બોલીવૂડના સ્ટાર્સને વિદેશી સ્થળો વધારે પ્રિય છે પણ તમે આ સ્ટારનું ફેવરીટ ડેસ્ટીનેશન જાણશો તો ચોંકી જશો

હવે સામાન્ય વર્ગના ભારતીય લોકો માત્ર ભારત જ નહીં પણ વિદેશ પ્રવાસ પણ કરતા થઈ ગયા છે. એમ પણ લોકોએ એકધારા કામમાંથી થોડો બ્રેક તો લેવો જ જોઈએ જેથી કરીને તેઓ ફરી રીચાર્જ થઈને પાછા કામ પર લાગી શકે.


ફિલ્મ સિતારાઓનું પણ કંઈક એવું જ છે આખરે તેઓ પણ માણસ જ છે અને માણસને પણ આરામ અને રિફ્રેશમેન્ટની જરૂર હોય છે. તેઓ પણ પોતાના પ્રોજેક્ટ પૂરા કરીને સહેલગાહ પર નીકળી પડે છે અને સુંદર સુંદર ફોટોઝ પણ સોશિયલ મિડિયા પર શેયર કરે છે. તો આજે આપણે આ સિતારાઓની મનગમતા પ્રવાસન સ્થળ વિષે જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@iamkareenakapoor) on


કરીના કપૂર ખાન

કરીના કપૂર એક લાંબી રેસનો ઘોડો સાબિત થઈ. તેની સાથે આવેલી ઘણી હીરોઈનો આજે ખોવાઈ ગઈ છે. પણ તે પોતાની ફીટનેસ, પોતાના કામને કારણે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa (@hiking_with_lisa) on


કરીનાને લંડન અને સ્વિત્ઝરલેન્ડમાં સમય પસાર કરવો ગમે છે. લંડનમાં તેણીનું એક ઘર પણ છે. અને તેણી અવારનવાર ત્યાં ઉડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on


કંગના રનૌત

બોલીવૂડની અત્યંત ચર્ચાસ્પદ અને બોલ્ડ અભિનેત્રી કંગના પોતાના આ મુકામ પર ખુબ જ પરિશ્રમ કરીને પહોંચી છે.

કંગનાને એકલા જ પ્રવાસ કરવો ગમે છે તેનું સૌથી પ્રિય સ્થળ ઇટાલી છે.

 

View this post on Instagram

 

A post shared by Gaia 🦄💗 (@anna_never) on


આ જગ્યા તેને એટલા માટે પસંદ છે કારણ કે ત્યાંના લોકો તેને ઓળખતા નથી અને તે સામાન્ય જીવન જીવી શકે છે. આ ઉપરાંત તેને યુરોપમાં પેરિસ અને યુ.એસ.એમાં ન્યૂયોર્ક શહેરમાં ટહેલવું પણ ખુબ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કૈફ

કેટરીના કૈફ તેના કોઈ પણ પ્રજોક્ટ પર સંપૂર્ણ કોન્સ્ન્ટ્રેશન સાથે કામ કરે છે. અને તેના પાત્ર માટે જરૂરી બધા જ પાસાઓ ધ્યાનમા લે છે. અને તેના માટે તેણીએ ખુબ જ મહેનત કરવી પડે છે. પણ જેવી તેને તેના પ્રોજેક્ટ્સમાંથી નવરાશ મળે કે તરત જ તે પોતાના મૂળ ગામ લંડન ઉપડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Лондон📮Дети 👪Путешествия 🌎 (@masha.barabash) on


હા, આપણે બધા જાણીએ છીએ કે તેણી લંડનની છે પણ તેને મનગમતું પ્રવાસન સ્થળ પણ લંડન જ છે. તે પોતાની ક્રીસ્મસ તો લંડનમાં જ ઉજવે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકા ચોપરા

પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર્સ થઈ ગઈ છે. અને હોલીવૂડના પોપસિંગર નિક જોનાસને પરણી પણ ગઈ છે. અને અવારનવાર તે બન્નેની મધુર પળો તે સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Josh + Nanu║BigBirdsTravels 🐥 (@bigbirdstravels) on


પ્રિયંકાને પણ સમુદ્ર કીનારો ખુબ પસંદ છે. તેને થાઈલેન્ડ અને ફુકેટના બીચ પર સમય પસાર કરવો ખુબ ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay kumar🔵 (@akshaykumarofficialteam) on


અક્ષય કુમાર

અક્ષય કુમનારની એક પર એક હીટ ફિલ્મો દર વર્ષે આવ્યા કરે છે. અને તે પાછળ તે ખુબ જ મહેનત કરે છે . અને આટલી પરસેવો પાડતી મહેનત પછી એક બ્રેક તો બને જ છે.

 

View this post on Instagram

 

A post shared by A travers nos yeux (@point_de_view) on


અક્ષય કુમારને કેનેડામાં પોતાના નાનકડા ફેમિલી સાથે સમય પસાર કરવો ખુબ ગમે છે. એમ પણ કેનેડા હરિયાળો દેશ છે ત્યાં હજારો તળાવો આવ્યા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ દેશ.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on


રીતીક રોશન

રીતીક રોશનને આમ તો આપણા બોલીવૂમાં ગ્રીક ગોડનો ખીતાબ આપવામા આવ્યો છે અને તે છે પણ તેટલો જ આકર્ષક. હાલ તે પોતાની સુપર 30 ફીલ્મના લૂક તેમજ બિહારી પ્રોનાઉન્સીએશન માટે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on


પણ રીતીકનું ફેવરી ડેસ્ટીનેશન સ્વિત્ઝરલેન્ડ છે. અને તેણે ઘણીવાર પોતાના દીકરાઓ સાથેની સ્વિત્સર લેન્ડમાં ગાળેલી પળોને સોશિયલ મિડિયા પર શેયર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાન

સલમાન ખાન માત્ર નેશનાલીટીથી જ ભારતીય નથી પણ દીલથી પણ ભારતીય છે. આપણા આ ભાઈજાનને મહારાષ્ટ્રનું પનવેસ સ્થળ ખુબ જ પ્રિય છે.


અહીં તેનું ફાર્મ હાઉસ પણ છે તે સિવાય આ જગ્યા મુંબઈથી માત્ર અઢી કલાકના અંતરે આવેલું છે. એટલે તે મન થાય ત્યારે ત્યાં પહોંચી શકે છે. આ સિવાય તેને લંડનમાં લટાર મારવી પણ ખુબ ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને અન્ય સ્ટાર્સની જેમ મોટા શહેરનું આકર્ષણ નથી પણ તેમને સમુદ્ર કીનારે સમય પસાર કરવો ખુબ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Edoardo Ligabue (@eddygunterligabue) on


અને જો તેમના પ્રિય શહેરની વાત કરીએ તો તેમને રશિયાનું સેન્ટ પીટસબર્ગ પ્રિય છે. ખાસ કરીને ત્યાંની કળા અને સંસ્કૃતિના કારણે.

 

View this post on Instagram

 

A post shared by Ranbeer Kapoor (@ranbeerkapoor_loveforfans) on


રનબીર કપૂર

રનબીર કપૂર તેની સૂપર સ્ટાર ગર્લફ્રેન્ડને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે તે બધા કરતાં પણ ચડિયાતી તેની એક્ટિંગ છે. તે એક બોર્ન આર્ટીસ્ટ છે.


તેણે પોતાનો અભ્યાસ ન્યુયોર્કમાં કર્યો છે માટે તે સ્થળ તેના હૃદયની નજીક છે તે ઉપરાંત તેને ઇટાલી પણ પ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on


શાહરુખ ખાન

આપણા ઘણા સ્ટાર્સની જેમ કીંગ ઓફ રોમેન્સ શાહ રુખ ખાનને પણ લંડન પ્રિય છે. તેને પોતાના કામમાંથી નવરાશ મળતા જ તે લંડન પહોંચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by London No 1 (@london_no_1) on


લંડનમાં શાહ-રુખ ખાનનું ઘર પણ છે તેમજ તેનો મોટો દીકરો અહીં અભ્યાસ પણ કરે છે માટે તેને આ સ્થળ વધારે પ્રિય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ