રિયલ પાત્રો પર બનેલી આ ફિલ્મ પર આ એક્ટર્સે કરી હતી જોરદાર એક્ટિંગ, જેમનુ આજે પણ છે નામ

રીયલ લાઈફ લોકો ના ચરિત્રોને આ કલાકારોએ મોટા પરદા પર અદ્ભુત રીતે નિભાવી જાણ્યા છે

જાણીતી વ્યક્તિઓ પર બનેલી ફિલ્મો હંમેશા લોકોને પોતાના તરફ આકર્ષે છે અને તે ઘણી મનોરંજક પણ હોય છે. આ દ્વારા આપણે એવા લોકો વિષે જાણી શકીએ છે જે વિષે આપણે ક્યારેય સાંભળ્યું પણ નથી હોતું. ફીલ્મો દ્વારા આપણે તેમના ખરા સંઘર્ષ વિષે જાણી શકીએ છે. બોલીવૂડ પણ અવારનવાર દેશની જાણીતી વ્યક્તિઓ પર ફિલ્મો બનાવતું આવ્યું છે અને લોકોને તે ખૂબ પસંદ પણ પડી છે. આજે અમે તમને કેટલાક તેવા રિયલ પાત્રો પર બનેલી ફિલ્મો વિષે જણાવીશું જેમાં કલાકારોએ અદ્ભુત અભિનય આપ્યો છે.

વિરપ્પન

image source

આ ફિલ્મ એક ડોક્યુમેન્ટ ડ્રામા છે જેને કે બાલાજી દ્વારા લખવામાં આવી છે અને રામ ગોપાલ વર્મા દ્વારા દીગ્દર્શીત કરવામાં આવી છે. આ ફિલ્મ ઓપરેશન કોકુનની ઇવેન્ટ્સ પર આધારીત છે જે દરમિયાન ડાકૂ વિરપ્પનને પકડવામાં કે પછી મારી નાખવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વિરપ્પનનું પાત્ર સંદીપ ભાર્દ્વાજ દ્વારા સુંદર રીતે નિભાવવામાં આવ્યું છે.

મંજુનાથ

image source

મંજુનાથ ફિલ્મ એક આઈઆઈ એમ લખનૌ ગ્રેજ્યુએટ મંજુનાથ શનમુગમ નામના યુવાનના જીવન પર આધારીત છે, જે 2005માં ભ્રષ્ટાચાર અને ફ્યુઅલ માફિયા સામે લડતા લડતા મૃત્યુ પામ્યા હતો. આ ફિલ્મમાં મંજુનાથનું મુખ્ય પાત્ર સશો સત્યીશ સારથી દ્વારા ભજવવામાં આવ્યું છે.

મેં ઔર ચાર્લ્સ

image source

આ ફિલ્મ સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ પર બનેલી છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ જ બૌધિક રીતે અને ઉંડાણ પૂર્વકના સંશોધન બાદ લખવામાં આવેલી છે. રણદીપ હૂડાએ ચાર્લ્સનું પાત્ર અત્યંત પ્રભાવશાળી રીતે નિભાવ્યું છે.

શાહિદ

image source

શાહિદ ફિલ્મ એક વકીલ તેમજ માનવ અધિકાર એક્ટિવિસ્ટ શાહીદ આઝમી કે જેની 2010માં હત્યા કરી નાખવામાં આવી હતી તેના જીવન પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં શાહીદનું પાત્ર રાજકુમાર રાઓ દ્વારા ભજવવામાં આવ્યું છે. શાહીદ આઝમીએ 2004માં રજૂ થયેલી ફિલ્મ બ્લેક ફ્રાઈડેની પણ હીમાયત કરી હતી. તેના જીવનથી પ્રેરાઈને અનુરાગ કશ્યપે આ ફિલ્મ બનાવી હતી.

ગૌર હરી દાસ્તાન

image source

ઓડીયાના સ્વતંત્ર સેનાની ગૌર હરી દાસ પર બનેલી ફીલ્મ એક આંખો ખોલનારી ફિલ્મ છે. આ ફિલ્મને ખુબ જ વિચારશીલ રીતે લખવામાં આવી છે. આ ફિલ્મ એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીની છે જે પોતાના આઝાદ દેશના લોકો પાસે એક અત્યંત લાયક સમ્માન માગી રહી છે. વિનય પાઠકે આ ફિલ્મમાં ગૌર હરી દાસનું પાત્ર અત્યંત પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. આ ફિલ્મ તેની કેરિયરની ઉત્તમોત્તમ ફિલ્મ સાબિત થઈ છે. સામાન્ય રીતે તેની છબી એક કોમેડિયનની રહેલી છે પણ આ પાત્રમાં તેણે અત્યંત ગંભીર રોલ ભજવીને પોતાની એક્ટિંગ સ્કીલ બતાવી છે.

પાન સિંઘ તોમર

image source

આ ફિલ્મમાં ભારતીય એથલીટની સત્ય કથા દર્શાવવામાં આવી છે જેને પાછળથી સરકારી તંત્રના કારણે મજબૂરીથી ડાકૂ બનવું પડ્યું હતું. એક ઉત્તમ સ્ક્રીપ્ટ અને પ્રતિભાવંત અભિનેતા ઇરફાન ખાનના અદ્ભુત અભિનયે આ ફિલ્મમાં ચારચાંદ લગાવી દીધા હતા.

અલિગઢ

image source

આ ફિલ્મ એક એવા મુસ્લિમ પ્રોફેસરના જીવન પર આધારીત છે જેમને હોમોસેક્શ્યુઆલીટી માટે દંડીત કરવામાં આવ્યા હતા. ફિલ્મને અદભુત સફળતા મળી હતી અને ક્રીટીક્સ તેમજ દર્શકો બન્નેએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી. મુખ્ય પાત્ર પ્રતિભાવાન અભિનેતા મનોજ બાજપાઈ દ્વારા નિભાવવામાં આવ્યું છે.

મન્ટો

image source

1940 અને 1950ના દાયકાના અત્યંત વિવાદાસ્પદ લેખક સાદાત હુસૈન મન્ટોના જીવન પર આધારીત ફિલ્મ મન્ટોમાં મુખ્ય ટાઇટલ રોલ નવાઝુદ્દીન સિદ્દિકીએ નિભાવ્યો છે. ક્રીટીક્સ દ્વારા આ ફિલ્મની ખૂબ સરાહના કરવામાં આવી હતી.

ઝુબૈદા

ઝુબૈદા ફિલ્મ ઝુબૈદા બેગમ નામની કમનસીબ અભિનેત્રી પર બની છે જેના લગ્ન જોધપૂરના હનવંત સિંઘ સાથે થયા હતા. આ ફિલ્મમાં કરિશ્મા કપૂરે ઝુબૈદાનું પાત્ર અદ્ભુત રીતે નિભાવ્યું છે.

હવાઈઝાદા

image source

હવાઇઝાદા ફિલ્મ ભારતીય વૈજ્ઞાનિક શિવકર બાપુજી તળપદેના જીવન પર આધારીત છે. આ ફિલ્મમાં શિવકર બાપુજીનું પાત્ર આયુષ્માન ખુરાના દ્વારા નિભાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે શિવકર તળપદેએ 1895માં ભારતનું પહેલું વિમાન બનાવ્યું હતું અને ઉડાવ્યું પણ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ