એક સમયે અહીં હતી સમુદ્ર વચ્ચે જેલ, પણ હવે છે વર્લ્ડ હેરિટેઝ સાઈટ, જુઓ આહલાદક તસવીરો

બ્રાઝિલના ઉત્તર – પૂર્વ સમુદ્ર કિનારાથી સાડા ત્રણસો કિલોમીટર દૂર સ્થિત ફર્નાન્ડો ડી નોરોન્હા દ્વીપોને સમૂહ વિશ્વની એક અલગ જ પ્રકારની જગ્યા છે જ્યાં માણસને ચીર શાંતિનો અનુભવ થાય છે.

image source

સફેદ રેતીના ઢગલાઓ અને પહાડી જંગલો વચ્ચે આઘેરાયેલા આ દ્વીપ સમૂહ ફરવાના શોખીન લોકો માટે પહેલી પસંદ છે જો કે અહીં પહોંચવું દરેક માટે શક્ય નથી હોતું કારણ કે અહીં દૈનિક માત્ર 420 જેટલા પર્યટકોને જ આવવાની પરવાનગી અપાય છે.

વર્ષ 1998 માં આ 21 દ્વીપોને સમૂહ પૈકી પોણા ભાગની જગ્યાને સંરક્ષિત રાષ્ટ્રીય સમુદ્રી વન અને અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવી હતી.

image source

જો કુલ 21 દ્વીપો પૈકી મુખ્ય દ્વીપ અંદાજિત 28.5 કિલોમીટરનું ક્ષેત્ર ધરાવે છે અને તેની આજુબાજુ જ અન્ય 20 નાના દ્વીપો આવેલા છે. આ દ્વીપોની શોધ 16 મી સદીમાં પોર્ટુગલના એક સમુદ્ર યાત્રી ફર્નાન્ડો ડી નોરોન્હાએ કરી હતી. જ્વાળામુખીના ખડકોથી બનેલા આ દ્વીપની જગ્યાનો એ સમયે ડચ અને પોર્ટુગની સેનાઓ ઉપયોગ કરતી હતી. જેને 1700 ઈસ્વી સન આસપાસ જેલમાં તબદીલ કરી દેવામાં આવી.

સમુદ્ર વચ્ચે કારાગાર

image source

20 મી સદીના મધ્યભાગ સુધી અહીંના મુખ્ય દ્વિપનો ઉપયોગ કારાગાર એટલે કે જેલ તરીકે જ કરવામાં આવતો અને જેલમાં બ્રાઝિલના ખતરનાક ગુન્હેગારોને કેદ કરવામાં આવતા હતા જેમાં ખૂન, ચોરી, બળાત્કાર અને રાજકીય રીતે પંકાયેલા રીઢા ગુન્હેગારોનો સમાવેશ થાય છે.

એકાંત અને નિરાંત વાળી જગ્યા

image source

ફર્નાન્ડો ડી નોરોન્હા જે તે સમયે એક કારાગાર તરીકે ઓળખાતી જગ્યા હતી પણ હવે આ એકાંત અને નિરાંત અનુભવવાની જગ્યા બની ગઈ છે. આ દ્વીપ વિષે બ્રાઝિલના પ્રખ્યાત લેખક ગૈસ્ટાઓ પેનાલવાએ ” ફોરો ડો મૂંડો ” એવું કહ્યું છે જેનો અનુવાદ એમ કે આ દુનિયાથી બહાર. ઇન્ટરનેશનલ સંસ્થા યુનેસ્કોએ પણ ફર્નાન્ડો ડી હોરોન્હા દ્વીપ સમૂહને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે બ્રાઝીલના દરિયા કિનારાથી દૂર આ એકમાત્ર દ્વીપ છે જેના પર માણસો રહે છે.

1957 માં બંધ કરવામાં આવ્યું કારાગાર

image source

અહીં વર્ષ 1957 માં કારાગાર બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કારાગાર ગૃહમાંથી છૂટ્યા બાદ પણ અમુક કેદીઓ પરત જ ફર્યા અને તેઓએ આ દ્વીપને જ પોતાનું ઘર બનાવી લીધું. હાલમાં પણ આ દ્વીપ પર તેમના વંશજો રહે છે. જો કે અહીં આવતા પર્યટકો માટે હજુ પણ જૂનું કારાગાર ગૃહ રખાયું છે જે હવે ખંડહરમાં ફેરવાઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ