શું તમને ખબર છે દુનિયાના પહેલા ફોનનુ વજન કેટલુ હતુ, જો ‘ના’ તો જલદી જાણી લો તમે પણ

મોબાઇલ મોબાઇલ અને મોબાઈલ.

image source

આજકાલ ની યુવાપેઢીમાં મોબાઈલનો એટલો બધો ક્રેઝ જોવા મળે છે કે દિવસના ચોવીસ કલાકમાંથી સરેરાશ ૫ થી ૬ કલાક તેઓ મોબાઈલ પર વિતાવે છે.

મોબાઈલ પહેલા માત્ર વાતચીત અને એસ.એમ.એસ કરવા માટેનું સાધન ગણાતું હતું. પરંતુ હવે એક નાનકડા મોબાઇલમાં લગભગ આખું વિશ્વ સમાયેલું હોય તેવું પ્રતીત થાય છે.

જ્યારથી મોબાઈલ અને ઈન્ટરનેટનું એકબીજા સાથે સંકલન ગોઠવાઈ ગયું ત્યારથી માણસ પોતાની નવરાશનો સમય કોઈ બેઠો છે.

image source

માણસ નવરાશ ના સમયે હવે મોબાઈલનું ઇન્ટરનેટ વાપરે છે. શરૂ શરૂમાં ઇન્ટરનેટ જ્યારે મહિને દોઢ જીબીનું હતું ત્યારે આખા મહિના દરમિયાન પણ દોઢ જીબી ઇન્ટરનેટ પૂરું નહોતું થતું.

હવે એક દિવસનું 2 જીબી ઇન્ટરનેટ છે તો પણ ઓછું પડે છે. ટૂંકમાં કહીએ તો મોબાઈલ માણસ થઈ ગયો છે અને માણસ મોબાઈલ થઈ ગયો છે.

image source

આજે બજારમાં અવનવા પ્રકારના, અવનવી સાઈઝના અને અવનવી સુવિધાવાળા અનેક મોબાઈલ ધડાધડ વેચાય છે. પણ દુનિયાનું પ્રથમ ફોન જ્યારે શોધાયો ત્યારે તેનું વજન લગભગ એક કિલો હતું. જાણીને ચોંકી ગયાને ? અમને ખબર જ હતી કે આ માહિતી તમારા માટે રસપ્રદ રહેશે જ.

એટલા માટે અમે અહીં દુનિયાના સૌપ્રથમ ફોન વિશે થોડી રસપ્રદ વિગતો લઈને આવ્યા છીએ. જે જાણવાની તમને મજા તો આવશે જ સાથે તમારું જ્ઞાન પણ વધશે. તો આવો જાણીએ દુનિયાના સૌપ્રથમ ફોનની વિશે થોડીક રોચક માહિતી..

image source

– ૩ એપ્રિલ ૧૯૭૩ ના રોજ મોટોરોલા કંપનીના પૂર્વ અધ્યક્ષ અને ડિવિઝન મેનેજર માર્ટિન કૂપર એ સૌપ્રથમ મોબાઇલ ફોન બનાવ્યો હતો.

આ ફોનનું નામ હતું “ડાયના ટીએસી” અને ફોનમાં વાત કરનાર સૌપ્રથમ બે વ્યક્તિ માર્ટિન કૂપર અને જોએલ એસ.એંગેલ હતા.

image source

માર્ટિન કૂપરે ફોનની શોધ કર્યા પછી તેનું ટેસ્ટિંગ કરવા માટે તેના મિત્ર જોએલ એસ.એંગેલ ને ફોન કરીને જણાવ્યું હતું કે, “જોએલ, હું તમને એક સેલ્યુલર ફોન, એક અસલી સેલ્યુલર ફોનથી વાત કરી રહ્યો છું..” જોએલ એસ.એંગેલ ત્યારે બેલ લેબ્સ નામની એક કંપનીમાં કામ કરતા હતા.

image source

આ ફોન ની લંબાઇ ૧૦ ઇંચ, વજન એક કિલો અને ફોનની બેટરી વીસ મિનિટ સુધી ચાલે તેવી હતી. જો કે મોટોરોલા કંપનીના ફોનને ગ્રાહકોના હાથમાં આવતા લગભગ દસ વર્ષનો સમય લાગ્યો. વર્ષ 1983 માં મોટોરોલાએ તેનો સૌપ્રથમ મોબાઇલ ફોન ડાયનાટેક 8000x લોન્ચ કર્યો હતો.

image source

ધીમે ધીમે કરીને આજ સુધી મોબાઇલ ફોનની શોધખોળ સતત વિકાસ પામી રહી છે. જો તમે મોબાઇલ પર આર્ટિકલ વાંચી રહ્યા હોય તો તમારો પોતાનો ફોન જોઈને એ પણ વિચારજો કે એક જમાનો આ ફોનના દાદાજી (“ડાયના ટીએસી”)નો પણ હતો જે એક કિલો વજનના હતા..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ