દીપડા-કૂતરાની લડાઇનો આવો વિડીયો તમે પહેલા ક્યારે નહિં જોયો હોય

કુતરાનો દીપડા સાથે મુકાબલો. દીપડો તો શિકારી પ્રાણી જ છે.

image source

પરંતુ કેટલીક શિકાર તરફથી મળતા પડકારો શિકારીને પોતાનું મન બદલવા માટે મજબૂર કરી દે છે.

રાતના અંધારામાં એક દીપડો અને કૂતરાની વચ્ચે લડાઈનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શરૂઆતમાં જોઈને કોઈપણ એ જ વિચારશે કે દીપડાએ કુતરાનો શિકાર કરી લીધો છે, પરંતુ એવું નથી.

image source

આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ પોતાનાં ટ્વીટર અકાઉન્ટ પર મુંબઈના પૂર્વી અંધેરી વિસ્તારનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક દીપડો મોડી રાતે વસ્તીવાળા વિસ્તારમાં ઘુસી જાય છે. ત્યાં એક ઘરની બહાર બેઠેલા એક કૂતરાને દબોચી લે છે અને ઘસેડીને ખુલ્લામાં બહાર લાવે છે.

૩૯ મિનિટના આ વીડિયોમાં દીપડો કૂતરા પર ભારે પડે છે. દીપડાની પકડમાં આવી ગયેલો કૂતરો તેની પકડમાંથી આઝાદ થવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ તે કામયાબ થતો નથી. દીપડો કેટલીક સેકેન્ડ સુધી કૂતરાને દબોચીને રાખે છે અને કૂતરો પોતાની પૂંછડી હલાવતો રહે છે.

image source

આ દરમિયાન ઘરનો ગાર્ડ કદાચ આ ઘટનાને જોઈ જાય છે અને દરવાજો ખખડાવે છે, દીપડો વારંવાર એ બાજુ જોવે છે. પછી અચાનક દીપડો પોતાનો નિર્ણય બદલી દે છે અને કૂતરાને ત્યાંજ છોડીને ભાગી જાય છે. ત્યારે જ કુતરો પકડમાંથી છૂટતા કૂતરો પણ ઝડપથી ઉઠે છે અને દીપડાની પાછળ ભાગે છે.

image source

સીસીટીવી કેમેરાંમાં કેદ થયેલી આખી ઘટનાને વીડિયોમાં કેટલાક લોકોના અવાજ પણ સાંભળવા મળી જાય છે. એક વ્યક્તિને એવું કહેતા સાંભળી શકો છો કે આ તો હૃદય હલાવી દે તેવી ઘટના છે. કૂતરો તો એવી રીતે પૂંછડી હલાવી રહ્યો હતો જાણે કે તે મરી ગયો હોય.

image source

દીપડાના ગયા પછી જોવા મળ્યું કે દીપડો કુતરાનો જીવતો છોડીને ભાગી જાય છે. કૂતરો ભાગ્યશાળી છે કે તે દીપડાનો કોળિયો બન્યો નહિ.

આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ આ વિડીયોને ૧૦ ડિસેમ્બરના રોજ શેર કર્યો હતો, જે અત્યાર સુધીમાં ૪૦૦૦ કરતા વધારે લોકોએ જોઈ લીધો છે. તેમજ આ વીડિયોને ૩૦૦ થી વધારે લોકોએ લાઈક કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ