વિશ્વમાં સૌથી પહેલા બન્યુ હતુ આ ભગવાનનું મંદિર, અને અહીંથી શરૂ થઈ હતી મૂર્તિ પૂજા

શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર વિશ્વમાં સૌથી પહેલું મંદિર રાજા પરીક્ષિતના પુત્ર રાજા જનમેજયના સમયમાં બન્યું હતું. આ મંદિર શ્રીકૃષ્ણનું હતું. મંદિરની અવધારણા ઠોસ ચિંતનના આધારે બની હતી. જનમેજય અર્જુનના પ્રપૌત્ર અને અભિમન્યૂના પૌત્ર હતા. તે શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હતા.

શ્રીકૃષ્ણના સ્વધામ ગમન બાદ કૃષ્ણદ્વૈપાયન( વેદવ્યાસ )એ તમામ તથ્યોનું ચિંતન કરી અને જણાવ્યું કે શ્રીકૃષ્ણ ઈશ્વર હતા અને તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા.

image source

શ્રીકૃષ્ણની દરેક લીલા જનમેજયને આંદોલિત કરતી હતી. ખાસ કરીને દ્રોપદીના સંદર્ભની ઘટનાઓ. જેમકે દ્રોપદીનું ચીરહરણ થવું, દ્રોપદીના સ્મરણ પર શ્રીકૃષ્ણએ તેના દૈવિક પ્રભાવથી દ્રોપદીના ચીરહરણને થતાં બચાવ્યું. દુશાસન સાડી ખેંચતો રહ્યો પરંતુ દ્રોપદી નિર્વસ્ત્ર ન થઈ.

જનમેજય વિચારતો હતો કે શું તેને પણ શ્રીકૃષ્ણના નામ સ્મરણ કરવાથી તેવી જ અનુકંપા મળશે?

image source

આ વિચાર સાથે તે શ્રીકૃષ્ણની ઉપાસના માટે કોઈ રસ્તો શોધવા લાગ્યો. આ ઉપાય તેમને ઋષિઓએ સુજાડ્યો.

ઋષિઓએ ચિંતન કરીને જાણ્યું કે ઋષિએ જ્યાં તપ કરે, ચિંતન કરે ત્યાં ઈશ્વર પ્રગટ થાય છે. એટલે કે ઈશ્વર દરેક સ્થાને હોય છે. કોઈપણ સ્થાન પર તેમની આરાધના કરી શકાય છે. આ વિચાર બાદ મંદિરની અવધારણાનો જન્મ થયો.

સૌથી પહેલા બન્યું શ્રીકૃષ્ણનું મંદિર

image source

આ વિચારને અમલમાં મુકવા માટે કોઈ સાફ, શુદ્ધ અને પવિત્ર સ્થાનને સ્થાયી રીતે આરાધના કરવાનું સ્થળ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રેષ્ઠ સ્થાનની પસંદગી કરવામાં આવી.

આ સ્થાન પર ભવ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં શ્રીકૃષ્ણની પ્રતીકાત્મક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.

image source

પ્રતિમા સ્થાપિત કરવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે ઈશ્વરને પોતાની સામે સાક્ષાત માની અને તેના સામીપ્યનો અનુભવ કરી તેમની આરાધના કરવામાં આવે તો આ સામીપ્ય યથાર્થમાં બદલી શકે છે. આ વિચાર ચરીતાર્થ પણ થયો અને આવું જ થવા લાગ્યું.

શરુ થઈ મંદિર નિર્માણની પ્રથા

રાજા જનમેજયને રોજ મંદિરમાં પૂજા, અર્ચના કરવાથી શ્રીકૃષ્ણની અનુભૂતિ અને સંતુષ્ટિ પ્રાપ્ત થવા લાગી. આ અવધારણા સફળ થયા બાદ મંદિર નિર્માણની પરંપરા શરૂ થઈ ગઈ.

image source

આ પરંપરા ગૃહસ્થો માટે વરદાન સમાન સાબિત થઈ. કારણ કે ગૃહસ્થ લોકો ઋષિઓની જેમ વનમાં જઈ એકાંતમાં અને એકાગ્રચિત્તએ ભગવાનની ઉપાસના કરી શકતા ન હતા.

પરંતુ મંદિર નિર્માણની પ્રથા શરૂ થતા તેમને સારો વિકલ્પ મળી ગયો. હવે ગૃહસ્થ લોકો પણ વનમાં ગયા વિના ભગવાનની શુદ્ધ મનથી ઉપાસના કરી શકતા હતા. આ કામ તેઓ મંદિરમાં કરતા. તે સમયે મંદિર એક વિલક્ષણ આવિષ્કાર હતું.

image source

મંદિર શબ્દ વાસ્તવમાં મનથિર શબ્દ હતો. મનથિર એટલે કે જે સ્થાન પર જઈ મન થિર થઈ શકે.

જો કે થિર શબ્દ પણ બાદમાં સ્થિર થઈ ગયો. મનની સ્થિર અવસ્થામાં જ ઈશ્વર સાથે એકાકાર થઈ શકે છે. તેથી આ સ્થાનને નામ આવું આપવામાં આવ્યું. જો કે સમય સાથે શબ્દનો અપભ્રંશ થયો અને મનથિર શબ્દ મંદિર બની ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ