શું તમે જાણો છો ફિલ્મીજગતના આ સિતારાઓ કે જેઓ ભારતમાં નહિ પણ વિદેશમાં જન્મ્યા છે.

મિત્રો, આપણો હિન્દી ફિલ્મજગત ઉદ્યોગ એ એક એવો ફિલ્મ ઉદ્યોગ છે કે, જે જુદા-જુદા દેશ અને વિદેશના તથા જુદા-જુદા ધર્મના કલાકારોને આવકાર આપે છે. હાલ, પ્રવર્તમાન સમયમા ઓ.ટી.ટી. પ્લેટફોર્મના વધતા જતા પ્રભાવ અને વેબ સિરીઝના વધતા વલણને કારણે અનેકવિધ વિદેશી કલાકારો પણ હિન્દી ફિલ્મજગત ઉદ્યોગ તરફ વધુ પડતા આકર્ષાયા છે.

image source

ત્યારે આ બધી વાતોની વચ્ચે તમને એક વાત જાણીને નવાઈ અવશ્ય થશે કે, બોલિવૂડ ફિલ્મજગતમા કામ કરતા અમુક મોટા કલાકારોનો જન્મ આપણા ભારત દેશમા થયો નથી. જેમકે, તમને ખ્યાલ જ હશે કે, આપણા ફિલ્મજગતના અનેકવિધ એવા કલાકારો છે કે, જે ભારતમા જન્મ્યા હોવા છતાંપણ અન્ય દેશોનુ નાગરિકત્વ ધરાવતા હોય છે.

image source

હવે જો આપણે બોલીવૂડ ફિલ્મજગતના એક ખુબ જ જાણીતા કલાકાર અક્ષય કુમારની વાત કરીએ તો આ કલાકારનો જન્મ ભારતમા થયો છે પરંતુ, તેની પાસે કેનેડિયન નાગરિકતા પણ છે. આજે અમે તમને અહી આ લેખમા અમુક એવા જ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમનો જન્મ ભારતમા થયો નથી પરંતુ, ફિલ્મજગત ક્ષેત્રે તેમણે ખુબ જ વિશેષ સફળતા મળી છે.

કેટરિના કૈફ :

image source

આ અભિનેત્રીનો જન્મ વર્ષ ૧૯૮૩મા હોંગકોંગમા થયો હતો. તેના માતા-પિતા બ્રિટીશના નાગરિકો છે પરંતુ, તેના પિતા મૂળ કાશ્મીરના છે. તેના બાળપણમા જ તેના પિતા ફેમિલીથી અલગ થઇ ચુક્યા હતા અને તેના કારણે જ કૈટરિનાનો ઉછેર તેમની માતાએ એકલા હાથે કર્યો હતો, આજે તે બોલીવૂડ ફિલ્મજગતની એક ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી છે.

દીપિકા પાદુકોણ :

image source

આ અભિનેત્રીનો જન્મ પણ આપણા ભારત દેશમા નહી પરંતુ, કોપનહેગનમા થયો છે. તે વિદેશી મૂળની નથી પરંતુ, તેનો જન્મ વિદેશમા થયો હતો કારણકે, તે સમયે તેના પિતા પ્રકાશ પાદુકોણ લાંબા પ્રશિક્ષણ કાર્યક્રમમા ભાગ લેવા ગયા હતા.

ઇમરાન ખાન :

image source

બોલીવૂડ ફિલ્મજગતના મિસ્ટર પરફેકશનીસ્ટ તરીકે ઓળખાતા કલાકાર આમિર ખાનનો ભત્રીજો ઇમરાન અમેરિકાના મેડિસનમા જનમ્યો હતો. જ્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા ત્યારબાદ તે મુંબઇ સ્થાયી થયો હતો.

આલિયા ભટ્ટ :

image source

બોલીવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રીનો જન્મ લંડનમાં થયો હતો. તેની માતા સોની રઝદાનની પાસે બ્રિટીશ નાગરિકત્વ છે અને તેણીનો જન્મ લંડનમા થયો હોવાથી તેમની પાસે પણ બ્રિટીશ પાસપોર્ટ છે.

હેલેન :

image source

બોલીવુડ ફિલ્મજગતની ફિલ્મોમા દેખાતી આ અભિનેત્રીનો જન્મ વર્ષ ૧૯૩૮મા મ્યાનમારના યાંગોનમા થયો હતો. તેમણે વર્ષ ૧૯૫૮મા આવેલી ફિલ્મ હાવડા બ્રિજથી બોલિવૂડ ફિલ્મજગતમા એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને તેમણે બોલીવૂડ ફિલ્મજગતમા એક વિશેષ સ્થાન બનાવ્યુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ