ચાલો, ભ્રષ્ટાચાર સામે આવાઝ ઉઠાવીએ!

fight_corruption_by_rusticrobot-d37qwgz

 

મિત્રો,

તમને ખબર હોય તો આપણા ભ્રષ્ઠ રાજકારણી ઓ હવે RTI કાયદો કાઢવા અને તેમાં સુધારણા કરવાની કોશિશ કરી રહ્યા છે! જો તેઓ તેમ કરવામાં સફળ થશે તો ખુલ્લેઆમ ભ્રષ્ઠાચાર થશે! અને કાળા નાણાની હેરફેર બિન્દાસ થશે. તમને જણાવી દઉં કે ભ્રષ્ટાચારને ડામવા માટે આ કાયદો ખૂબ જ મહત્વનો છે. કારણકે, આ કાયદા દ્વારા સામાન્ય માણસ કોઈની પણ વિરુધ્ધ કોઈપણ માહિતી માટે અવાજ ઉપાડી શકે છે!

અન્ના હઝારેએ આ કાયદો લાવવા આખું જીવન ખર્ચી નાખ્યું છે.

હમણા હું જયારે એક બહુ જ મોટી સરકારી બેંકના ઇન્વેસ્ટમેન્ટ ઓફીસરને મળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, “બે વસ્તુઓ આપણા દેશને ભ્રષ્ઠાચારથી મુક્ત કરી શકે છે.”

પહેલી RTI અને બીજી UIDAI (આધારકાર્ડ નું અમલીકરણ)

હવે તમે સમજી શકશો, કે શા માટે ભ્રષ્ટ રાજકારણીઓ કાયદો કાઢવા અને તેમાં સુધારણા કરવાની કોશિશ કરી રહ્યા છે!

મિત્રો, તમને ક્યારેક આ વાતની જાણ થાય તો જરૂર એની વિરુદ્ધ જાગૃત થાજો અને બીજાને આ વાતથી વાકેફ કરાવજો .

કમ સે કમ આપણે દેશ માટે એટલું તો કરી જ શકીએ !

 

સૌજન્ય : રાજ ઠક્કર

ટીપ્પણી