નાની અને પાતળી આંગળી હોય તેવી સ્ત્રીઓ કેવી હોય છે સ્વભાવે, જાણો તમે પણ

નાની અને પાતળી આંગળી હોય તે સ્ત્રી હોય છે ગુસ્સો કરનારી અને કંજૂસ

image source

સામુદ્રિક શાસ્ત્ર જેને સામુદ્રિક વિજ્ઞાન તરીકે પણ લોકો ઓળખે છે તેની રચના સામુદ્ર નામના ઋષિએ કરી હતી. તેથી તેને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં હાથની રેખા, અંગ પરના નિશાન, સ્વપ્ન ફળ સહિતની બાબતોનું અધ્યયન કરી વ્યક્તિ વિશે ફળ કથન કરવામાં આવે છે.

આ શાસ્ત્રમાં હાથની રેખા, પગની રેખા તેમજ શરીરના અંગના આકાર, કદ અને તેના પરના નિશાનના આધારે તે વ્યક્તિના સ્વભાવ, તેની પસંદ નાપસંદ વિશે જાણકારી આપવામાં આવી છે.

image source

સામુદ્રીક શાસ્ત્ર અનુસાર આપણા શરીરના દરેક અંગ આપણા સ્વભાવ સંબંધિત મહત્વપૂર્ણ વાતો જણાવે છે. આ શાસ્ત્રમાં આંગળીઓના આકારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિની હાથની બનાવટ અલગ હોય છે તેવી જ રીતે હાથની દસ આંગળીઓ પણ અલગ અલગ આકારની હોય છે. વ્યક્તિની આંગળીઓ તેના સ્વભાવની ખાસિયતોને દર્શાવે છે. આ આ વાત મહિલાઓની બાબતમાં વધારે સચોટ જણાય છે.

image source

આમ તો કહેવાય છે કે કોઈ સ્ત્રીના મનમાં શું છે તે જાણવું મુશ્કેલ છે પરંતુ કોઈપણ મહિલાની આંગળી જોઈ તમે સરળતાથી તેના સ્વભાવ વિશે જાણી શકો છો. આજે અહીં તમને આ જ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આજે જાણીએ કે કેવી રીતે મહિલાઓની આંગળીઓના આધારે તેના સ્વભાવ અને તેની પસંદ – નાપસંદ વિશે જાણી શકાય છે.

લાંબી અને પાતળી આંગળી

image source

જે મહિલાની આંગળીઓ લાંબી અને પાતળી હોય છે વધારે ક્રિએટિવ હોય છે. તેઓ સામેની વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખતી નથી. આવી સ્ત્રીઓ ગર્લફ્રેન્ડ, પત્ની, મિત્ર દરેક સંબંધને નિભાવવામાં પરફેક્ટ હોય છે.

જાડી અને નાની આંગળી

image source

જાડી અને નાની આંગળી જે મહિલાની હોય તે પોતાની દુનિયામાં મસ્ત રહેનારી હોય છે. તે દિલની સાફ એટલે કે મનમાં કપટ રાખતી નથી. તે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. જો કે તેમની એક જ ખામી હોય છે કે કામની બાબતમાં તેને વધારે જવાબદાર માનવામાં નથી આવતી.

જાડી અને ભરાઉદાર આંગળીઓ

image source

જે મહિલાઓની આંગળી જાડી અને ભરાઉદાર હોય છે તે કામથી લઈ સંબંધોમાં ખૂબ જ ગંભીર અને જવાબદાર હોય છે. જો કે આવી સ્ત્રીઓ બચત કરી શકતી નથી. તેમનો સ્વભાવ ખર્ચાળ હોય છે.

નાની અને પાતળી આંગળી

image source

જેમની આંગળી નાની અને પાતળી હોય છે તે સ્ત્રીઓને ઝડપથી ગુસ્સો આવી જાય છે. નાની નાની વાતમાં પણ તે ગુસ્સે થઈ જાય છે જાણે ગુસ્સો તેના નાક પર સવાર હોય. આ સાથે જ તેઓ ખૂબ કંજૂસ પણ હોય છે.

વચ્ચેની આંગળી

image source

જે સ્ત્રીના હાથની વચ્ચેની આંગળી તેની આસપાસની આંગળીઓની સરખામણીમાં વધારે લાંબી હોય તે સ્ત્રી સ્વભાવથી ખૂબ ઈમાનદાર હોય છે. જે સ્ત્રીની વચલી આંગળીનો આકાર સામાન્ય કરતાં વધારે લાંબો હોય એટલે કે બાકી આંગળીઓની સરખામણીમાં લાંબી પણ વધારે લાંબી ન હોય તેનો સ્વભાવ ગંભીર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ