જલ્સા કરોને જેંતીલાલ

ફિલ્મી સીતારાઓ લાખો રૂપિયા આપીને અહીંથી ડાયેટ ફૂટ ટીફીન મંગાવીને પોતાની ફિલ્મો માટે બોડીને ફીટ રાખે છે

જો તમારા મનમાં હંમેશા એ પ્રશ્ન રહેતો હોય કે ફિલ્મી સીતારાઓ આટલા બધા બિઝી શેડ્યુલ વચ્ચે પોતાના સ્વસ્થ ખોરાકના નિયમને કેવી રીતે પાળી શકતા હશે. તમે તેમને ફીટ રહેવા માટે એક્સરસાઇઝ કરતાં જોયા હશે. તેઓ પોતે જ અવારનવાર પેતાની ફિટનેસ બતાવતા એક્સરસાઇઝીંગ વિડિયો તેમજ ફોટોઝ સોશયિયલ મિડિયા પર અપલોડ કરતા હોય છે.


પણ ક્યારેય તેઓ એ નથી જણાવતા કે તેઓ શું ખાય છે ? તેઓ ક્યારેય સોશિયલ મિડિયા પર તેમના ભોજન લેતા ફોટોઝ કે વિડિયો શેયર નથી કરતાં પણ આજે અમે આ રહસ્ય તમારી આગળ છતું કરવાના છીએ.


ફિલ્મી સીતારાઓ માત્ર જાત-જાતના વર્કઆઉટ કરીને જ પોતાની બોડીને ફીટ નથી રાખતા પણ તેમણે તેની સાથે સાથે યોગ્ય સમયે યોગ્ય પોષણથી ભરપૂર ખોરાક પણ લેવો પડે છે. તમને જણાવી દઈએ કે બોલીવૂડના કેટલાક સ્ટાર્સ જેઓ પોતાની ફીટનેસ પર ખુબ ધ્યાન આપે છે તેઓ પોતાના ઘરે બનેલું જમવાનું નથી લેતા પણ તેને બહારથી મંગાવે છે. જેની પાછળ તેઓ લાખો રૂપિયા ખર્ચે છે. તમને જણાવી દઈએ કે આ સિતારાઓને ભોજન મુંબઈ સ્થિત એક ફુડ ચેઈન પુરુ પાડે છે જેનું નામ છે પોડ સપ્લાય.


આ ફુડ ચેઈનને સ્ટાર્સ હેલ્ધી ખોરાક માટે મહિનાના 1 લાખથી 10 લાખ સુધી ચૂકવે છે. આ ફૂડ ચેઈનના કીચનને પ્રિમિયમ કિચન કહેવાય છે. અહીં અડધી રાત્રી સુધી ભોજન બનાવવાનું કામ ચાલુ રહે છે. અને દરેક ફિલ્મિ સિતારાઓના ડાયેટને ચુસ્તપણે વળગી રહીને આ ભોજન તૈયાર કરીને તેમના સુધી પહોંચાડવામાં આવે છે.


અભિનેતા રણવિસ સિંહે પોતાની આવનારી વર્લ્ડકપ 83 પર આધારીત ફિલ્મ 83 માટે જે એથલેટિક બોડી બનાવ્યું છે અને તેને મેઇન્ટેઇન કરી રાખ્યું છે તે આ ડાયેટ ફૂડ સપ્લાય ચેઈના કારણે જ છે. તે છેલ્લા કેટલાક મહિનાથી અહીંથી જ પોતાનું ભોજન મંગાવે છે.


રણવીર જણાવે છે કે જ્યારથી તેમણે અહીંથી પોતાનું ડાયેટ આધારિત ભોજન મંગાવવાનું શરુ કર્યું છે ત્યારથી તેઓ પોતાની જાતને ખુબ જ ચુસ્ત અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે આ ભોજનના આધારે તેમણે ઇચ્છ્યુ તે પ્રમાણે પોતાના શરીરને તેઓ બનાવી શક્યા.


તમને જણાવી દઈએ કે આ ફુડ ચેઈન 26 દિવસના ભોજનના 80 હજાર રૂપિયા ચાર્જ કરે છે અને આ ઉપરાંત ડાયેટમાં જે પ્રમાણે ફેરફાર થતા રહે તે પ્રમાણે તેની કિંમત પણ વધતી જાય છે. પોડ સપ્લાઇના કો ફાઉન્ડર અનમોલ સિંઘલ જણાવે છે કે જ્યારે કોઈ અભિનેતાને તેમની ફિલ્મને અનુરુપ શરીર બનાવવું હોય ત્યારે તેઓ તે પ્રમાણે તે ડાયેટને ધ્યાનમાં રાખીને ભોજન સપ્લાય કરે છે.


પોડ સપ્લાય દ્વારા આપવામાં આવતા ભોજનની ખાસિયત એ છે કે અહીં જે ભોજન આપવામાં આવે છે તેમાં કેલરીને ખુબ જ માપીને આપવાં આવે છે. બીનજરૂરી તત્ત્વોને દૂર રાખવામાં આવે છે.

ભોજન બનાવતી વખતે અભિનેતાના પર્સનલ ટ્રેનર જે પ્રમાણે જણાવે તેને બરાબર ધ્યાનમાં રાખીને ભોજન બનાવવામાં આવે છે અને તેમને પહોંચાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઉડતા પંજાબ વખતે શાહિદ કપૂર અહીંથી જ પોતાનું ભોજન મંગાવતો હતો.


ફિલ્મ ઉડતા પંજાબમાં શાહિદના સિક્સપેક એબને ખુબ વખાણવામાં આવ્યા હતા પણ તે પાછળની તેની મહેનત વિષે કોઈ નહીં જાણતું હોય. તેણે આ એબ્સ બનાવવા માટે વર્કઆઉટ તો કર્યું જ હતું પણ સાથે સાથે પોડ સપ્લાયની ટીફીન સર્વિસ પણ લીધી હતી.


તમને જણાવી દઈએ કે પોડ સપ્લાય માત્ર ફિલ્મિ સિતારાઓના ઘરે કે પછી શૂટીંગના સ્થળે જ ફૂડ સપ્લાય નથી કરતા પણ જો જરૂર પડે તો તેઓ પોતાના સ્પેશિયલ શેફને ફિલ્મિ સિતારાઓ સાથે આઉટડોર શૂટિંગ પર પણ મોકલે છે જે તેમને ત્યાં પણ સ્વસ્થ તેમના ડાયટ મુજબનું ફૂડ બનાવીને આપે છે.


તમને જણાવી દઈએ હાલ અર્જુન કપૂર પણ પોતાના બોડીને ફીટ રાખવા માટે સંપૂર્ણ ડાયેટ પર છે અને તે પણ પોતાના ડાયેટ પ્રમાણે અહીંથી જ પોતાનું ભોજન મંગાવે છે.


ફિલ્મ મલંગના શૂટિંગ દરમિયાન પોતાના શરીરને ફીટ રાખવા માટે આદિત્ય રોય કપૂરે પોતાના શરીરને ફીટ રાખવા માટે ફીટનેસ ટ્રેનીંગની સાથે સાથે હેલ્ધી ડાયેટ પર આધારિત ફૂડ અહીંથી જ મંગાવ્યું હતું.


અક્ષયકુમારને આપણે બધા સારી રીતે જાણીએ છીએ તે હંમેશા પોતાના શરીરને ફીટ રાખવાના પ્રયાસમાં હોય છે. તે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરે છે તે સવારે વહેલા ઉઠીને વર્કઆઉટ કરે છે. આ ઉપરાંત તેને ધૂમ્રપાન કે પછી મદ્યપાનની પણ આદત નથી. અને તેઓ જ્યારે શૂટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે શૂટિંગ દરમિયાન આ ફૂડ ચેઇનનું જ ભોજન મંગાવે છે.


આ ઉપરાંત એવરગ્રીન અનિલકપૂર જે આપણને આ ઉમરે પણ કોઈ યુવાન જેવો જ ફીટ, હેન્ડસમ અને સ્ફૂર્તિલો લાગે છે તે પણ આ ફૂડ ચેઇન સપ્લાય પાસેથી પોતાનું ભોજન મંગાવીને પોતાની બોડીને ફીટ રાખે છે.


જોકે આ ફૂડ ચેઈન સામાન્ય માણસો માટે તો બિલકુલ નથી. કારણ ઉપર જણાવ્યું તેમ તેનું મહિનાનું ભોજન તમને લાખો રૂપિયામાં પડશે. આપણા માટે તો સારું એ જ રહેશે કે આપણે ઘરે જ સરસમજાનું હેલ્ધી ભોજન ખાઈએ અને સ્વસ્થ રહીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version