આ 15 હિરોએ ફિલ્મોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી મચાવ્યો હતો હંગામો, પહેલા નંબરના હિરોની તો વાત જ અલગ છે

બોલિવૂડમાં ઘણા હિરોએ વિવિધ પ્રકારના રોલ કરી પોતાની અલગ ઓળખ બનાવી છે. કોઈએ કોમેડી તો કોઈએ વિલનનો રોલ કરી ખ્યાતી મેળવી છે. પંરતુ આજે અમે તમને કેટલાક એવા હિરોની વાત કરવાના છીએ જેમણે મહિલાનું પાત્ર ભજવી ઘમી લોકચાહના મેળવી છે. તો ચાલો આજે અમે તમને એવા 15 અભિનેતા વિશે જણાવીશું જેમણે સ્ત્રીની ભૂમિકા ભજવી છે.

15. શાહિદ કપૂર

image source

આ વર્ષે ‘સેક્સીએસ્ટ મેન’ નું બિરુદ મેળવનાર શાહિદ કપૂર પણ યુવતીનું પાત્ર ભજવતા અચકાયો નહોતો. એણે ‘મિલેંગે મિલેંગે’ ફિલ્મમાં યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને સતીશ કૌશિકે ૨૦૧૦માં બનાવી હતી.

14 અક્ષય કુમાર

image source

મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે પણ સ્ત્રીની ભૂમિકાને પાત્રોચિત ન્યાય આપ્યો છે. એણે અબ્બાસ મસ્તાનની ફિલ્મ ‘ખિલાડી’ માં સ્ટાઈલિશ યુવતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૧૯૯૨માં રિલીઝ થઈ હતી.

13. સંજય દત્ત

image source

સંજય દત્ત યુવતીના પાત્રમાં કેવો લાગશે? એ કલ્પના જ કરી શકાય એમ નથી. આમ છતાં સંજય દત્તને હુબહુ યુવતી જેવી દર્શાવવામાં નિર્માતા એસ.વી. રાજેન્દ્ર સિંહનો મોટો હાથ છે. સંજુબાબા ૧૯૮૪ની ફિલ્મ ‘મેરા ફેસલા’ માં સ્ત્રી બન્યા હતા.

12. શાહરૃખ ખાન

image source

બિગ બી, સલમાન અને આમિર ખાન બાદ શાહરૃખ ખાન પણ સ્ત્રીનું પાત્ર ભજવવાના મોહમાંથી બાકાત નથી એણે ૧૯૯૮માં મહેશ ભટ્ટની ફિલ્મ ડુપ્લીકેટમાં કામણગારી યુવતીનું પાત્ર ભજવીને દર્શકોને અચંબામાં મૂકી દીધા હતા.

11 આમિરખાન

image source

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે આગવી છાપ ઊભી કરનાર આમિર ખાને ૧૯૯૫ની ફિલ્મ ‘બાજી’ માં સ્ત્રીનું પાત્ર એકદમ પરફેક્ટ રીતે ભજવ્યું હતું. ફિલ્મનો સર્જક આશુતોષ ગોવારિકર હતા.

10. અમિતાભ બચ્ચન

image source

છેલ્લાં પાંચ દાયકાથી રૃપેરી પડદે રાજ કરનાર અમિતાભ બચ્ચને પણ એની ફિલ્મી કારકિર્દીમાં સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે. નિર્માતા ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ ‘લાવારિસ’ માં અમિતાભ સ્ત્રી પણ બની ચૂક્યા છે. આ ૧૯૮૧માં રિલીઝ થઈ હતી.

8. સૈફ અલી ખાન

image source

નવાબ સૈફ અલી ખાનની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઈએ એટલો સારો પ્રતિસાદ મેળવી શકી નથી. આમ છતાં એના ચાહકોમાં કોઈ ઓટ આવી નથી. એણે ૨૦૧૪માં હમશકલ ફિલ્મમાં સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું.

રિતેશ દેશમુખ

image source

7. બોલિવૂડના સુપરહિટ કોમેડિયન એક્ટર રિતેશ દેશમુખે 2006 માં આવેલી ફિલ્મ ‘અપના સપના મની મની’માં એક મહિલાની ભૂમિકા ભજવી હતી.

6. શિવા કાર્તિકેયાન

તામિલ ફિલ્મના સુપરસ્ટાર શિવા કાર્તિકેયને 2016 ની ફિલ્મ રેમોમાં સ્ત્રી ભૂમિકા ભજવી હતી.

image source

5. શ્રેયસ તલપડે

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને ફિલ્મોમાં એક મહિલાની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. શ્રેયસ તલપડેએ પેઈંગ ગેસ્ટ ફિલ્મમાં યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને ૨૦૦૯માં નિર્માતા પરિતોષ પેઈન્ટે બનાવી હતી.

4. કમલ હાસન

image source

દક્ષિણ અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા, કમલ હાસને 1997 માં આવેલી ફિલ્મ ‘ચાચી 420’ માં સ્ત્રીની ભૂમિકા નિભાવી છે.

3. સલમાન ખાન

image source

બલિવૂડના મેગાસ્ટાર અભિનેતા સલમાન ખાનને 2006 માં આવેલી ફિલ્મ ખાન જાન-એ-મનમાં એક મહિલા તરીકે જોવા મળ્યો હતો.

2. શશી કપૂર

image source

બોલિવૂડ અભિનેતા શશી કપૂર 1968 માં આવેલી ફિલ્મ હસીના માન જાયેગીમાં એક મહિલાની ભૂમિકા નિભાવતા નજરે પડ્યા હતા.

1. ગોવિંદા

image source

સ્ત્રીની ભૂમિકા નિભાવવામાં ગોવિંદાનો કોઈ જવાબ નથી. ગોવિંદાના પાત્રને આજે પણ પ્રેક્ષકો ખૂબ પસંદ કરે છે. ગોવિંદા આજકાલ અનેક ફિલ્મોમાં મહિલાની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. એણે કીર્તિ કુમારની ‘આન્ટી નંબર વન’ ફિલ્મમાં યુવતીનું પાત્ર ભજવીને પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ 1998માં આવી હતી. આ લિસ્ટમાં હજી અમુક નામ ઉમેરવાના બાકી છે તમને યાદ છે? જણાવો કોમેન્ટમાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ