રાશિ પરથી જાણો કયો બિઝનેસ તમારા માટે રહેશે હિટ, શેમાં થશે તમને ફાયદો…!!! ફાયદાની વાત….

જો આપ કોઇ બિઝનેસ શરૂ કરવા માંગો છો કે શરૂ કરવા જઇ રહ્યા છો,તો તેમાં આપની રાશિ ઘણી મદદગાર થઇ શકે છે. જયોતિષ વિજ્ઞાન અનુસાર, બિઝનેસ કે ટ્રેડની સફળતામાં રાશિનો રોલ ગણો મહત્વનો હોય છે. જો રાશિને ધ્યાનમાં રાખીને બિઝનેસ શરૂ કરવામાં આવે, તો તેમાં સફળ થવાની સંભાવના વધી જાય છે. અમે જણાવી રહ્યા છીએ કે રાશિના હિસાબે કયો બિઝનેસ કરવો સારો છે.

મેષ

મેષ રાશિના લોકોને ગણિત, ફિઝિક્સ, એકાઉન્ટ વગેરે વિષયોમાં વધારે સફળતા મળે છે. તેમને સેના, આર્કિટેક્ટ, અસ્ત્ર, શસ્ત્ર, વાસ્તુશાસ્ત્રમાં કરિયર કે તેની સાથે જોડાયેલા સેકટરમાં બિઝનેસ કરવો જોઇએ. તેમાં સફળતાની સંભાવના વધુ રહે છે. મંગળની સાથે સૂર્યની યુતિ હોય તો સરકારી સેકટરમાં સફળતા મળે છે. વધુ સફળતા માટે લાલ રંગના વસ્ત્ર પહેરવા જોઇએ. મસૂરની દાળનું દાન કરવું જોઇએ.

વૃષભ

વૃષભ રાશિના લોકો કલા પ્રેમી હોય છે. આ લોકો એક્ટર, સિંગર, ઓટો સેલર, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ સેલર, નાટ્ય કળા, મ્યૂઝિક વિશારદ તેમજ કોમર્સ, આર્ટ, પેઇન્ટિંગ, જિઓલોજીના વિષય સફળતા પ્રાપ્ત કરનારા હોય છે. આ રાશિના લોકોએ આ જ ક્ષેત્રોમાં બિઝનેસ કરવો જોઇએ. આ રાશિનો સ્વામી શુક્ર હોય છે, જે વસ્ત્ર તેમજ કરિયાણા બિઝનેસમાં પણ સફળતા અપાવે છે. વધુ સફળતા માટે આ રાશિના લોકોએ સફેદ વસ્ત્ર પહેરવા જોઇએ.

મિથુન

આ રાશિના લોકો અધ્યાપક, પ્રધ્યાપક, કવિ, ગીતકાર, સંગીતકાર, પ્રવચનકાર, જ્યોતિષી, ગણિત, કેમેસ્ટ્રી, જિઓલોજી, એકાઉન્ટન્ટ, હોટલ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બેંકિંગના વિષય પસંદ કરી શકે છે. આ રાશિના લોકો આ ક્ષેત્રમાં બિઝનેસ કરે તો સફળતાની સંભાવના વધુ રહે છે. મિથુન રાશિના લોકોએ લીલા વસ્ત્ર પહેરવા, મગળની દાળનું સેવન કરવું તેમજ તેનું દાન કરવું. સૂર્યનું પૂજન સર્વશ્રેષ્ઠ છે

કર્ક

આ લોકો માટે જલીય પદાર્થ, ખાંડ, ચોખા, ચાંદી, ટિચિંગ, કાપડ, સ્ત્રીઓના વસ્ત્ર, રેશમ, સોંદર્ય સામગ્રી, રંગ, સાધનોનું સમારકામ, કોમર્સ, આર્ટ, જિઓલોજી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટરના વિષયોની પસંદ કરવી ઉચિત હોય છે. જેમાં નોકરી કે તેની સાથે જોડાયેલા બિઝનેસ આ રાશિવાળાઓને ઉપયુકત છે. વધુ સફળતા માટે સફેદ વસ્ત્ર પહેરો, શિવ તેમજ નારાયણને ચોખાનો ભોગ લગાવો તેમજ ચોખાનું સેવન કરો.

સિંહ

આ રાશિના લોકો પ્રતિભાશાળી હોય છે અને તેમના લગભગ બધા બિઝનેસમાં સફળ થવાની સંભાવના રહે છે. આ રાશિના લોકો એડવાઇઝર, જ્યોતિષ, એન્જિનિયર, ચિકિત્સક, વૈજ્ઞાનિક, સેનામાં વધુ સફળ થાય છે. આ સારા મેનેજર હોય છે. તેમના માટે બધા બિઝનેસ અનુકૂળ છે. કોમર્સ, એકાઉન્ટન્ટ, કાયદામાં વધુ સફળતા મળે છે. વધુ સફળતા માટે હ્રદય સ્તોત્રનો પાઠ કરો તેમજ લાલ વસ્ત્ર પહેરો.

કન્યા

આ રાશિના લોકો એજ્યુકેશન, ટિચિંગ, લેખન, એક્ટિંગ, મ્યુઝિકના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમના માટે જિઓલોજી, ફિઝિક્સ, ગણિત, એકાઉન્ટના વિષય અનુકૂળ છે. વધુ સફળતા માટે લીલા વસ્ત્રો પહેરો. ગણેશજીની પૂજા કરવી લાભદાયક રહે છે.

તુલા

આ રાશિના લોકોને એક્ટિંગ, મ્યૂઝિક, આર્મી, મેનેજમેન્ટ, જ્યુડિશિયરી, બેન્ક, ઇન્શ્યોરન્સ, ફાઇનાન્સ, મશીનરી, કોમ્પ્યુટરના ક્ષેત્રમાં રોજગારી કે બિઝનેસ અજમાવવો જોઇએ. કોમર્સ, ઇકોનોમિક્સ, વનસ્પતિ શાસ્ત્ર અને ગણિતના વિષયોની પસંદગી કરવી જોઇએ. વધુ સફળતા માટે વાદળી વસ્ત્ર અને હનુમાન ચાલીસા કરો.

વૃશ્ચિક

આ લોકો માટે સેના, શસ્ત્ર સંબંધી કાર્ય, પોલિસ, ડિફેન્સ, જ્યુડિશિયરી, ક્રિમિનલ લોયર, સોશ્યલ સર્વિસ, રાજકારણ જેવા ક્ષેત્ર સફળતા અપાવનારા છે. વધુ સફળતા માટે લાલ વસ્ત્ર પહેરવા કે સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરવી.

ધન

આ રાશિના જાતકોએ નાટ્ય, લલિત કલા, ગોલ્ડ-સિલ્વર બિઝનેસ, કરિયાણું, સોશ્યલ સર્વિસ, અધ્યાત્મ ગુરૂ, મેનેજર, હોટલ, સ્કૂલ સંચાલનના ક્ષેત્રમાં સફળતા મળે છે. સારી સફળતા માટે પીળા રંગના વસ્ત્ર પહેરો તેમજ પોતાના ગુરૂના સન્માનની સાથે ગૂરુમંત્રનો જાપ કરો.

મકર

આ લોકો મશીનરી, રિપેરિંગ, કોમ્પ્યુટર, સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ, વાસ્તુ વિજ્ઞાની, ગુપ્ત વિદ્યાઓના જાણકાર, સાયન્ટિસ્ટ, સારા રિસર્ચર હોય છે. જેમના માટે ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી,સંસ્કૃ ભાષા, એકાઉન્ટ, મેનેજમેન્ટ સંબંધી વિષય સારા ફાયદાકારક હોય છે. વધુ સફળતા માટે કાળા વસ્ત્ર પહેરવા તેમજ હનુમાનજીની પૂજા કરો.

કુંભ

આ રાશિના કાર્ય ક્ષેત્ર મોટાભાગે મકર રાશિ સાથે મળતા આવે છે. કારણ કે, બન્નેનો સ્વામી શનિ છે. આ ઉપરાંત, સેના,ટેક્નિકલ, મેડિસિનના ક્ષેત્રમાં સફળતા અપાવતા હોય છે. વનસ્પતિ શાસ્ત્ર, ગણિત, ફાર્મા, ઇલેક્ટ્રિકના વિષય હિતકર હોય છે. સારી સફળતા માટે કાળા વસ્ત્ર પહેરો તેમજ દુર્ગા હનુમાનજીની પૂજા કરો.

મીન

આ લોકોને અધ્યાત્મ, મેટલ વિક્રેતા, વ્હીકલ, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટના સેલર, ગુપ્તચર વિભાગ, ફાયર સર્વિસ, જ્યુડિશિયરીમાં સફળતા મળે છે. ગણિત, સાયન્સ તેમજ કોમર્સના બધા વિષયની જાણકારી પણ લાભદાયક હોય છે. વધુ સફળતા માટે પીળા વસ્ત્ર પહેરો તેમજ શિવની પૂજા કરો.

સૌજન્ય : દિવ્યભાસ્કર મની ન્યુઝ

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી