ફિલ્મી સિતારાઓનું હરતું ફરતું ઘર એટલે કે તેમની અતિ લક્ઝરીયસ વેનિટીવેન જોશો તો તમારી આંખો પણ પહોળી થઈ જશે

તાજેતરમાં અલ્લુ અર્જુને ખરીદેલી વેનિટી વેનના ફોટો પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેયર કર્યા હતા. પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે બોલીવૂડ સ્ટાર્સ પણ ખુબ જ લક્ઝરીયસ કહેવાય તેવી વેનિટી વેન ધરાવે છે. મોટા ભાગના ફિલ્મી સીતારાઓ તેમની પેતાની વેનિટી વેન ધરાવે છે જેમાં તેમને દરેક પ્રકારની ઘર જેવી જ સગવડો ઉપલબ્ધ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy Gyan India (@filmy_gyan.india) on


તેમને હંમેશા એક શૂટ પરથી બીજા શૂટ પર જવા માટે ફરતા રહેવું પડે છે અને તે પ્રમાણે કપડાં, મેકઅપ વિગેરે માટે પણ તૈયાર થવું પડે છે. અને તે માટે તેઓ પોતાની આ વેનિટી વેનનો ઉપયોગ કરતા હોય છે. આ જ એક એવી જગ્યા હોય છે જ્યાં તેઓ શૂટ દરમિયાન અથવા તો બે શૂટના અંતરાલમાં આરામ કરી શકે છે અથવા તો પોતાના શૂટીંગ માટે તૈયારી કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by DC DESIGN (@dcdesignindia) on


શાહરુખ ખાન

શાહરુખ ખાન પાસે વોલ્વો BR9ની RV (રીક્રીએશનલ વેહિકલ) એટલે કે વેનિટી વેન છે. જેને જાણીતા કસ્ટમ ડીઝાઈનર દીલીપ છાબરિયા દ્વારા મોડીફાઇડ કરવામાં આવી છે. શાહરુખ ખાનની આ વેનિટી વેનની અંદર જે લાઇટ્સની ગોઠવણી કરવામાં આવી છે તે ફિલ્મ ટ્રોનથી ઇન્સ્પાયર થઈને કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં અત્યાધુનિક મ્યુઝિક સિસ્ટમ અને એપ્પલનું એચડી ટીવી લગાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by DC DESIGN (@dcdesignindia) on


શાહરુખ ખાનની આરવીની લંબાઈ છે 14 મીટર. હાલ ભારતમાં આજ એક ટોપ મોડેલ અવેલેબલ છે. તે સાઈ-ફાઈ ગેજેટ્સથી સજ્જ છે, આ ઉપરાંત તેનું ફ્લોરીંગ ગ્લાસનું છે. આ વેનિટી વેનમાં મેકઅપ માટે એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે અને નાહવા માટેનું અલગ શાવર પણ છે. શાહરુખ ખાનના બાદ્શાહના સ્ટેટસ સાથે તેની વેનીટી વેન બખુબી મેળ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની આ ત્રીજી વેનીટી વેન છે અથવા કહો કે તેણે આ ત્રીજીવાર પોતાની વેનીટી વેનનું ઇન્ટીરીયર બદલાવ્યું છે. તેણીએ તેની પહેલી વેનીટી વેનનું ઇન્ટીરીયર 2015માં અમ્રીતા મહલનાકાની પાસે કરાવ્યું હતું. જે તેની ક્યુટ પર્સનાલીટીને પ્રતિબિંબિત કરી રહ્યું હતું. આલિયાના જણાવ્યા પ્રમાણે તેની વેનીટી વેન તેનું બીજું ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


પણ ત્યાર બાદ તાજેતરમાં તેણીએ શાહરુખ ખાનની વાઇફ ગૌરી ખાન પાસે ફરી પોતાની વેનીટી વેનનું ઇન્ટીરીયર કરાવ્યું જે તદ્દન તેની જૂની વેનીટી વેન કરતાં અલગ છે. આ એક ખુબ જ ગ્લેમરસ વેનીટી વેન લાગી રહી છે. તેમાં ગૌરીખાનની એક ઇન્ટીરીયર ડીઝાઈનરની આવડતે ચાર ચાંદ લગાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by DC DESIGN (@dcdesignindia) on


સલમાન ખાન

સલમાન ખાન પાસે જે વેનીટી વેન છે તે પણ દીલીપ છાબરીયા દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી છે. તેનો બહારનો દેખાવ સદંતર ફ્યુચુટરીસ્ટીક છે જ્યારે અંદરથી તે અત્યંત લક્ઝરીયસ છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાનું લેધર અને વૂડ વાપરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by DC DESIGN (@dcdesignindia) on


સલમાનની વેનીટી વેન અંદરથી કેટલાક નાના-નાના ભાગોમાં વહેંચાયેલીં છે. એક ભાગ રીક્રીએશન માટે છે જેમાં એલઈડી ટીવી મુકવામાં આવ્યો છે તેમજ સામે ઇલેક્ટ્રીક રીક્લાયનર છે જેથી કરીને સલમાન રીલેક્સ થઈ શકે. જેમાં તેના પોતાના કેટલાક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે એક ભાગમાં બેડ છે. સલમાન ખાન પોતાની વેનીટી વેનનો ઉપયોગ રીહર્સલ માટે પણ કરે છે. સલમાનની વેનીટી તેની પર્સનાલીટી પ્રમાણેની જ છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline) on


અલ્લુ અર્જુન

બોલીવૂડ પછી જો ભારતની બીજી ફીલ્મઇડસ્ટ્રીની વાત કરીએ તો તેમાં સાઉથની ઇન્ડસ્ટ્રીનો નંબર પહેલો આવે. આમ જોવા જઈએ તો સાઉથની ઇન્ડસ્ટ્રી પણ ખુબ પૈસા કમાય છે અને તેના સ્ટાર્સ પણ. બાહુબલીની સફળતા આપણી સામે જ છે.

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને હાલમાં જ એક નવી વેનીટી વેન ખરીદી છે. જેનું નામ તેણે ફાલ્કન રાખ્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની નવી જ ખરીદેલી વેનીટી વેનની તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેયર કરી છે. મળેલા અહેવાલ પ્રમાણે તેની કીંમત લગભગ સાત કરોડ છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Lucky Sathish (@allu_luckysathish) on


બોલીવૂડ સ્ટાર્સની જેમ અલ્લુ અર્જુને પણ પોતાની વેનીટી વેનને કસ્ટમાઇઝ કરાવી છે. રેડ્ડી કસ્ટમ્સ દ્વારા તેને કસ્ટમાઇઝ કરવામાં આવી છે. વેનીટી વેનનું એક્સ્ટીરીયર એટલે કે બહારની બાજુ સંપૂર્ણ બ્લેક છે. તેની ફ્રન્ટ સાઇડ પર અલ્લુ અર્જુને પોતાના ઇનીશીયલ્સ એટલે કે ડબ્બલ “A”નો લોગો એમ્બોસ કરાવ્યો છે. અને ફુલ કેપીટલ અક્ષરમાં ફાલ્કન લખાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline) on


અલ્લુએ પોતાની નવી વેનિટી વેનની તસ્વીરો શેયર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, “જ્યારે જ્યારે પણ હું મારા જીવનમાં કોઈ મોટી વસ્તુની ખરીદી કરું છું, ત્યારે મારા મગજમાં માત્ર એક જ વિચાર આવે છે, લોકોએ મારા પર જે પ્રેમ વર્સાવ્યો છે આ તેનો જ પ્રતાપ છે કે હું આ બધું જ ખરીદવાને લાયક બન્યો છું. હંમશ માટે કૃતજ્ઞ છું. બધાનો ખુબ ખુબ આભાર. આ મારી વેનીટી વેન છે. મેં તેને ‘ફાલ્કન’ નામ આપ્યું છે, રેડ્ડી કસ્ટમનો આભાર આ સુંદર વાહન બનાવવા માટે.”

 

View this post on Instagram

 

A post shared by Allu Lucky Sathish (@allu_luckysathish) on


આટલી લક્ઝરી સુધી પહોંચવા માટે આ બધા જ સ્ટાર્સે ખુબ જ મહેનત કરી છે. અને આટલે પહોંચ્યા બાદ પણ તેમની મહેનતમાં કોઈ જ બ્રેક નથી લાગતી. શાહરુખ ખાનનો ભૂતકાળ આપણે સારી રીતે જાણીએ છીએ. અને તમને એમ લાગતુ હોય કે સલમાન ખાનના પિતા તો રાઇટર હતાં પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ સલમાનને પણ એકવાર શાળાએ ફી ન ભરવાના કારણે ક્લાસની બહાર ઉભું રહેવુ પડ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ