જ્યારે ગણતંત્ર દિવસની પરેડ પર દીકરીઓએ રચ્યો ઇતિહાસ – તાળીઓના ગડગડાટથી આકાશ ગુંજી ઉઠ્યું હતું

જ્યારે ગણતંત્ર દિવસની પરેડ પર દીકરીઓએ રચ્યો ઇતિહાસ – તાળીઓના ગડગડાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું

image source

26મી જાન્યુઆરી, 2020ના રોજ સમગ્ર દેશ 71મો ગણતંત્ર દિવસ ઉજવા જઈ રહ્યો છે. દેશની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ દિલ્લીના રાજપથ પર પરેડનું આયોજન કવરામાં આવી રહ્યું છે અને તેને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

પણ આ વર્ષની પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલાં અમે તમને એ યાદ કરાવી દઈ કે 2019ના પ્રજાસત્તાક દિવસે રાજપથ પર દેશની દીકરીઓએ એક ઇતિહાસ રચ્યો હતો.

image source

અને તેને જોઈ ત્યાં હાજર દરેક ભારતીયએ તાળીઓના ગડાટ સાથે તેમની બહાદૂરીને વધાવી લીધી હતી અને તે તાળીઓથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું.

આસામ રાઇફલ્સ કે કંટિનજેંટની આગેવાની કરી રહેલા ખુશ્બુ કંવર

image source

ખુશ્બુ કંવર એક બાળકના માતા છે ગયા વર્ષે 26મી જાન્યુઆરીના દિવસ તેણીએ આસામ રાઇફલ્સ કે કંટિનજેંટની આગેવાની કરી હતી.

આસામ રાઇફલ્સ દેશની સૌથી જુની પેરામિલેટ્રી ફોર્સ છે. 2019માં પ્રથમવાર આ ફોર્સ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો જેની આગેવાની એક મહિલા અધિકારીએ કરી હતી.

ભારતીય નૌસેનાની ટૂકડીની આગેવાની કરી રહેલી લેફ્ટેનન્ટ અંબિકા સુધાકરન

image source

2019માં 26મી જાન્યુઆરીની પરેડ જાણે મહિલાઓના નામે રહી હતી. ઇન્ડિયન નેવીની લેફ્ટેનન્ટ અંબિકા સુધાકરને તે વખતે નૌસેનાના કંટિનજેંટની આગેવાની કરી હતી. આ ટૂકડીમાં કૂલ 144 યુવાન નેવી સૈનિકો હાજર હતા.

image source

તેણીએ પોતાની આ ઉપલબ્ધી પર જણાવ્યું હતું કે દેશની સેવા માટે આજે પુરુષ સાથે સ્ત્રીઓ પણ તેટલી જ મહેનત કરી રહી છે અને પુરુષ સમોવડી થઈ રહી છે.

ભારતીય સેનાની આગેવાની કરી રહેલી લેફ્ટેનન્ટ ભાવના કસ્તૂરી

image source

2019ના પ્રજાસત્તાક દિવસે પહેલીવાર એક મહિલા અધિકારી, લેફ્ટેનન્ટ ભાવના કસ્તુરીએ ભારતીય સેના સેવા કોરની ટૂકડીની આગેવાની કરી હતી.

image source

તેણી રાજપથ પર જે ટુકડીની આગેવાની કરી રહી હતી તે ટૂકડીમાં તેણી સિવાય બીજી કોઈ જ મહિલા હાજર નહોતી. ભાવનાએ આવું કરીને પોતાના નામે એક ઇતિહાસ નોંધાવી દીધો હતો કારણ કે આ પહેલાં કોઈ જ મહિલાએ તેવું નહોતું કર્યું.

બાઈક પર સ્ટંટ કરતી કેપ્ટન શિખા સુરભી

image source

રોપ્ર્સ ઓફ સિગ્નલની કેપ્ટન શિખા સુરભીએ પોતાની ટીમના સાથીઓ સાથે પ્રજાસત્તાક દિવસના અવસર પર બાઇક પર એવા સ્ટંટ કર્યા હતા કે લોકોની આંખો ખુલીની ખુલ્લી જ રહી ગઈ હતી. બાઇક સ્ટંટ પુર્ણ થયા બાદ તેમણે જણાવ્યું હતું કે પરેડના ડેરડેવિલ સેગમેન્ટમાં ભાગ લેનારી તેણી પ્રથમ મહિલા છે.

image source

તેણીએ વધારામાં જણાવ્યું હતું કે તે સ્ટંટ કરવા માટે તેણીએ ઘણી પ્રેક્ટિસ કરવી પડી હતી. અને તેણીને પોતાના આ કામ પર અત્યંત ગર્વ છે.તેણીનો આ જુસ્સો દર્શાવે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે. 28 વર્ષિય આ મહિલા અધિકારી ઝારખંડના હજારીબાગથી આવે છે.

આમ ગયા વર્ષનો પ્રજાસત્તાક દિવસ તો મહિલાઓના નામે જ રહ્યો હતો જે જોઈને દેશા દરેક નાગરીકને તેમના પર ગર્વ થયો હતો. આ વર્ષે પરેડમાં શું જોવા મળશે તેની દેશના નાગરિકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

સૌને ભારતના 71માં પ્રજાસત્તાક દિવસ પર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ