કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે, અમેરિકામાં ગઈકાલનો મૃત્યુઆંક 2000 ઉપર પહોંચી ગયો હતો. અને ભારતમાં પણ દીવસેને દીવસે આંકડા બમણા થઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

કોરોના વાયરસ સામેની લડતમાં સતત સેવા આપી રહેલા પોલીસ કર્મચારી, સ્વચ્છતા કર્મચારીઓ તેમજ પેરામેડિકલ સ્ટાફને કોરોના યોદ્ધા કહેવામાં આવે છે અને તેઓ ખરા અર્થમાં કોરોના યોદ્ધા છે કારણ કે તેઓ પોતાનો જીવ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારીના જોખમ વચ્ચે મુકીને દેશની સેવા કરી રહ્યા છે. ડોક્ટર્સ તેમજ નર્સને આ વાયરસનું જોખમ સતત રહ્યા કરે છે. અને એવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે કે કરોના પોઝીટીવ પેશન્ટની સારવાર કરતા ડોક્ટર્સ તેમજ નર્સીસને પણ આ વાયરસનો ચેપ લાગ્યો હોય.

તાજેતરમાં મધ્ય પ્રદેશના ઇંદોર ખાતે એક ડોક્ટરનું અવસાન થયું છે. આ 62 વર્ષિય ડો. શત્રુઘ્ન પંજવાણી એક જનરલ ફિઝિશિયન હતા અને તેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. અને તેઓ પણ કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા. પણ તેમ કરતાં કરતાં તેઓ મૃત્યુ પામ્યા છે.
આપણા દેશમાં આ પ્રથમ ઘટના છે કે કોરોનાની સારવાર કરનારા કોઈ ડોક્ટરનું મૃત્યુ નિપજ્યું હોય. તેમનો ટેસ્ટ કરતાં જાણવા મળ્યું હતું કે તેમનામાં કોરોનાના લક્ષણો હતા પણ તેમને તે ચેપ કેવી રીતે લાગ્યો તેની હાલ કોઈ જ જાણકારી મળવા પામી નથી.
ઇન્દોર શહેરના ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રવીણ જડિયાનું એવું માનવું છે કે મૃતક ડોક્ટર કોઈ કોરોના પોેઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવા જોઈએ. હાલ તેમને કેવી રીતે સંક્રમણ થયું તેનો શ્રોત શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 500 નજીક પહોંચી ગઈ છે. અને અત્યાર સુધીમાં 22 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ડો. પંજવાણી માટે કરુણ વાત એ રહી છે કે તેમના સંતાનો તેમનાથી હજારો માઇલ દૂર ઓસ્ટ્રેલિયામાં છે. તેમને ત્રણ પુત્રો છે તે ત્રણે ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે પોતાના પિતાના અંતિમ દર્શન ઇન્ટરનેટ થ્રૂ વિડિયો કોલીંગ દ્વારા કર્યા હતા. જે કોઈ પણ કુટુંબ માટે અત્યંત દુઃખદ વાત છે.

સમયની બલિહારી છે કે ત્રણ ત્રણ પુત્રો હોવા છતાં પિતાના અંતિમ સંસ્કારમાં એક પણ હાજર ન રહી શક્યો. ભગવાનને પ્રાર્થના છે કે ડો. શત્રુગ્ઘનના આત્માને શાંતિ મળે અને તેમના પુત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. અને એવી પણ પ્રાર્થના છે કે બીજા કોઈને પણ આવો દિવસ જોવાનો વારો ન આવે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ