જલ્સા કરોને જેંતીલાલ

TRP કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો: FIRમાં ‘રિપબ્લિક’ ટીવીનું નહીં, પણ ‘આજ તક’ ગ્રુપનું નામ, જાણો તો ખરા હજુ મુંબઇ પોલીસ આ વિશે શું કહે છે

ટીવી ચેનલો સતત એવા પ્રયત્નમાં રહે છે કે તેમની ટીઆરપી અન્ય કરતાં વધે અને તે ટોચ પર રહે. ટીઆરપીની ચર્ચા અત્યાર સુધી સીરીયલોની બાબતમાં સૌથી વધુ થઈ હશે પરંતુ છેલ્લા 2 દિવસથી ટીઆરપીનું ચક્કર ન્યુઝ ચેલન માટે માથાનો દુખાવો બની ગયું છે. ટીઆરપી ખરીદવા મામલે પોલીસે કર્યા ઘટસ્ફોટ બાદ ભારે હોબાળો મચી ગયો છે. ટીઆરપી રેટિંગ સાથે છેતરપિંડી કર્યાના મામલે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી.

image source

આ કોન્ફરન્સમાં મુંબઈ પોલીસ કમિશ્નરે પ્રખ્યાત ટીવી ચેનલ રિપબ્લિક ટીવી અને 2 મરાઠી ચેનલ સામે આક્ષેપ કર્યા હતા કે તેમણે ખોટી રીતે ટીઆરપી મેળવવાનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડમાં તેઓ પૈસા આપીને ટીઆરપી વધારી રહ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસે 2 મરાઠી ચેનલોના માલિક સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.

image source

હવે ટીઆરપીમાં છેતરપિંડી કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ટીઆરપીની જવાબદારી સંભાળતી કંપની હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઈવેટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજરે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને એફઆઈઆરની કોપી સામે આવી છે. આ કોપીમાં રિપબ્લિક ટીવીને બદલે ઈન્ડિયા ટુડે ગૃપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

જો કે આ કોપી વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરવી પડી છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશ્નર મિલિંદ ભરાંબેએ આ અંગે જણાવ્યું હતું કે હંસા એજન્સીની ફરિયાદમાં ઈન્ડિયા ટુડેનું નામ જરૂર હતું. પરંતુ ધરપકડ કરાયેલા એક આરોપીએ પુછપરછમાં રિપબ્લિક ટીવી અને 2 મરાઠી ચેનલોનું નામ આપ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી થયેલી તપાસ કરવામાં આ ત્રણેય ચેનલો વિરુદ્ધ પુરાવા મળ્યા છે. તેથી તપાસ પણ આ દિશામાં જ આગળ વધશે.

image source

જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારે માહોલમાં ગરમાવો આવ્યો છે. ચર્ચાઓ એવી પણ છે કે આ કેસમાં પોલીસ ટુંક સમયમાં જ રિપબ્લિક ટીવીના માલિક અર્નબ ગોસ્વામી, પ્રમોટર્સ અને અન્ય લોકો પુછપરછ માટે બોલાવી શકે છે.

કેવી રીતે કરાયું કૌભાંડ

image source

જે ઘરોમાં TRP મીટર લગાવાયા હતા તેમને પૈસા આપીને દિવસભર એક જ ચેનલ જોવા માટે કહેવામાં આવ્યું હતું. તેવામાં ખબર એવી પડી કે કેટલાક ઘર બંધ હતા પરંતુ તેમાં ટીવી ચાલતાં હતા. આ ઘરોના માલિકોને ચેનલ અથવા એજન્સી તરફથી દરરોજ 500 રૂપિયા સુધી આપવામાં આવતા હતા. મુંબઈમાં મીટર લગાવવાનું કામ હંસા એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના લોકો પણ ચેનલની સાથે મળીને આ કૌભાંડ કરી રહ્યા હતા.

image source

જો કે આ સમગ્ર વાત સામે આવ્યા બાદ ચેનલના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ નિવેદન આપ્યું છે. મુંબઈ પોલીસ કમિશ્નરે રિપબ્લિક ટીવી વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા છે. કારણે કે તેણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમની તપાસ વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. રિપબ્લિક ટીવી મુંબઈ પોલીસ કમિશ્નર વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version