તમારા આ મનગમતા સુપરસ્ટાર્સ ફિલ્મોની ઓડિશનમાં રહ્યા હતા સુપર ફ્લોપ, જે આજે છે બોલિવૂડના જાણીતા નામ

ફિલ્મોમાં કરિયર બનાવવું એટલુ સરળ નથી હોતું. તમારા મનગમતા સ્ટાર્સને પણ શરૂઆતના દિવસમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. ઘણી ફિલ્મોના ઓડિશન આપ્યા પછી એમને એકાદ ફિલ્મ મળે છે. અમે તમને આજે એવા જ કેટલાક સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને અમુક ફિલ્મોમાં ઓડિશન આપ્યું પણ એ એમાં સિલેક્ટ ન થયા અને પછી એ ફિલ્મો સુપરહિટ રહી.

આલિયા ભટ્ટ.

image source

કદાચ જ કોઈને ખબર હશે કે જો બધું જ સારું ચાલ્યું હોત તો આલિયા ભટ્ટને રણબીર કપૂર સાથે કામ કરવાની તક બ્રહ્માસ્ત્ર કરતા પહેલા જ મળી ગઈ હોત. આલિયા વેક અપ સીડના ઓડિશનમાં ફેલ થઈ ગઈ હતો. એટલું જ નહીં એમને રાની મુખર્જીની ફિલ્મ બ્લેકમાં એમના બાળપણનું પાત્ર ભજવવા માટે ઓડિશન આપ્યું હતું.

વિકી કૌશલ.

image source

ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઈકના હીરો વિકી કૌશલ આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતા સ્ટાર છે. એકસાથે બે બ્લોકબસ્ટર ફિલ્મો સાથે એ બોક્સ ઓફીસ પર રાજ કરી રહ્યા છે પણ શુ તમે જાણો છો કે સ્ટરગલિંગના દિવસોમાં એમને કેવા કેવા પાપડ વણ્યા હતા, વિકી કૌશલે થોડા દિવસ પહેલા જ એ વાતનો ખુલાસો કર્યો હતો કે સ્ટરગલિંગ પિરિયડ દરમિયાન એમને ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલખા ભાગ માટે ઓડિશન આપ્યું હતું. પણ એમાં એ ફેલ થઈ ગયા હતા.‘

રણવીર સિંહ.

image source

ફરહાનની આ ફિલ્મ માટે વિકી કૌશલ સિવાય રણવીર સિંહે પણ ઓડિશન આપ્યું હતું. પણ એમને પણ નિરાશા જ હાથ લાગી અને એ આ ટેસ્ટમાં ફેલ થઈ ગયા હતા.

અનુષ્કા શર્મા.

image source

રાજકુમાર હીરાનીની હિરોઇન બનવા માટે અનુષ્કા શર્માએ ઘણા પાપડ વણ્યા હતા. પીકે પહેલા એમની ફિલ્મ 3 ઇડિયટ્સ અને મુન્નાભાઈ એમબીબીએસ માટે ઓડિશન આપી ચુકી હતી. જો કે આ ટેસ્ટમાં એમને નિરાશા જ હાથ લાગી હતી.

સારા અલી ખાન.

image source

રિપોર્ટસનું માનીએ તો સારા અલી ખાને આમિર ખાન સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં ફાતિમા સના શેખના પાત્ર માટે ટેસ્ટ આપ્યો હતો પણ એમાં એ પાસ નહોતી થઈ શકી.

અમિષા પટેલ.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમિષા પટેલે જણાવ્યું હતું કે એમને આમિર ખાનની ફિલ્મ લગાન માટે લુક ટેસ્ટ આપ્યો હતો. જો કે આ ફિલ્મ માટે આપવામાં આવેલ આ ટેસ્ટમાં એ પાસ નહોતી થઈ શકી.

દીપિકા પાદુકોણ.

image source

દીપિકા પાદુકોને ઈશાન ખટ્ટરની ફિલ્મ બીયોન્ડ ધ કલાઉડ્સમાં એમની બહેનના પાત્ર માટે ટેસ્ટ આપ્યો હતો જેમાં દીપિકા ફેલ થઈ ગઈ હતી. જો કે હવે દીપિકાને કોઈ ઓળખની જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ