આ ફિલ્મોની રિમેકમાં નહોતો જરાય દમ, દર્શકોએ ફિલ્મ જોયા બાદ પૈસા પડી ગયા હોય તેવું અનુભવ્યું.

બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો બને છે જે પોતાની દમદાર વાર્તાના કારણે વરસોના વરસ લોકોના દિલો પર છવાયેલી રહે છે. આ ફિલ્મોને ન ફક્ત થિયેટરમાં દર્શકો પસંદ કરે છે પણ ટીવી પર પણ આ ફિલ્મો લોકોને પસંદ આવે છે. જો કે બોલીવુડમાં શરૂઆતથી જ રિમેકનો જમાનો રહ્યો છે. એવામાં ઘણી બધી વાર્તાઓ એવી છે જે કોરિયા, અમેરિકા, દક્ષિણ ભારત કે કોઈ સિરિયલમાંથી કોપી કરી લેવામાં આવી છે. જો કે બોલીવુડમાં રિમેક ફિલ્મો પણ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ થઈ છે.

મોટા મોટા અભિનેતાઓએ આ રિમેક ફિલ્મોમાં કામ કરીને દર્શકોની વાહવાહી લૂંટી છે. જો કે બોલીવુડમાં ફક્ત વિદેશો કે દક્ષિણ ભારત સિનેમામાંથી જ નહીં પણ પોતાની સુપરહિટ ફિલ્મોની પણ રિમેક બનાવી છે. તો મોટાભાગે આવી ફિલ્મોની હાલત ખૂબ જ ખરાબ રહી છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ બોલીવુડની સુપરહિટ ફિલ્મોની સુપરફ્લોપ રિમેક વિશે.

ઝંઝીર

image source

1973માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જબરદસ્ત હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મથી જ અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેનનું ટેગ મળ્યું હતું. એ પછી વર્ષ 2013માં અપૂર્વ લખિયાએ આ ક્લાસિક ફિલ્મની રિમેક બનાવી જેમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા અને પ્રિયંકા ચોપરા સાથે દેખાયા હતા. આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી.

હિમ્મતવાલા.

image source

શ્રીદેવી અને જીતેન્દ્રની ફિલ્મ હિમ્મતવાલાને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. 1983માં રાઘવેન્દ્ર રાવે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મની સાથે સાથે એના ગીત પણ સુપરહિટ થયા હતા. જો કે વર્ષ 2013માં સાજીદ ખાને અજય દેવગન અને તમન્ના ભાટિયાને લઈને ફરી આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી.

કુલી નંબર 1.

image soure

ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર 1માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જબરદસ્ત કેમેસ્ટ્રીએ ફેન્સને દીવાના બનાવી દીધા જતા. તો કાદર ખાનની કૉમેડીના કારણે લોકોને હસી હસીને પેટમાં દુઃખી ગયું હતું. જો કે પછીથી ખુદ ડેવિડ ધવને દીકરા વરુણ ધવન અને સારા અલી ખાનને લઈને પોતાની જ ફિલ્મની રિમેક બનાવી. જ્યાં ઓરીજનલ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો તો રિમેક ફિલ્મને દર્શકોની સારી પ્રતિક્રિયા નહોતી મળી.

રામ ગોપાલ વર્માની આગ..

image source

રમેશ સિપ્પીની ફિલ્મ શોલેને બોલીવુડમાં કલ્ટ ફિલ્મનો દરજ્જો મળેલો છે..આ ફિલ્મના ડાયલોગથી લઈને ગીત પણ જબરદસ્ત હિટ થયા હતા. એવામાં કોઈપણ આ ફિલ્મની રિમેક બનાવવાની કોશિશ પણ કરે તો એ બેકાર છે. જો કે રામ ગોપાલ વર્માએ અમિતાભ બચ્ચનને ગબ્બરને રોલમાં કાસ્ટ કરીને ફિલ્મની રિમેક બનાવી હતી અને નામ આપ્યું રામ ગોપાલ વર્માની આગ. આ ફિલ્મ પડદા પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ.

કર્ઝ.

image source

વર્ષ 1980માં સુભાષ ઘાઇએ ઋષિ કપૂર અને ટીના મુનિમને લઈને ફિલ્મ બનાવી હતી કર્ઝ જે મોટા પડદા પર જબરદસ્ત હિટ થઈ હતી. આ ફિલ્મના ગીત પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા એ પછી વર્ષ 2008માં હિમેશ રેશમિયા અને ઉર્મિલા મારતોડકરને લઈને આ ફિલ્મની રિમેક બનાવવા આવી. આ ફિલ્મ પણ સુપરફ્લોપ સાબિત થઈ.

જુડવા 2.

image source

વર્ષ 1997માં ડેવિડ ધવનની ફિલ્મ જુડવાનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં દેખાયા હતા. તો કરિશ્મા કપૂર અને રંભા સલમાનની હિરોઇન બની હતી. આ ફિલ્મને પડદા પર ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એ પછી વર્ષ 2017માં ડેવિડ ધવને પોતાની જ ફિલ્મની રિમેક બનાવી જેમાં પોતાના દીકરા વરુણ ધવનને સલમાન ખાનના રોલમાં કાસ્ટ કર્યા. ફિલ્મના ગીત તો દર્શકોને ગમ્યા પણ ફિલ્મને સારી પ્રતિક્રિયા ન મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!