની બધી જ મૃત ચામડી તે ખાઈ જાય છે અને પગને એકદમ સુંવાળા બનાવી દે છે.


પણ વિક્યોરિયા સાથે તેમ ન થયું. તેણે થાઈલેન્ડના જે સેંકડો માછલી વાળા પાણીના ટેંકમાં પગ મુક્યા હતા તે વોટરબોર્ન ડીસીઝથી ગ્રસ્ત હતું અને તેના કારણે જ તેના વર્ષો જુના ઘા પર કરેલી સર્જરી ઇનફેક્ટ થઈ ગઈ. જો કે તેમાં જેટલી જ ભુમિકા વોટરબોર્ન ડીસીઝ ભજવી છે તેટલી ભુમિકા તેના જુના ઘાએ ભજવી છે.


તે વખતે વિક્યોરિયાને જરા પણ અંદાજો નહોતો કે તેની સાથે શું થવાનું હતું. પણ ઘરે આવ્યા બાદ તેણીને તાવ આવવા લાગ્યો અને સાથે સાથે બીજી કેટલીક બિમારીઓ પણ થવા લાગી. એક વર્ષ સુધી તેના શરીરનું પરિક્ષણ કરવામા આવ્યું. છેવટે એક ડોક્ટરે તેના રોગનું નિદાન કર્યું અને તે રોગ હતો ઓસ્ટિયોમાયેલીટીસ, આ એક ભાગ્યે જ જોવા મળતો ગંભીર રોગ છે જેમાં હાડકાને ઇન્ફેક્શન થાય છે. અને હાડકા ગળવા લાગે છે.


બે વર્ષ બાદ, વિક્ટોરિયાના જમણા પગનો અંગુઠો આ ગંભીર રોગથી સંપુર્ણ રીતે ઇનફેક્ટ થઈ ગયો હતો અને ડોક્ટરે તેના આ અંગુઠાને કાપવાની નોબત આવી ગઈ. અને છેવટે તેના જમણા પગના અંગુઠાને કાપી નાખવામા આવ્યો. પણ તેણીની સમસ્યાનો અંત આટલે જ નહોતો આવવાનો. કારણ કે તેના જમણા પગનું ઇન્ફેક્શન હજુ સુધી દૂર નહોતું થયું. ત્યાર બાદ ડોક્ટરે વિક્યોરિયાને જમણા પગના બાકીના આંગળા પણ કાઢી નાખવાની સલાહ આપી કારણ કે તેમની પાસે તે ચેપને પગમાં આગળ ફેલાવતા રોકવા માટે બીજો કોઈ જ ઉપાય નહોતો. અને આપ્રક્રિયામાં પુરા પાંચ વર્ષનો સમય લાગ્યો.


વિક્ટોરિયાના જમણા પગની છેલ્લી આંગળી 2017ના નવેમ્બરમાં કાઢવામાં આવી હતી અને બીજી કોઈ વ્યક્તિ સાથે આવું ન બને તે હેતુથી તેણી વારંવાર પોતાની સાથે થયેલી ઘટના તેમજ પોતાના આંગળા વગરના પગની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે. જેથી કરીને લોકો ફીશ સ્પાના આ જોખમથી ચેતતા રહે.


તેણી પોતાના આંગળી વગરના જમણા પગના ફોટાઓ લઈને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરે છે. તેણી આ રીતે પોતાનો આત્મવિશ્વાસ વધારવા માગે છે અને જે લોકો પોતાના પગ કે પંજાના દેખાવ બાબતે ખુશ નથી રહેતાં તેમને હકારાત્મક અસર પહોંચાડવા માગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ