હવેથી ના કરાવતા ફિશ પેડિક્યોર, નહિં તો જવુ પડશે સ્કિનના ડોક્ટર પાસે

ભલે આપને ફિશ પેડીક્યોંર કરાવવાના કેટલાય પણ ફાયદા કેમ ના બતાવવામાં આવે. પરંતુ આપને જણાવી દઈએ કે યુરોપ, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં આ ફિશ પેડીક્યોર પુરી રીતે બેન્ડ છે. તો આજે જાણીશું કે કેમ ફિશ પેડીક્યોર ના કરાવવું જોઈએ.

image source

થોડાક સમયથી બ્યુટી વર્લ્ડમાં બ્યુટી ટ્રીટમેન્ટ તરીકે ફિશ પેડીક્યોર ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. કોઈપણ મોલમાં જાવ, સ્પામાં જાવ કે સલોનમાં જાવ. મોટાભાગની જગ્યાઓ પર ફિશ પેડીક્યોરનો વિકલ્પ જરૂરથી જોવા મળશે. ફિશ પેડીક્યોરના ઘણા ફાયદા જણાવવામાં આવે છે. પરંતુ આપને જણાવીએ કે યુરોપ, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ફિશ પેડીક્યોર પર પુરી રીતે બેન્ડ છે. આખરે કારણ શું છે અને કેમ ના કરાવવું જોઈએ ફિશ પેડીક્યોર એ જણાવીશું.

image source

સ્પાની એક પેડીક્યોર ટ્રીટમેન્ટ છે. જેમાં આપને ફિશ પેડીક્યોર ટ્રીટમેન્ટ માટે આપે એક પાણી ભરેલા ટેન્કમાં પગ રાખીને બેસવાનું હોય છે જેમાં ડોકટર ફિશ તરી રહી હોય છે. ટેન્કમાં રહેલ આ ડોકટર નામની માછલીઓ આપના પગની ડેડ સ્કિન ખાવાનું શરૂ કરી દે છે. જેનાથી આપની સ્કિન એક્સફોલિએટ થઈ જાય છે અને આપને સ્મૂધ અને સોફ્ટ સ્કિન મળે છે. પરંતુ ફિશ પેડીક્યોર કરાવવું આપની સ્કિન માટે નુકસાનકારક હોઈ શકે છે. કેવી રીતે તે હવે જણાવીશું.

ઇન્ફેક્શનનો ખતરો.:

image source

આ ટ્રીટમેન્ટથી ઇન્ફેક્શન થઈ શકે છે કેમકે આ માછલીઓ પોતાની સાથે બેક્ટેરિયાનું પણ વહન કરે છે. જેનાથી આપને ઇન્ફેક્શન અને નિમોનિયાનો ખતરો વધી જાય છે. આના સિવાય પેડીક્યોર ટ્યુબથી પણ બેક્ટેરિયા પનપવાનો ખતરો રહે છે અને જો આપને નાનો પણ કટ થઈ ગયો તો પણ આપને ગંભીર ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

સ્કિનને નુકસાન.:

image source

જો પેડીક્યોર વ્યવસ્થિત રીતે ના થઇ શક્યું તો આપની સ્કિન રફ, બમ્પી અને અનઇવન થઈ શકે છે. હોઈ શકે છે કે માછલીઓ પગના કેટલાક ભાગમાં એટલો વધારે ડીપ કટ કરી દે જેનાથી પગમાંથી લોહી નીકળી આવે.

માછલીઓ માટે સારું નથી.:

image source

આ માછલીઓનું ભોજન આપની ડેડ સ્કીન ખાવાનું નથી. પરંતુ તેમને લાંબા સમય સુધી ભૂખી રાખવામાં આવે છે એટલે આ માછલીઓને જીવિત રહેવા માટે ડેડ સ્કિન ખાવી પડે છે અને આ માછલીઓ માટે પણ સારું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ