જલ્સા કરોને જેંતીલાલ

આ શું થઇ ગયુ! અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ના સેટ પર ગંભીર અકસ્માત થતા..

અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ના સેટ પર થયો ગંભીર અકસ્માત, જેમાં અભિનેત્રીને થઈ ઈજા.

image source

અક્ષય કુમારના ફિલ્મના સેટ પર એક મહિલા કલાકારને ઈજા થઈ છે, જોકે જ્યારે તેઓ ડૉક્ટર પાસે ગયાં ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે કાંઈ વધુ ઈજા થઈ નથી. તેઓ થોડા દિવસોમાં જ સ્વસ્થ થઈ જશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે.

image source

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. અત્યારે ફિલ્મના સેટ પરથી એવાં સમાચાર આવી રહ્યા છે કે ત્યાં ઓચિંતો જ એક ગંભીર અકસ્માત સર્જાયો છે.

image source

ફિલ્મના શૂટિંગ દરમિયાન એક મહિલા કલાકારને ઈજા પહોંચી હતી, જેના કારણે સેટ પર હાજર દરેક લોકો પરેશાન થઈ ગયા હતા. જો કે, ડૉક્ટરનાં આવ્યા પછી, ઈજા વધારે નથી તેમજ તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે એવું જણાવવામાં આવ્યું.

બધાને એ તો ખબર છે કે જ્યારે ફિલ્મ અક્ષય કુમારની હોય છે, ત્યારે ત્યાં તોડફોડ અને ફાઇટિંગ તો હોવાની જ. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે.

image source

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળશે. તાજેતરમાં જ એવાં સમાચાર મળ્યા છે કે, નિર્માતાઓ આ ફિલ્મને શ્રેષ્ઠ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

આ સિવાય ફિલ્મ નિર્માતાઓએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બીજા વધુ 35 અલગ અલગ ફિલ્મોના સેટ તૈયાર કર્યા છે, જ્યાં ફિલ્મના જુદા જુદા ભાગોનું પણ શૂટિંગ કરવામાં આવશે.

image source

આ ફિલ્મમાં માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે સંજય દત્ત મોહમ્મદ ગૌરીની ભૂમિકામાં જોવા મળશે.

image source

‘ગુડ ન્યૂઝ’ની મોટી સફળતા બાદ હવે અક્ષય કુમાર ફરી એકવાર ફિલ્મી પડદા પર પોતાના ચાહકોનું દિલ જીતવા આવી રહ્યો છે. હાલમાં અક્ષય કુમારની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે, જેમાં ‘પૃથ્વીરાજ’, ‘સૂર્યવંશી’ અને ‘લક્ષ્મી બોમ્બ’ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version