રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, મોસાળમાં રણછોડરાયના મંદિરને રથના આકારામાં સજાવામાં આવી રહ્યું છે

આવનારી 14 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના સ્વાગતમાં મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરસપુરમાં આવેલું રણછોડરાય મંદિરને રથના આકારમાં સજાવામાં આવી રહ્યું છે જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરની તરફ આવતા મુખ્ય રસ્તા પર ભવ્ય દ્વાર પણ બનાવામાં આવ્યો છે.

જમાલપુરમાં આવેલાં મંદિરથી કળશ યાત્રા ગુરુવારે નીકાળવામાં આવશે. તેથી મોસાળમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરના ટ્રસ્ટી ઉંમગભાઈએ જણાવ્યું કે, આ પહેલી વખત છે કે જ્યારે મોસાળમાં મંદિરના આગળના ભાગને રથના આકારમાં બનાવામાં આવ્યો છે. મુખ્ય દરવાજો પણ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર અને દરવાજાના વાસની લાકડીઓથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. મૂળ બાંગ્લાદેશી અને હાલમાં શહેરમાં રહેતા કારીગર આ સજાવટ કરી રહ્યા છે.

મંદિરમાં 12 વાગ્યા સુધી ભજન કિર્તન-

શ્રદ્ધાળું મયુરભાઈના અનુસાર, ભગવાન જગન્નાથના મોસાળમાં આવવાથી રોજ ભજનનું આયોજન કરવામાં આવશે. દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. ભજન મંડળી તરફથી આવનારી 12 જુલાઈ સુધી આયોજન રાખવામાં આવ્યું છે.

રથયાત્રામાં સામેલ અખાડા મંડળી-

રથયાત્રામાં જે લોકો સામેલ થશે તેઓ હેરિટેજસિટી ટી-શર્ટી અને ટોપીમાં જોવા મળશે. તેમજ રૂટની દીવાલોને પણ દુલ્હનની જેમ સજાવામાં આવશે.

અમદાવાદમાં શહેરમાં 14 જુલાઈ નીકળનારી 141મી રથયાત્રા હેરિટેજસિટી થીમથી નીકળશે. તેમજ રથયાત્રાના રૂટ પર આવતી દીવાલોને પણ સજાવામાં આવશે. સાથે અખાડા મંડળીઓમાં સામેલ લોકોને હેરિટેજસિટી ટી-શર્ટ અને ટોપીમાં જોવા મળશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટે જણાવ્યું કે, અખાડામાં ભાગ લેનાર લોકોને હેરિટેજસિટી વાળી ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય આ રથયાત્રાના દરેક રૂટને લાઈટિંગથી સજાવામાં આવશે. તેમણે કહ્યું કે આ દરમિયાન રથયાત્રા રૂટ પર કેમેરા પણ લગાવામાં આવશે.

Image result for ahmedabad-preparations-of-rath-yatra-started-in-jagannath-temple

રથયાત્રાના દિવસે 24,000 હજાર તુલસીનું વિતરણ કરવામાં આવશે-

સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે રથયાત્રાના દિવસે નાગરીકોને 24 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે. જેથી વાતાવરણ શુદ્ધ રહે અને પર્યાવરણ વિશે લોકો જાગૃત થાય.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી