લગ્નની પહેલી રાત્રે મોટાભાગના કપલ કરી બેસે છે આ 4 મોટી ભૂલો, અને તમે?

ભારતીય પરંપરામાં લગ્નનું ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. ન્યૂલી મેરિડ કપલના મનમાં આ દિવસને લઇને અનેક ઘણા વિચારો ચાલતા હોય છે. કારણકે આ દિવસ તેમની જીંદગીમાં એક યાદગાર બનીને રહી જાય છે. લગ્નની પહેલી રાત્રે કપલ એકબીજાને સમજવાની કોશિશ કરવાનો પ્રયત્ન જરૂરથી કરે છે. જો કે ઘણા કપલ લગ્નની પહેલી રાત્રે અનેક નાની-મોટી ભૂલો કરી બેસતા હોય છે જેના માટે તેમને લાઇફ-ટાઇમ પસ્તાવો થતો હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે વાત કરીશું જે ઘણા કપલ તેમની લગ્નની પહેલી રાત્રે કરતા હોય છે. માટે જો તમારા ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે તો તમારે કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ એ જાણી લો તમે પણ આજે….

મહેમાનોની વાતો કરવાનું ટાળો

લગ્નની પહેલી રાત્રે ભૂલથી પણ તમે તમારા ઘરે આવેલા મહેમાનોની વાતો ના કરો. તેમજ એકબીજાની ઓળખાણ કરાવવાનું પણ ટાળો. આમ, જો તમે લગ્નની પહેલી જ રાત્રે મહેમાનોની વાતો કરવાનું શરૂ કરી દો છો તો સંબંધોમાં પહેલા દિવસથી જ તકરાર શરૂ થઇ જાય છે.

એકલા-એકલા બોલશો નહિં

દરેક કપલ લગ્નની પહેલી રાતને લઇને ખુશમાં તો હોય છે પણ સાથે ચિંતામાં પણ એટલા જ હોય છે. માટે જો તમે કોઇ બાબતથી ગભરાઇ જઇને એકલા-એકલા બોલવાનું શરૂ કરી દો છો તો આ દિવસ માટે તે યોગ્ય નથી. કારણકે લગ્નની પહેલી રાત્રે બંન્ને લોકોએ સાથે વાતચીત કરવી જોઇએ જેથી કરીને તમારા બંન્નેનો મુડ રોમેન્ટિક થાય. જો આ વાતનું ખાસ ધ્યાન નહિં રાખો તો આ દિવસ તમારા માટે બોરિંગ સાબિત થઇ જશે.

રોમાન્સની બાબતમાં જરા પણ ઉતાવળ ના કરો

આ દિવસે દરેક કપલના મનમાં અનેક ઘણા પ્રશ્નો થતા હોવાથી ઘણી વાર તેઓ રોમાન્સ કરવાની બાબતમાં ઉતાવળ કરી બેસતા હોય છે, પણ તમને જણાવી દઇએ કે આ બાબત એકદમ ખોટી છે. ઘણા કપલો આ દિવસે શારિરિક સંબંધ બાંધવામાં ઉતાવળ કરતા હોય છે પરંતુ તે યોગ્ય નથી કારણકે આમ કરવાથી તમારા બંન્નેની રાત બગડી શકે છે. આ માટે જ્યારે તમે રૂમમાં જાઓ ત્યારે સૌ પ્રથમ બંન્ને જણા એકબીજાની સાથે થોડી વાર વાતો કરો અને પહેલા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. આમ, જ્યારે તમે બંન્ને એકદમ કમ્ફર્ટેબલ થઇ જાઓ ત્યારે ધીરે-ધીરે રોમાન્સની શરૂઆત કરો અને તમારા લગ્નની પહેલી રાતને યાદગાર બનાવો.

પાર્ટનરને ગમતી કોઇ મસ્ત વસ્તુની ગિફ્ટ કરો

લગ્નની પહેલી રાત્રે તમારા પાર્ટનરને જે વસ્તુ ગમતી હોય તેની ગિફ્ટ કરો. કારણકે ગિફ્ટ એક એવી વસ્તુ છે જે દરેક લોકોના વિચારો બદલી નાખે છે. આમ, જો તમે લગ્નની પહેલી રાત્રે તમે બંન્ને એકબીજાને ગિફ્ટ આપો છો તો આ દિવસને તમે તમારી લાઇફમાંથી ક્યારે પણ ભૂલી શકતા નથી. જો કે આ દિવસે અનેક કપલથી એવી ભૂલ થઇ જતી હોય છે કે, તેઓ સ્ટ્રેસમાં આવી જવાને કારણે પોતાના રૂમમાં પાર્ટનર માટે ગિફ્ટ લઇ જવાનું ભૂલી જતા હોય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક જીવનમાં ઉપયોગી એવી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી